શોધખોળ કરો

અમદાવાદ: સિંધુ ભવન રોડ પર હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, બોડકદેવ પોલીસે ૧૧ જુગારીઓને રોકડ અને ગાડીઓ સાથે દબોચ્યા

અશ્વવિલા બંગલોમાં ચાલતા જુગાર પર રેડ, બંગલા માલિક દ્વારા જુગાર રમાડાતો હોવાનો આરોપ, વધુ તપાસ શરૂ.

Ahmedabad gambling den busted: શહેરના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર આવેલા એક બંગલામાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગારધામનો બોડકદેવ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બંગલામાં રેડ પાડીને ઓટોમોબાઈલ વેપારી એવા બંગલાના માલિક સહિત ૧૧ જેટલા હાઈ પ્રોફાઈલ જુગારીઓને રોકડ અને કરોડો રૂપિયાની કાર સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી શહેરમાં ચાલતી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ફરી એકવાર પોલીસનો સપાટો બોલી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, બોડકદેવ પોલીસને બાતમી મળી હતી કે સિંધુ ભવન રોડ પર આવેલા અશ્વવિલા નામના બંગલા નંબર-૧૮માં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમે મોડી રાત્રે અશ્વવિલા બંગલામાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.

પોલીસે જ્યારે બંગલામાં રેડ કરી ત્યારે અંદરના ભાગે જુગાર રમી રહેલા ૧૧ જેટલા ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ જુગારધામ બંગલાના માલિક શેફુ ઉર્ફે સ્નેહ કુમારપાલ શાહ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. શેફુ ઉર્ફે સ્નેહ શાહ વ્યવસાયે ઓટોમોબાઈલ ગાડી લે-વેચનો વેપાર કરે છે. ચોંકાવનારી વાત એ છે કે જુગાર રમાડનાર શેફુ ઉર્ફે સ્નેહ શાહ વિરુદ્ધ અગાઉ પણ ક્રિકેટ સટ્ટાના કેસ થઈ ચૂક્યા છે.

પોલીસે જુગાર રમી રહેલા ૧૧ જુગારીઓની ધરપકડ કરી હતી, જેમાં બંગલાના માલિકનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓમાં વિવિધ ક્ષેત્રોના હાઈ પ્રોફાઈલ લોકો સામેલ છે, જેમના નામ અને વિગતો નીચે મુજબ છે:

૧. શેફુ ઉર્ફે સ્નેહ કુમારપાલ શાહ, રહે. અશ્વવિલા બંગલો, સિંધુભવન (વ્યવસાય: ઓટોમોબાઈલ ગાડી લે વેચ) - જુગાર રમાડનાર
૨. નવીન સુરેશ રાઠી, રહે. ઉત્તમ બંગલો, વસ્ત્રાપુર (વ્યવસાય: A.U ફાઈનાન્સ મેનેજર)
૩. ભીમરાજ ભટ્ટ, રહે. ભાવન પીજી, સાઉથ બોપલ (વ્યવસાય: રસોઈયો)
૪. અમિત સુર, રહે. માલાબા કાઉન્ટ્રી, ચાંદખેડા (વ્યવસાય: આઇટી કંપની પ્રોજેક્ટ કામ)
૫. હિરેન મિસ્ત્રી, રહે. શિવનગર સોસાયટી, ચાણક્યપુરી (વ્યવસાય: બ્રોકર)
૬. અશોક પંચારિયા, રહે. વૃંદાવન બંગલો, થલતેજ (વ્યવસાય: જમીન લે વેચ)
૭. રવિ ભાયલાણી, રહે. ફ્લોરેન્સ સ્કાય સિટી, શેલા (વ્યવસાય: ખાંડનો વેપારી)
૮. ચિન્મય રાવલ, રહે. ઓર્ચિડ હાર્મની, એપલવુડ, શેલા (વ્યવસાય: સીસીટીવી ઓપરેટિંગ સિસ્ટમ)
૯. શ્રેણિક શાહ, રહે. સેરીનિટલ લેવિસ કેપિટલ, સાયન્સ સિટી રોડ (વ્યવસાય: રીયલ એસ્ટેટ બ્રોકર)
૧૦. મોહિત દેસાઈ, રહે. તીર્થભૂમિ ફ્લેટ, એલિસ બ્રિજ (વ્યવસાય: બિલ્ડર)
૧૧. અભિષેક ગાંધી, રહે. સારાંશ ગ્રીન ફ્લેટ, ધરણીધર દેરાસર (વ્યવસાય: ફાઇનાન્સ)

પોલીસે ઘટનાસ્થળેથી ૧ કરોડ રૂપિયાની લક્ઝુરીયસ ગાડી અને રૂ. ૧.૦૪ લાખ રોકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત, જુગારના અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

બોડકદેવ પોલીસે ઝડપાયેલા તમામ ૧૧ ઈસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું, તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે અને આ જુગાર રેકેટનું નેટવર્ક કેટલું મોટું છે. બંગલા માલિક શેફુ ઉર્ફે સ્નેહ શાહના અગાઉના ક્રિકેટ સટ્ટાના કેસ સાથે આ જુગારધામને કોઈ સંબંધ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સિંધુ ભવન રોડ જેવા પોશ વિસ્તારમાં ચાલતા આ હાઈ પ્રોફાઈલ જુગારધામના પર્દાફાશથી અનેક ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget