Ahmedabad: પૂર્વ IPS સંજીવ ભટ્ટને હાઇકોર્ટમાંથી ન મળી રાહત, કોર્ટે અરજી ફગાવી
અમદાવાદ: પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને હાઇકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી છે. ટ્રાયલ કોર્ટના ઓર્ડરમાં કોઈ ખામી ન હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે.
અમદાવાદ: પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને હાઇકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી છે. ટ્રાયલ કોર્ટના ઓર્ડરમાં કોઈ ખામી ન હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે. સંજીવ ભટ્ટે પોતાના તરફી સાક્ષીઓ બોલાવવા માટે પાલનપુર કોર્ટમાં અરજી કરી હતી. પાલનપુર કોર્ટે અરજી ફગાવતા સંજીવ ભટ્ટે એ હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. તમને જણાવી દઈએ કે, સંજીવ ભટ્ટ વર્ષ ૧૯૯૬માં બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાનો છે સંજીવ ભટ્ટ પર આરોપ છે.
રાજ્યમાં હજુ બે દિવસ પડશે વરસાદ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા સાથે છૂટો છવાયો વરસાદ રહેશે. 9 મેએ અમદાવાદમાં યલો અર્લટની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ વધે તેવી શક્યતા છે.
ગુજરાતમાં ત્રાટકી શકે છે ભારે પવન સાથે કમોસમી વરસાદ, જાણો આંબાલાલે શું કરી આગાહી
રાજ્યમાં હાલ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. માર્ચ માસ બાદ એપ્રિલ અને હવે મે માસમાં પણ રાજ્યમાં છૂટછવાયો વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે 8 મે સુધી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત આંબાલાલે 11 અને 12 મે વાતાવરણના પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે. રાજ્યમાં હાલ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. માર્ચ માસ બાદ એપ્રિલ અને હવે મે માસમાં પણ રાજ્યમાં છૂટછવાયો વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે 8 મે સુધી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત આંબાલાલે પણ વાતાવરણના પલટાની વાત કરી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ ગુજરાતમાં 11 અને 12 મે કમોસમી વરસાદની ફરી આગાહી કરી છે.