શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20,966 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20,966 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં પણ અમદાવાદમાં કોરોનાનો ખતરો વધ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8391 કેસ નોંધાયા છે. જે મુંબઈ કરતા પણ 2000 કેસ વધારે છે. ગઈકાલે પણ કોરોનાની ત્રણેય લહેરમાં પહેલીવાર એક જ દિવસમાં 6000થી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. આજે અમદાવાદ શહેરમાં 6 દર્દીઓના કોરોનાથી મોત થયા થયા છે.

બીજી તરફ રાજ્યમાં 9828  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,76,166 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 89.67 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  12 મોત થયા. આજે 2,02,592 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 8391, સુરત કોર્પોરેશનમાં 3318,  વડોદરા   કોર્પોરેશનમાં 1998,  રાજકોટ કોર્પોરેશનમાં 1259,  સુરતમાં 656,  ભાવનગર કોર્પોરેશનમાં 526, ગાંધીનગર કોર્પોરેશનમાં 446, વલસાડમાં 387, ભરૂચમાં 302, નવસારીમાં 278, મોરબીમાં 265, મહેસાણામાં 258, જામનગર કોર્પોરેશનમાં 255, વડોદરામા 254, આણંદમાં 247, બનાસકાંઠામાં 240, કચ્છમાં 194, ગાંધીનગરમાં 178, ખેડામાં 168, પાટણમાં 151, સુરેન્દ્રનગરમાં 146, અમદાવાદમાં 138, રાજકોટમાં 127, જૂનાગઢ કોર્પોરેશનમાં 95, નર્મદામાં 84, જામનગરમાં 80, દાહોદમાં 75, પોરબંદરમાં 61, સાબરકાંઠામાં 54, અમરેલીમાં 47, દેવભૂમિ દ્વારકામાં 46, ભાવનગરમાં 44, તાપીમાં 43, પંચમહાલમાં 42, ગીર સોમનાથમાં 39, મહીસાગરમાં 37, જૂનાગઢમાં 19, ડાંગમાં 9, અરવલ્લીમાં 4, બોટાદમાં 3, છોટા ઉદેપુરમાં 2 નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 90726 કેસ છે. જે પૈકી 125 વેન્ટીલેટર પર છે, જ્યારે 90,601 નાગરિકો સ્ટેબલ છે. 8,76,166 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,186 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 12 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત  કોર્પોરેશનમાં 1, વલસાડમાં 2, ભરૂચમાં 1 અને સાબરકાંઠામાં બે દર્દીઓના મોત થયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 263 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 5643 લોકોને પ્રથમ અને 21,701 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 30,136 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 64,376 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 32,947 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 47,515 લોકોને અપાયો છે.  આજે કુલ 2,02,592 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,55,82,092 લોકોને રસી અપાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું?Gujarat Rain Forecast : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં કરા સાથે વરસાદની આગાહી? જુઓ મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Embed widget