શોધખોળ કરો
Advertisement
હવામાન વિભાગે કરી મોટી આગાહી, ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો વિગત
IMD મુજબ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાત પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી ભારેથી ભારે વરસાદ પડશે. 16 ઓક્ટોબરથી આ રાજ્યોમાં વરસાદનું જોર ઘટશે.
અમદાવાદઃ હાલ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. રાજ્ય પર હજુ પણ મેઘરાજા હેત વરસાવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત અને તેની આસપાસના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અમરેલી, ભરૂચ સહિત દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોના મોલને નુકસાન થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
IMD મુજબ, પૂર્વ રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાત પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી ભારેથી ભારે વરસાદ પડશે. 16 ઓક્ટોબરથી આ રાજ્યોમાં વરસાદનું જોર ઘટશે.
ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી જયંત સરકારે બે દિવસ પહેલા કહ્યું હતું કે, સંભવિત તા.૨૬ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક થઈ રહી છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ ૩ ટકા વધુ વરસાદ થયો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.India Meteorological Dept (IMD): Heavy rainfall at isolated places very likely over West Madhya Pradesh, Gujarat Region and East Rajasthan on 15 Sept. Rainfall activity over West Madhya Pradesh&adjoining region is likely to reduce to significantly from 16 September onward. (2/2) https://t.co/ageijKraue
— ANI (@ANI) September 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement