શોધખોળ કરો

Gujarat election 2022: અમદાવાદમાં શાંતિ પૂર્ણ મતદાન માટે હજારો પોલીસ જવાનો રહેશે ખડેપગે, સિનિયર સિટિઝનને મળશે આ લાભ

Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને આજે અમદાવાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ચુંટણી સંબંધી અમદાવાદ પોલીસની તૈયારીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.

Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને આજે અમદાવાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ચુંટણી સંબંધી અમદાવાદ પોલીસની તૈયારીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કોમલ વ્યાસ ( DCP કન્ટ્રોલ) દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, વિધાનસભાની ચુંટણીને લઈને આચાર સંહિતાનો અમલ થયો ત્યારથી સતત કામગીરી કરવામાં આવી રહી છે. કાયદો વ્યવસ્થા જાળવવીએ પોલીસની ફરજ છે.  નાસતા ભાગતા આરોપી પકડવા  જેવી તમામ કામગીરી કરવામાં આવી રહી છે. 10 હજાર જેટલા જવાનો, 6 હજાર જેટલા હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે. શહેરના પોલીસની સાથે રહીને તમામ નાકાએ રહીને પણ કામગીરી કરવામાં આવી રહી છે.

સિનિયર સીટીઝન તેમજ દિવ્યાંગ પોતાના ઘરેથી મતદાન કરી શકશે.  આ ઉપરાંત વાહન ચેકીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ચુંટણીને લઈને કોઈ પણ અવરોધ ન આવે તે માટે તમામ કામગીરી કરવામાં આવી રહી છે. 15 કંપની SRP, 1500 જેટલાં SRP જવાનો, 10 હજાર જેટલા શહેર પોલીસના જવાનો અને
6 હજાર જેટલા હોમ ગાર્ડ જવાનો ફરજ બજાવશે. સેકન્ડ ફેઝમાં આ તમામ લોકો સાથે કામગીરી થશે.

નાકા પોઇન્ટ ઉપર કોઈ ગેર કાયદેસર હેરાફેરી ન થાય તે માટે CCTV નો ઉપયોગ થાય છે. બોડી વાન કેમેરા દ્વારા પણ કામગીરી થાય છે જેને લીધે લાઈવ અને બેક અપ પણ લઈ શકાય છે. જરૂર પડ્યે વિસ્તારમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. વોટર અવરનેસ પ્રોગ્રામમાં C ટીમનો ઉપયોગ થઈ રહ્યો છે.

અંતરિયાળ વિસ્તારમાં સીનીયર સીટીઝન, સાથે ફર્સ્ટ ટાઇમ વોટરના અવરનેસ માટે પણ શહેર પોલીસ કામગીરી કરી રહી છે. ચૂંટણી સંબંધી કામગીરીમાં પોલીસ અધિકારી મત આપવાથી વંચિત ન રહે તે માટે પોસ્ટર બેલેટ વોટિંગ કેમ્પનું આયોજન કરાયું છે. ૮૫ ટકા પોલીસે પોસ્ટર બેલેટથી મતદાન કર્યું છે.

ગુજરાતમાં ક્યારે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બે તબક્કામાં મતદાન યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસમ્બરે બીજા તબક્કાનું વોટિંગ થશે. મત ગણતરી 8 ડિસેમ્બરે થશે. અમદાવાદ પૂર્વમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોના મત રાજકીય પાર્ટીઓ માટે સૌથી મહત્વના છે. જેમાં અમદાવાદમાં બીજા તબક્કામાં યોજાનારા મતદાનની સાથે પ્રથમ તબક્કા માટે સૌરાષ્ટ્રમાં રત્ન કલાકારો સાથે જોડાયેલા મતદારોના મત મળે તે માટે વિવિધ રાજકીય પાર્ટીઓએ વિશેષ ટીમ બનાવીને હીરાના કારખાને જઇને તેમને વધુમાં વધુ શૈક્ષણિક, સામાજીક અને રાજકીય ફાયદો મળે તેવા વચનો આપવાના શરૂ કર્યા છે. અમદાવાદ પૂર્વમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો અને તેમના પરિવારના લાખો મત રાજકીય પાર્ટીઓ માટે મહત્વના છે. જેથી વિવિધ રાજકીય પાર્ટીઓએ હીરાના કારખાનાઓમાં જઇને રત્ન કલાકારોને રીઝવવાનું શરૂ કર્યું છે. જેમાં ભાજપના નેતાઓએ  રત્ન કલાકારોના બાળકોને મફત શિક્ષણ, વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ તેમજ મકાન બનાવવા કે ધંધો કરવા માટે લોન અપાવવાની પણ ખાતરી આપી છે. સાથે સાથે હાલ હીરા ઉદ્યોગમાં વિવિધ કામગીરીમાં મળતો વળતરનો દર ઓછો હોવાને કારણે તેનો વધારો કરી આપવાની પણ ખાતરી આપી હતી.  તો આમ આદમી પાર્ટી તેમના ગેંરટી કાર્ડ આપી રહી છે. જેમાં બાળકોને મફત શિક્ષણ, મેડીકલની સાથે વીજળી મફત આપવા ઉપરાંત, ગુજરાતના લાખો રત્ન કલાકારોના પડતર પ્રશ્નો હલ કરવા માટેના વચન આપે છે. જો કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો હજુ રત્ન કલાકારો સુધી ખાસ પહોંચ્યા નથી.સૌથી નવાઇની વાત એ છે કે રત્ન કલાકારોના મત મેળવવા માટે હીરાના કારખાનાના સંચાલકોને એક રાજકીય પાર્ટીએ કેટલીક ડીલ પણ કરી છે. જેમાં   કારખાનાના મેનેજરને બાઇક કે અન્ય ચીજવસ્તુઓ પણ ઓફર કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિAmreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષUS Elections 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે અંતિમ મતદાન, જુઓ કોણ મારશે મેદાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
Embed widget