શોધખોળ કરો

ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10% વરસાદ વરસ્યો છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 30.20 ઈંચ સાથે સરેરાશ 85% વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં સરેરાશ 85% વરસાદ છતાં 42 તાલુકામાં ઘટ.
  • ખેરગામમાં 120 ઇંચથી વધુ વરસાદ, કચ્છમાં 50% ઘટ.
  • સરદાર સરોવર ડેમ 137.48 મીટરે ભરાઈ 95.16% પૂર્ણ.
  • રાજ્યના 206 ડેમો 67% ભરાયા, 35 હાઈએલર્ટ પર.

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10% વરસાદ વરસ્યો છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 30.20 ઈંચ સાથે સરેરાશ 85% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એક તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, તો બીજી તરફ હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ થયો છે, જ્યારે 42 તાલુકામાં 50% થી 95% સુધી વરસાદની ઘટ જોવા મળી રહી છે.

જિલ્લાવાર પરિસ્થિતિ પર નજર કરીએ તો, દ્વારકા જિલ્લામાં 10.54%, પોરબંદરમાં 24.76% અને જામનગર જિલ્લામાં અત્યાર સુધીનો 39.27% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામ તાલુકામાં 120.60 ઈંચ થયો છે, જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ નડિયાદ તાલુકામાં 174.52% નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને કચ્છના 67 તાલુકામાંથી માત્ર 5 તાલુકામાં જ 100% થી વધુ વરસાદ થયો છે, જ્યારે કચ્છ ઝોનમાં હજુ પણ 50% જેટલી વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

આ પણ વાંચો...કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?

બીજી તરફ, નર્મદા સ્થિત સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. તારીખ 16/09/2026 ના રોજ સવારે 09:00 કલાકની વિગત મુજબ, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સામે હાલની સપાટી 137.48 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ લાઈવ સ્ટોરેજ 5,379.80 MCM છે. ડેમમાં પાણીની આવક 54,952 ક્યુસેક થઈ રહી છે. સામે પાણીની જાવકની વાત કરીએ તો, પાવરહાઉસ મારફતે નદીમાં 40,947 ક્યુસેક અને કેનાલમાં 13,500 ક્યુસેક મળીને કુલ 54,447 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવરની સ્થિતિ મજબૂત છે પરંતુ રાજ્યના 206 પૈકી 79 ડેમો એવા છે જ્યાં હજુ પણ 25 ટકાથી ઓછું પાણી છે. 100 ટકા ભરાઈને ઓવરફ્લો થયેલા ડેમોની સંખ્યા 21 છે. આ ઉપરાંત 38 ડેમોમાં 70 થી 100 ટકા, 25 ડેમોમાં 50 થી 70 ટકા અને 43 ડેમોમાં 25 થી 50 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. મુખ્ય ડેમોની વાત કરીએ તો શેત્રુંજી 98.42 ટકા, સુખી 87.02 ટકા, કરજણ 83.33 ટકા અને ઉકાઈ 80.64 ટકા ભરાયા છે, જ્યારે ધરોઈમાં 51 ટકા અને દાંતીવાડામાં 24.94 ટકા પાણી જ છે. રાજકોટનો લાલપરી, ભાવનગરનો શેત્રુંજી અને મહીસાગરનો વણાકબોરી ડેમ હાઈએલર્ટ પર છે.

ગુજરાતના 206 ડેમોમાં હાલમાં કુલ સંગ્રહ ક્ષમતાના 67.28 ટકા એટલે કે 3,75,330 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 95.16 ટકા ભરાઈ ચૂક્યો છે. જળસંપત્તિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, રાજ્યના 35 ડેમોને હાઈએલર્ટ, 16ને એલર્ટ અને 8 ડેમોને વોર્નિંગ સિગ્નલ પર મુકવામાં આવ્યા છે.

Frequently Asked Questions

ગુજરાતમાં આ સિઝનમાં અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો છે?

રાજ્યમાં આ સિઝનમાં સરેરાશ 30.20 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ વરસાદના 85% છે. છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10% વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર ડેમની વર્તમાન સ્થિતિ શું છે?

સરદાર સરોવર ડેમ હાલમાં 137.48 મીટરની સપાટીએ છે અને 95.16% ભરાઈ ચૂક્યો છે. ડેમમાં 54,952 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ગુજરાતના કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે?

રાજ્યના 16 તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ થયો છે, જ્યારે 42 તાલુકામાં 50% થી 95% સુધી વરસાદની ઘટ છે. કચ્છ ઝોનમાં હજુ પણ 50% જેટલી વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા તાલુકામાં નોંધાયો છે?

નવસારીના ખેરગામ તાલુકામાં 120.60 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સૌથી વધુ છે. ટકાવારીની દ્રષ્ટિએ નડિયાદ તાલુકામાં 174.52% વરસાદ થયો છે.

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના વાહનચાલકો માટે ખુશખબર! પકવાન ચાર રસ્તા આજથી સિગ્નલ ફ્રી
અમદાવાદના વાહનચાલકો માટે ખુશખબર! પકવાન ચાર રસ્તા આજથી સિગ્નલ ફ્રી
અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું પડશે! ટિકિટના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતા?
અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું પડશે! ટિકિટના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતા?
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આરોપ! ઓપરેશન બાદ દર્દીની છાતીમાં જ છોડી દેવાયો તાર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આરોપ! ઓપરેશન બાદ દર્દીની છાતીમાં જ છોડી દેવાયો તાર
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, આ લોકોને તમામ ટ્રેનોમાં મળશે મફત મુસાફરીનો લાભ

Embed widget