શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં આ તારીખ સુધી રહેશે રાત્રી કરર્ફ્યૂ, પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો
અમદાવાદમાં રાત્રે 9 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી પોલીસ કરફ્યૂનો કડક અમલ કરાવશે. નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ કરફ્યુની અંતિમ તારીખ જાહેર કરાઇ નહોતી. અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાત્સવે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે મુજબ અમદાવાદમાં હવે આગામી સાત ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે.
અમદાવાદમાં રાત્રે 9 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી પોલીસ કરફ્યૂનો કડક અમલ કરાવશે. નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા અમદાવાદમાં શુક્રવાર રાત્રે 20 ડિસેમ્બરથી સોમવાર સવારના 23 ડિસેમ્બર સુધી કરફ્યૂ લદાયો હતો. અમદાવાદ જ નહી પણ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ મહાનગરોમાં પણ જાહેરનામું પ્રસિદ્ધ થાય તેવી શક્યતા છે.
કરફ્યૂમાં પેટ્રોલીયમ સીએનજી , એલપીજી, પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન એકમ ટેલિકોમ્યુનિકેશન સર્વિસીસ, રાષ્ટ્રીય માહિતી કેંદ્ર, પ્રારંભીક ચેતવણી એજન્સી, પોલીસ, હોમગાર્ડઝ , સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઈમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સંરક્ષણ કેન્દ્રીય સશસ્ત પોલીસ દળ, જેલો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની આવશ્યક સેવાઓને, જાહેર અને ખાનગી ક્ષેત્ર સહિતના તમામ તબીબી સેવાઓ, મેડીકલ સ્ટોર તથા ઈ. કોમર્સ દ્વારા ફાર્માસ્યુટિકલ હોમ ડિલવરી, દૂધ વિતરણ, ઈલેકટ્રીક મીડીયા અને પ્રીન્ટ મીડીયા, ખાનગી સિકયુરીટી સેવાઓ, આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો, ફાર્માસ્યુટીકલ તથા જે ઉત્પાદન એકમોમાં સતત પ્રક્રિયાની જરૂર પડે છે તેને છૂટ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
અમદાવાદ
Advertisement