શોધખોળ કરો
Advertisement
‘હવે તું મારા બનેવી સાથે ઘર કરીને રહેજે’, આડાસંબંધની શંકામાં પતિએ પત્નીને કહ્યું આમને પછી......
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં પતિએ બનેવી સાથે પત્નીના આડા સંબંધો હોવાની શંકા રાખી તેના પર એસિડ ફેંકતા ચકચાર મચી હતી.
અમદાવાદ: શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં પતિએ બનેવી સાથે પત્નીના આડા સંબંધો હોવાની શંકા રાખી તેના પર એસિડ ફેંકતા ચકચાર મચી હતી. આ અંગેની વિગત મુજબ રાણીપ વિસ્તારમાં રહેતા કનુ પરમારને પત્ની સાથે ઝઘડો થયો હતો.
કનુભાઈએ પત્નીને ઝઘડો કરી માર મારી અને અપશબ્દો પણ કહ્યા હતા. ફરિયાદ મુજબ આરોપીએ તેની પત્નીને કહ્યું હતું કે હવે તું મારા બનેવી સાથે જ ઘર કરીને રહેજે. આ ધમકી આપી આરોપીએ કહ્યું હતું કે હું તારા પર એસિડ ફેંકી દઈશ. દરમિયાન આરોપીએ એસિડની બોટલ ભરી લાવીને પત્ની પર ફેંક્યું હતું.
આ હુમલામાં પત્નીએ સ્વ બચાવનો પ્રયાસ કર્યો એટલે તેમના મોઢાને બદલે ગળે એસિડ પડ્યું હતું. આ ઘટના બાદ આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા. દરમિયાન આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે આ અંગે આરોપીના પત્નીની ફરિયાદના આધારે કનુ પરમારની ધરપકડ કરી છે. પીડિતા પત્નીને આ મામલે પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને હૉસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.
સુષ્મા સ્વરાજના આ નિર્ણય બાદ પતિએ કહ્યું હતું, મેડમ, હું તમારી પાછળ 46 વર્ષથી દોડી રહ્યો છું હવે......
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement