શોધખોળ કરો

આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ

Gujarat Rain Forecast:  હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી, 9% ઘટ.
  • દ્વારકા, જામનગર સહિત 5 જિલ્લામાં ભારે વરસાદ, થન્ડરસ્ટ્રોમ.
  • સૌરાષ્ટ્રમાં વરસાદથી ખેડૂતો ખુશ, પાકને થયો ફાયદો.

Gujarat Rain Forecast:  હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 48 કલાક દરમિયાન થન્ડરસ્ટ્રોમની આગાહી પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આજે મુખ્યત્વે પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ સિવાય જૂનાગઢ અને રાજકોટમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે. લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદનું અનુમાન છે. આગામી 48 કલાક થન્ડરસ્ટ્રોમ યથાવત રહેવાનું અનુમાન છે. અત્યાર સુધીના આંકડા મુજબ રાજ્યમાં સામાન્યથી 9 ટકા વરસાદની ઘટ જોવા મળી છે.

આ પણ વાંચો...રાજ્યમાં હજુ 9% વરસાદી ઘટ: આગામી સાત દિવસ ક્યાં અને કેવો વરસાદ પડશે? જુઓ આગાહી

જૂનાગઢના માળિયા હાટિના તાલુકામાં વરસાદી ઝાપટાં

બીજી તરફ જૂનાગઢના માળિયા હાટિના તાલુકામાં વિવિધ સ્થળે વરસાદી ઝાપટાં પડ્યા છે. માળિયા હાટિના તાલુકામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે ઝાપટાં નોંધાયા છે. ખાસ કરીને પીખોર, પાણીધ્રા, જૂથળ અને ગળોદર સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. માળિયા હાટિના પંથકમાં પડેલા આ વરસાદથી ખેતીપાકોને મોટો ફાયદો થશે.

દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:

સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. એક તરફ પવિત્ર યાત્રાધામ દ્વારકા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી અને જેતપુર તાલુકામાં સવારથી શરૂ થયેલા ધીમીધારના વરસાદથી ખેડૂતોના મુખ પર ખુશીની લહેર ફરી વળી છે. કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકો માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થયો છે.

દ્વારકા પંથકમાં જામ્યો વરસાદી માહોલ

ઓછા વરસાદવાળા દ્વારકા તાલુકામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. દ્વારકામાં સતત અડધો કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદી ઝાપટાના કારણે રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા. ગણેશ મહોત્સવના પ્રારંભથી દ્વારકામાં દરરોજ મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જોકે આજે માત્ર દ્વારકા શહેર અને તાલુકાના ગામમાં જ વરસાદ વરસ્યો, જ્યારે ઓખા, મીઠાપુર અને કલ્યાણપુર તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું.

રાજકોટના ધોરાજી અને જેતપુરમાં ધીમીધારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં એક દિવસના વિરામ બાદ આજે ફરી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોરાજી પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો. ધોરાજીના સ્ટેશન રોડ, અવેડા ચોક, ગેલેક્સી ચોક, જમનાવડ રોડ સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો. ધીમીધારે વરસાદના પગલે ધોરાજી પંથકના ખેડૂતો ખુશખુશાલ થયા. વરસાદના પગલે ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળીના પાકને ફાયદો થશે. રાજકોટના ધોરાજીમાં અત્યાર સુધીમાં સિઝનનો 54.04 ટકા વરસાદ વરસ્યો, એટલે કે અત્યાર સુધીમાં ધોરાજી તાલુકામાં 17.92 ઈંચ વરસાદ વરસ્યો.

આ તરફ ધોરાજીની સાથોસાથ જેતપુર શહેર અને આસપાસના ગામમાં પણ વરસાદ શરૂ થયો. વહેલી સવારથી જ જેતપુર પંથકમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેતપુર શહેરના તીનબત્તી ચોક, ફૂલવાડી ચોક, બસ સ્ટેન્ડ ચોક, ચાંદની ચોક, એમજી રોડ, મતવા શેરી અને અમરનગર રોડ, જૂનાગઢ રોડ સહિત આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો. વરસાદના પગલે ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, ડુંગળી સહિતના પાકોને ધીમીધારે વરસાદથી ફાયદો થશે. વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ થયા. તો જેતપુર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 18.40 ઈંચ સાથે 59.35 ટકા વરસાદ વરસ્યો છે.

Frequently Asked Questions

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શું આગાહી છે?

હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

આજે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે?

આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન થન્ડરસ્ટ્રોમ યથાવત રહેવાનું અનુમાન છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદની સ્થિતિ કેવી છે?

રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, ધોરાજી અને જેતપુર જેવા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે.

Advertisement

ટોપ સ્ટોરી

Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

Embed widget