શોધખોળ કરો
Advertisement
હાર્દિક પટેલની વધી શકે છે મુશ્કેલી, જાણો કયા કેસમાં હાજર રહેવા અપાઈ નોટિસ
2015ની 25મી ઓગસ્ટના રોજ અમદાવાદના GMDC મેદાન પર પાટીદાર અનામત આંદોલન અંતર્ગત હાર્દિક પટેલના નેતૃત્વમાં વિશાળ સભા યોજાઈ હતી. આ સભા બાદ પાટીદારો પર થયેલા કથિત દમન અંગે સરકારે પૂંજ કમિશનની રચના કરી હતી. પૂંજ કમિશને આ મામલે જવાબ રજૂ કરવા પાટીદાર નેતા હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, અમરીશ પટેલ સહિત અન્ય આગેવાનોને નોટિસ આપી છે.
અમદાવાદઃ 2015ની 25મી ઓગસ્ટના રોજ અમદાવાદના GMDC મેદાન પર પાટીદાર અનામત આંદોલન અંતર્ગત હાર્દિક પટેલના નેતૃત્વમાં વિશાળ સભા યોજાઈ હતી. આ સભા બાદ પાટીદારો પર થયેલા કથિત દમન અંગે સરકારે પૂંજ કમિશનની રચના કરી હતી. પૂંજ કમિશને આ મામલે જવાબ રજૂ કરવા પાટીદાર નેતા હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, અમરીશ પટેલ સહિત અન્ય આગેવાનોને નોટિસ આપી છે.
આ કેસમાં હાર્દિક અને અમરીશ પટેલને 16 સપ્ટેમ્બરે હાજર રહેવા સૂચના આપી છે. જ્યારે ચિરાગ પટેલને 21 સપ્ટેમ્બરે હાજર રહેવા નોટિસ આપી છે. 2015ના આ મામલે ગુજરાત સરકારે વર્ષ 2017ના ઑક્ટોબર મહિનામાં હાઇકોર્ટના નિવૃત જજ કે.એ. પૂંજની અધ્યક્ષતામાં એક તપાસ પંચની રચના કરી હતી.
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે રચાયેલા હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. એ. પૂંજની તપાસ પંચની કામગીરી આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહી છે. અને પૂંજ કમિશન આગામી 30મી સપ્ટેમ્બર પછી રાજ્ય સરકારને આ મામલે પોતાનો અહેવાલ સુપરત કરશે.
અનુષ્કા શર્માએ શેર કરી બિકિની તસવીર, સ્વીમિંગ પૂલમાં આમ કરી રહી છે રિલેક્સ, જુઓ તસવીરો
દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં આ યુવા ખેલાડીઓ પર રહેશે સૌની નજર, જાણો કોણ કોણ છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
Advertisement