શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ઈન્ટર્ન ડોકટર્સ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે ઉતર્યા હડતાળ પર, કેટલો વધારો માંગ્યો?
રાજ્યની સરકારી અને જીમર્સ જોલેજના અંદાજે 2 હજાર જેટલા ઈંટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. ઈંટર્ન તબીબો આરોગ્ય વિભાગને 14 ડીસેમ્બર સુધી સ્ટાઈપેન્ડ મામલે નિકાલ લાવવા રજુઆત કરી હતી.
અમદાવાદઃ રાજ્યની સરકારી અને જીમર્સ મેડિકલ કોલેજના ઈંટર્ન તબીબો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ઈંટર્ન તબીબોએ સ્ટાઈપેન્ડ વધારવા અંગેની માંગ સાથે હડતાળ પાડી છે. ઈંટર્ન તબીબોએ 13 હજારથી વધારી 20 હજાર સ્ટાઈપેન્ડ વધારવાની માંગ કરી છે.
રાજ્યની સરકારી અને જીમર્સ જોલેજના અંદાજે 2 હજાર જેટલા ઈંટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. ઈંટર્ન તબીબો આરોગ્ય વિભાગને 14 ડીસેમ્બર સુધી સ્ટાઈપેન્ડ મામલે નિકાલ લાવવા રજુઆત કરી હતી. જોકે, આ અંગે નિકાલ ન આવતાં આજથી ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે.
વડોદરામાં ગોત્રી અને સયાજી હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. ઇન્ટર્ન તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સરકાર પાસે સ્ટાઇપેન્ડ વધારવા માંગ કરી છે. સયાજી હોસ્પિટલના 180 અને ગોત્રી હોસ્પિટલના 100 મળી 280 ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. હોસ્પિટલમાં જ પ્લે કાર્ડ અને બેનર સાથે દેખાવો કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion