શોધખોળ કરો

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

અમદાવાદના બોપલ-ઘૂમા વિસ્તારમાં આવેલા શરણદીપ મેન્શન્સમાં મધરાતે દીપડો ઘૂસી આવતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદના ઘુમામાં શરણદીપ મેન્શન્સમાં દીપડો ઘૂસતા ભયનો માહોલ.
  • વન વિભાગે ડ્રોન અને ટ્રાન્ક્યુલાઇઝર ગનથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
  • મધરાતે પ્રવેશ્યા બાદ વહેલી સવારે ફરી દીપડો દેખાયો, શોધખોળ ચાલુ.
  • સ્થાનિકોને સાવચેત રહેવા અપિલ, બાળકોની સુરક્ષા જાળવવા સૂચના.

અમદાવાદ: અમદાવાદના બોપલ-ઘૂમા વિસ્તારમાં આવેલા શરણદીપ મેન્શન્સમાં મધરાતે દીપડો ઘૂસી આવતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરીના સમાચાર મળતા જ વન વિભાગ, કાંકરિયા પ્રાણી સંગ્રહાલય (ઝૂ)ની ટીમ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું. દીપડાને પકડવા માટે ડ્રોનથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, જ્યારે સાંજ બાદ ફરી એકવાર સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવશે. વન વિભાગે સ્થાનિક લોકોને સાવચેત રહેવા તેમજ ખાસ કરીને નાના બાળકોને અવાવરું સ્થળોએ ન જવા માટે સૂચના આપી છે.

વહેલી સવારે ફરી દેખાયો દીપડો

વન વિભાગના જણાવ્યા અનુસાર, મોડી રાત બાદ આજે વહેલી સવારે ફરી દીપડાની મૂવમેન્ટ જોવા મળી હતી. શરણદીપ મેન્શન્સના બંગલા નંબર-20 નજીક દીપડો જોવા મળ્યાની માહિતી મળતા ટીમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

મધરાતે શરણદીપ મેન્શન્સમાં દીપડાની એન્ટ્રી

પ્રાથમિક માહિતી મુજબ, શરણદીપ મેન્શન્સમાં મધરાતે દીપડો કમ્પાઉન્ડ વોલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો. દીપડાની હલચલને કારણે સમગ્ર સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી. રાતભર દીપડો સોસાયટીમાં ફરતો રહ્યો હતો, જેના કારણે આસપાસના શ્વાનો પણ સતત ભસતા અને ભાગતા જોવા મળ્યા હતા.

દીપડાએ મરઘીનો શિકાર કર્યો હોવાની શક્યતા

સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે વન વિભાગનું માનવું છે કે દીપડાએ એક મરઘીનું મારણ કર્યું હોઈ શકે છે. શિકારની શોધમાં જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યો હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વન વિભાગના અધિકારીઓના પ્રાથમિક અનુમાન મુજબ, રહેણાંક વિસ્તારમાં દેખાયેલો દીપડો અંદાજે આઠથી નવ વર્ષનો હોઈ શકે છે. તેની હિલચાલ અને પગલાંના નિશાનના આધારે ટીમ સતત તેની શોધખોળ કરી રહી છે.

ડ્રોન અને ટ્રાન્ક્યુલાઇઝર ગનથી સર્ચ ઓપરેશન

દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે વન વિભાગે ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તારનું એરિયલ સર્વેલન્સ શરૂ કર્યું છે. સાથે જ ટ્રાન્ક્યુલાઇઝર ગન સાથે વિશેષ ટીમ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. જરૂર પડશે તો દીપડાને પાંજરામાં પકડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

દસક્રોઈ, સાણંદ સહિત આસપાસના વિસ્તારોમાં પણ તપાસ

માત્ર ઘૂમા જ નહીં પરંતુ દસક્રોઈ, સાણંદ અને આસપાસના વિસ્તારોમાં પણ વન વિભાગે તપાસ શરૂ કરી છે. દીપડો અન્ય વિસ્તારમાં ગયો હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. વન વિભાગના જણાવ્યા મુજબ, દીપડો દિવસ દરમિયાન ઝાડી અથવા અવાવરું વિસ્તારમાં સંતાઈ જાય તેવી શક્યતા હોવાથી સાંજ પડ્યા બાદ ફરી એકવાર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. દીપડો પકડાય નહીં ત્યાં સુધી વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ સતત સ્થળ પર તૈનાત રહેશે.

આ પણ વાંચો- અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન

સ્થાનિકોને સાવચેત રહેવાની અપીલ

વન વિભાગે બોપલ-ઘૂમા વિસ્તારના લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નાના બાળકોને એકલા ન મોકલવા અને કોઈપણ સ્થળે દીપડો જોવા મળે તો તાત્કાલિક વન વિભાગ અથવા પોલીસને જાણ કરવા અપીલ કરી છે. હાલ સમગ્ર વિસ્તારમાં સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે અને દીપડાને  પકડવા માટે સતત પ્રયાસો ચાલુ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
Embed widget