શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ બળાત્કારનો આરોપી નારાયણ સાઈ જેલમાંથી બહાર, ગુજરાત હાઈકોર્ટે શું આપ્યો આદેશ ?
ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને તેની માતાની સારવાર માટે 14 દિવસના પેરોલ આપ્યા છે. નારાયણ સાઈ પણ સુરતની સાધ્વી સામે બળાત્કારના આરોપમાં સુરતની લાજપોર જેલમાં નારાયણ સાંઈ છે.
અમદાવાદઃ આશ્રમમાં ભણતી સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈને ફર્લો જામીન મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને તેની માતાની સારવાર માટે 14 દિવસના પેરોલ આપ્યા છે. નારાયણ સાઈ પણ સુરતની સાધ્વી સામે બળાત્કારના આરોપમાં સુરતની લાજપોર જેલમાં નારાયણ સાંઈ છે.
નારાયણ સાંઈએ માતાની તબિયત ખરાબ હોવાથી જામીન માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે ફર્લો જામીન મંજૂર કરતાં 5000 રૂપિયાના બોન્ડ જેલમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે. નારાયણ સાંઈએ આ અગાઉ પણ 10 દિવસના જામીન માટે અરજી કરી હતી પણ તેની અરજી નકારી કઢાઈ હતી.
નારાયણ સાંઈએ હાઇકોર્ટમાં નવેસરથી અરજી કરી હતી કે, તેની માતાની તબિયત ખરાબ છે અને અગાઉ આવેલા હાર્ટ એટેકને લીધે હૃદય માત્ર 40 ટકા જ કામ કરે છે.તેણે પરિવારને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાત હાઈકોર્ટે તેની અરજી સ્વીકારીને નારાયણ સાંઈને 5000 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ જેલ સત્તાધીશો સમક્ષ જમા કરાવવાનો નિર્દેશ કરી ફર્લો મંજૂર કર્યા છે. સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે નારાયણ સાંઈના પિતા આશાસારામને આજીવન કેદની સજા ફટકારી છે. તે હાલ જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement