શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં આજે વધશે ગરમી? ટ્રમ્પ-મોદી રોડ શો પર થઈ શકે છે અસર
અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પ 24મીએ 11:40 વાગે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરશે ત્યાર બાદ ત્યાંથી રોડ શો કરીને તેઓ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં સંબોધન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની ફર્સ્ટ લેડી મેલેનિયા અમદાવાદની મુલાકાતે હોવાના કારણે આખા શહેરને દુલ્હનની જેમ શણગારાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના રોડ પહેલાં એક ખાસ સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદમાં આગ દઝાડતી ગરમી પડે તેવી સંભાવના છે. જેને કારણે ટ્રમ્પ અને મોદીના રોડ શો પર અસર થઈ શકે છે.
અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પ 24મીએ 11:40 વાગે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરશે ત્યાર બાદ ત્યાંથી રોડ શો કરીને તેઓ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં સંબોધન કરશે. અમદાવાદમાં ગરમીને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્નીને મુશ્કેલીમાં મુકી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાતમાં ગરમીનો સામનો કરવો પડશે.
હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં 24મી ફેબ્રુઆરીએ 35 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો રહે તેવી સંભાવના છે. 24 ફેબ્રુઆરીથી ગરમીનું પ્રમાણ ગુજરાતમાં પણ આપોઆપ વધશે. વોશિંગ્ટનની સરખામણીમાં ઠંડા વાતાવરણમાં રહેતા ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની ગરમી સહન કરી શકશે કે નહીં હવે તે જોવાનું રહ્યું.
અમદાવાદમાં ટ્રમ્પના આગમનના દિવસે જ ગરમી વધવાની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 ફેબ્રુઆરીએ તાપમાન વધીને 35 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement