શોધખોળ કરો
Advertisement
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બપોરે અમદાવાદમાં શરૂ થયો ધોધમાર વરસાદ
આજે બપોરે અમદાવાદના વરસાદનું આગમન થયું હતું જેના કારણે લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડી હતી.
છેલ્લા કેટલાય દિવસથી વરસાદની રાહ જોઈ બેસી રહેલા અમદાવાદીઓને આજે મજા પડી ગઈ હતી. આજે બપોરે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જેના કારણે શહેરમાં અદભુત નજારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં વરસાદની સાથે ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળ્યું હતું.
આજે બપોરે અમદાવાદના વરસાદનું આગમન થયું હતું જેના કારણે લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડી હતી. અમદાવાદમાં ધોધમાર વરસાદનું આગમ થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.
અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું. ભારે વરસાદને કારણે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું. એસજી હાઈવે, શ્યાલમ ચાર રસ્તા, વેજલપુર, સેટેલાઈટ, બોડકદેવ, ગોતા, ઘાટલોડિયા, નિકોલ, નરોડા, કાલુપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદમાં આજે ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાં પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાના ઉપરાંત વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ હાલની સ્થિતિ પ્રમાણએ 10થી 13 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement