શોધખોળ કરો

PM Modi Gujarat Visit: પીએમ મોદી આ સપ્તાહે ફરી આવશે ગુજરાત, જાણો ક્યા કાર્યક્રમમાં આપશે હાજરી

PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગઈ છે. આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે તો આ સપ્તાહમાં પીએમ મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી શકે છે.

PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગઈ છે. આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે તો આ સપ્તાહમાં પીએમ મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી શકે છે. 7મી ઓગસ્ટના રોજ પીએમ મોદી ગુજરાત આવી શકે છે. નેશનલ હેન્ડલુમ દિવસના કાર્યક્રમમાં પીએમ મોદી હાજર રહી શકે છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે નેશનલ હેન્ડલુમ દિવસનો કાર્યક્રમ યોજાશે. પીએમ આ કાર્યક્રમમાં હાજર રહેશે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમો પણ નક્કી થાય તેવી શક્યતા છે. નોંધનિય છે કે આ પહેલા પીએમ ગત સપ્તાહે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. 

ગુજરાતના બેરોજગાર યુવાનોને લઈને અરવિંદ કેજરીવાલે શું કરી મોટી જાહેરાત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. આ કડીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા છે. તેઓએ સોમનાથમાં સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે તેમના ભાષણની શરૂઆત બોટાદમાં થયેલા કેમિકલ કાંડથી કરી હતી. ગુજરાતમાં લાગુ દારુબંધીને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. લઠ્ઠાકાંડના મુદ્દાથી શરૂઆત કરી મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પડ્યું હતું. તેમને વધુમાં જણાવ્યું હતું કે પીડિતોની મુલાકાત લીધી હતી. હજુ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તેમને મળવા ગયા નથી. સી.આર.પાટીલ પણ તેમને મળવા નથી ગયા. દરેક વસ્તુમાં વોટ ન જોવા. નશાબંધીના નામે હજારો કરોડોના ધંધા ચાલી રહ્યા છે. જે લોકો પોતાના બાળકોને ઝેરી દારૂ પીવડાવી ઈચ્છે છે તે ભાજપમાં વોટ આપે સારું શિક્ષણ આપવા ઈચ્છતા લોકો અમને વોટ આપે. બેરોજગારીના હિસાબે ગુજરાતના 23 વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી. સરકારી નોકરી માટે રિશ્વત આપવી પડે છે અને મળતી નથી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોઈ વસ્તું ફ્રીમાં મળતી નથી છતા પણ ગુજરાત ઉપર 3.5 લાખ રૂપિયાનું દેવું છે. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં થયેલા પેપરલીક મામલે પણ સરકારને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓના કેરિયર સાથે થતા ચેડાંને ડામવા અમે કાયદો લાવીશું અને પેપરલીક જેવી ઘટના ન બને તે માટે સજાની પણ જોગવાઈ કરીશું.

હવે આત્મહત્યા કરવાની જરૂર નથી

ગુજરાતના એક એક યુવાનનો મોટો ભાઈ આવી ગયો છે હવે આત્મહત્યા કરવાની જરૂર નથી. દરેક માતા પિતાનો દીકરો આવી ગયો છે. 5 મહિના પછી દરેકને નોકરી આપવાનું વચન આપ્યું. 5 વર્ષમાં મારી વાત પૂર્ણ નહિ કરું તો વોટ માંગવા નહિ આવું. 1 જુલાઈથી પંજાબમાં પણ વીજળી ફ્રી ગુજરાતમાં સરકાર બનશે તો અહી પણ 24 કલાક વીજળી આવશે અને 300 યુનિટ ફ્રી આપશું, 31 ડિસેમ્બર, 2021 સુધીના તમામ બિલ માફ કરવામાં આવશે. 

બીજા પક્ષના હમણાં મને જોતા જોતા ગાળો દેતા હશે. કેજરીવાલ ફ્રી રેવડી આપી રહ્યો છે તેમ કહેતા હશે પરંતુ તે લોકો બધી રેવડી પોતાના મિત્રોને આપે છે અને સ્વિસમાં નાખે છે. કેજરીવાલ રેવડી જનતાને આપશે. ગુજરાતી સરકાર પર 3.5 લાખનો કરજો છે. સિંગાપુરની સરકારે પણ એમને નિમંત્રણ આપ્યું અને કહ્યું કે અહી આવો અને બધાને કહો તમે કેટલું સારું કામ કરો છો. પરંતુ મને ન જવા દીધો .હું આ મંચ પરથી ચેલેજ કરી છું કેજરીવાલે જેવા સ્કૂલ દિલ્હીમાં બનાવ્યા છે તેવી તમે 1 સ્કૂલ બનાવી દેખાડો. જે રીતે મે હોસ્પિટલ બનાવી છે તેવી બનાવી દેખાડો. જે મોડલ અમારી પાસે છે તે ભાજપ પાસે નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Embed widget