Hardik Patel News: હાર્દિક પટેલ 30 મેએ ભાજપમાં જોડાશે ? જાણો શું કર્યું મોટું એલાન ?
Hardik Patel: હાર્દિક કઈ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ સોમનાથ મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એકતા યાત્રાનું નેતૃત્વ પણ કરશે.
અમદાવાદઃ માત્ર 22 વર્ષની ઉંમરે ગુજરાતની લોકપ્રિયતાના શિખરે પહોંચેલા હાર્દિક પટેલની ઉંમર 30 વર્ષ પણ નથી અને તે દેશના મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. હાર્દિકે તાજેતરમાં કોંગ્રેસ છોડી દીધી છે. ન્યુઝ18ને આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિક પટેલે કહ્યું છે કે, તે 30 મેના રોજ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને પાર્ટી નક્કી કરશે કે તેઓ કઈ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ સોમનાથ મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એકતા યાત્રાનું નેતૃત્વ પણ કરશે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાનો આ એક ભવ્ય કાર્યક્રમ હશે. તેમને ભાજપમાં જોડાવા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં અથવા ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં અથવા બી.એલ. સંતોષની હાજરીમાં ગાંધીનગરમાં પાર્ટીમાં જોડાઈ શકે છે. તેણે બીજો વિકલ્પ પસંદ કર્યો. સૂત્રોએ જણાવ્યું કે હાર્દિક અને ભાજપ આ દિવસે એક મોટી સભાને સંબોધવાનું આયોજન કરી રહ્યા છે.
ભાજપ સાથે સંકળાયેલા હોવાના સવાલના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, જો તમે આટલા મોટા મંચ પરથી કહો છો કે હું ભાજપ સંઘ પરિવાર સાથે જોડાયેલો હતો તો માની લઈએ કે હું જોડાયેલો હતો. હાર્દિકે કહ્યું કે, સંઘ સાથે નહીં પરંતુ અમે ભાજપ સાથે ચોક્કસ જોડાયેલા હતા. જ્યારે આનંદીબેન પટેલ તાલુકામાંથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમણે મારા પિતાને ભાઈ બનાવ્યા હતા. મારા પિતા તે સમયે સબમર્સિબલ પંપનો વ્યવસાય કરતા હતા. તેઓ આનંદીબેન પટેલ સાથે તેમના ચૂંટણી પ્રચાર માટે જતા હતા. મારા પિતા સાથે ભાજપનો સંબંધ હતો, આ સંબંધને કારણે હું મારા આંદોલન વખતે પણ આનંદીબેન પટેલને કાકી કહેતો હતો.
ગુજરાત કોંગ્રેસ નેતૃત્વ પર કર્યા પ્રહાર
હું ગુજરાત કોંગ્રેસના સંદર્ભમાં કહેવા માંગુ છું કારણ કે હું વધુ સમજુ છું કારણ કે મારી સાથે શું થયું છે. કોંગ્રેસ ક્યારેય ઈચ્છતી નથી કે આપણા જેવા લોકો અને ખાસ કરીને પટેલ સમાજના લોકો કોંગ્રેસની અંદર તાકાત બનાવે અથવા પટેલ સમાજના લોકો પાર્ટીમાં આગળ વધે. કોંગ્રેસ પાર્ટી પટેલ સમાજના મજબૂત લોકો માટે પૂરા પ્રયાસો કરી રહી છે તેનું ઉદાહરણ હું આપું છું, તે મારું ઉદાહરણ છે.