શોધખોળ કરો
Advertisement
આ મહિલા PSIએ બળાત્કાર કેસમાં બિઝનેસમેન સાથે કર્યો 35 લાખનો તોડ, થઈ ગયાં જેલભેગાં
આ રેપ કેસની તપાસ પીએસઆઈ શ્વેતા જાડેજા કરતા હતાં. તેમણે કેનલ શાહને પાસાની ધમકી આપી રૂપિયા 20 લાખની માંગણી કરી હતી.
અમદાવાદ: જીએસપી ક્રોપ કંપનીના એમડીને બે રેપ કેસમાં પાસા કરવાની ધમકી આપી રૂપિયા 35 લાખનો તોડ કરનાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચના મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલ અમદાવાદમાં આ પીએસઆઈ ચર્ચાનો વિષય બન્યા છે.
મુખ્ય સરકારી વકીલ સુધિર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, આ રેપ કેસની તપાસ પીએસઆઈ શ્વેતા જાડેજા કરતા હતાં. તેમણે કેનલ શાહને પાસાની ધમકી આપી રૂપિયા 20 લાખની માંગણી કરી હતી. આ રૂપિયા કેનલ શાહે તેમની ઓફિસની એકાઉન્ટન્ટ જૈનાલી શાહ મારફતે સીજી રોડની આર.સી.આંગડીયા પેઢી મારફતે જાનકી નામથી જામજોધપુરના જયુભાને ફેબ્રુઆરી મહિનામાં મોકલ્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરીને જૈનાલી શાહ અને આરોપી પીએસઆઈ શ્વેતા જાડેજા વચ્ચે થયેલા વોટ્સએપ ચેટિંગના સ્ક્રીનશોટ તેમજ કોલ રેકોર્ડિગ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તેમજ પૈસાની લેવડ-દેવડની તપાસ કરવા બેંક સ્ટેટમેન્ટ અને આંગડિયા પેઢીના માલિકે પણ બે વાર આ વ્યવહારો થયા અંગે નિવેદન આપ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion