Gujarat Politics: બીજેપીએ અચાનક પૂર્ણેશ મોદીને સોંપી મોટી જવાબદારી, કાર્યકરોમાં શરુ થયા અનેક તર્કવિતર્ક
અમદાવાદ: હાલમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. જ્યારે આવતા વર્ષે એટલે કે, 2024મા લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને બીજેપીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે.
અમદાવાદ: હાલમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. જ્યારે આવતા વર્ષે એટલે કે, 2024મા લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને બીજેપીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. આજે ભાજપ દ્વારા સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગરહવેલીના પ્રભારીની નિમણુંક કરવામાં આવી છે.
ધારાસભ્ય પુર્ણેશ મોદીને પ્રભારી બનાવવામાં આવ્યા
ગુજરાત સરકારના માજી મંત્રી અને વર્તમાન ધારાસભ્ય પુર્ણેશ મોદીને પ્રભારી બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ સહ પ્રભારી તરીકે ભરૂચના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલની નિમણુંક કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને બીજેપી એક્શન મોડમાં જોવા મળી રહી છે. જો કે, પુર્ણેશ મોદી અને દુષ્યંત પટેલની પ્રભારી તરીકેની નિમણુંકને લઈને અનેક તર્કવિતર્ક પણ શરુ થયા છે.
ભાજપના કાર્યકરોમાં પણ અચંભો
કારણ કે, મોટાભાગે કેન્દ્ર સાથે સંકળાયેલા નેતાઓની દમણ-દીવ દાદરા નગરહવેલીના પ્રભારી તરીકે નિમણૂક કરાતી હતી. જોકે, આ વખતે દક્ષિણ ગુજરાતના નેતાની સીધી નિમણુંક થતા ભાજપના કાર્યકરોમાં પણ અચંભો છે. આમ પણ બીજેપી ચોંકાવનારા નિર્ણયો લેવા માટે જાણીતી છે.
કોણ છે પૂર્ણેશ મોદી?
તમને જણાવી દઈએ કે, પૂર્ણેશ મોદી રાહુલ ગાંધી સામે કેસ કરીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે મોદી સરનેમ મામલે રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો જેના કારણે રાહુલ ગાંધીને સજા થઈ અને ત્યાર બાદ તેમનું સંસદ સભ્ય પદ ગયું. જો કે, કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીને ફરી રાહુલને સભ્ય પદ મળી ગયુ છે. પૂર્ણેશ મોદી હાલ સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય છે. તેમની પાસે બી.કોમ અને એલએલબીની ડિગ્રીછે અને વ્યવસાયે તેઓ વકીલ છે.
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, તેઓ પહેલીવાર 2013માં વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા બન્યા હતા. સ્થાનિક ધારાસભ્ય કિશોર વાંકાવાલાના અવસાન બાદ તેમને બીજેપીએ ટિકિટ આપી હતી. તો બીજી તરફ ઓગસ્ટ 2022માં તેમનું ખાતું છીનવી લેવામાં આવ્યું. 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે જીતી ગયા. જો કે બીજી વાર તેમને મંત્રી પદ આપવામાં આવ્યું નથી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial