શોધખોળ કરો
Advertisement
દુષ્કર્મ કેસમાં દોષિત નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં સજાને લઈને શું કરી અપીલ ? જાણો
નારાયણ સાંઈએ સુરત સેસન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. સેશન્સ કોર્ટનો ચુકાદો ભૂલભરેલો હોવાની અપીલમાં રજૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ: દુષ્કર્મ કેસમાં દોષિત નારાયણ સાંઇએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. સુરત સેસન્સ કોર્ટે નારાણય સાંઈને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે નારાયણ સાંઈએ સુરત સેસન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. સેશન્સ કોર્ટનો ચુકાદો ભૂલભરેલો હોવાની અપીલમાં રજૂઆત કરવામાં આવી છે.
નારાયણ સાંઈએ પોતાને ખોટી રીતે થયેલી સજા હાઇકોર્ટે રદ કરે તેવી અપીલમાં માંગણી કરી છે. હાઇકોર્ટના બે જજની ખંડપીઠે નારાયણ સાંઈની અપીલને દાખલ કરી છે. તેણે સમય મર્યાદા કરતાં મોડા અપીલ કરી છે. અપીલ કરવામાં વિલંબ થયો છે. જોકે હાઈકોર્ટે વિલંબને લઈ તેને માફ કર્યો છે.
2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેમના પિતા આસારામ પર બળાત્કાર મામલે ફરિયાદ દાખલ કરી હતી. સુરતમાં સાધિકા પર બળાત્કાર ગુજારવાના કેસમાં સેશન્સ કોર્ટે નારાયણસાંઇને આજીવન કેદની સજા ફટકારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement