શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં વધુ 14 વિસ્તારોમાં આકરાં નિયંત્રણો લદાયાં, જાણો હવે કેટલા વિસ્તારોમાં લોકડાઉન ?
ગઈ કાલે 12મી જુલાઇએ શહેરમાં નવા 14 માઇક્રો કન્ટન્મેન્ટ ઝોન ઉમેરાયા હતા. જ્યારે એક વિસ્તારને મુક્ત કરાયો હતો.
અમદાવાદઃ શહેરમાં એક તરફ કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે, બીજી તરફ શહેરમાં માઇક્રો કન્ટન્મેન્ટ ઝોન પણ સતત વધી રહ્યા છે. ગઈ કાલે 12મી જુલાઇએ શહેરમાં નવા 14 માઇક્રો કન્ટન્મેન્ટ ઝોન ઉમેરાયા હતા. જ્યારે એક વિસ્તારને મુક્ત કરાયો હતો. આમ, શહેરમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનનો આંકડો 190 પર પહોંચ્યો છે.
ગઈ કાલે જાહેર કરાયેલી યાદી પ્રમાણે, પશ્ચિમ ઝોનમાં અંજલિ ચાર રસ્તા પાસેની યોગેશ્વર સોસાયટીના 210 અને ચાંદખેડા વિસ્તારમાં સિદ્ધચલ ફ્લેટમાં 355 લોકોનો માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. પૂર્વ ઝોનમાં વિરાટનગર વિસ્તારમાં ગીતાનગરના 19 મકાન માઈક્રો કન્ટેન્મેન્ટમાં સમાવાયા છે.
પૂર્વ ઝોનમાં અમરાઈવાડી વિસ્તારમાં ત્રણ સોસાયટીના 250 લોકો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવાયા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં પાંચ સોસાયટીઓ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. બોડકદેવની બે અને ચાંદલોડિયાની ત્રણ સોસાયટીઓ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે.
જ્યારે મધ્ય ઝોનમાં ગિરધરનગર વિસ્તારમાં શેઋજંય ફ્લેટને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion