શોધખોળ કરો

Rahul Gandhi Gujarat Visits: મિશન 2022 માટે રાહુલ ગાંધી આવશે ગુજરાત, અશોક ગેહલોત પણ રહેશે હાજર

Rahul Gandhi Gujarat Visits: મિશન 2022 માટે હવે કોંગ્રસે પણ કમર કસી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી સપ્તાહે ગુજરાત આવી રહ્યા છે. રાહુલ ગાંધી સાથે મહાસચિવ કેસી વેણુગોપાલ પણ ગુજરાત આવશે.

Rahul Gandhi Gujarat Visits: મિશન 2022 માટે હવે કોંગ્રસે પણ કમર કસી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી સપ્તાહે ગુજરાત આવી રહ્યા છે. રાહુલ ગાંધી સાથે મહાસચિવ કેસી વેણુગોપાલ પણ ગુજરાત આવશે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અંગે આવતીકાલે કોંગ્રેસની મહત્વની બેઠક યોજાશે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત પણ ગુજરાત આવશે. અમદાવાદમાં કોંગ્રેસના અગ્રનીય નેતાઓ સાથે બેઠક કરશે. 2 વાગ્યે અશોક ગેહલોત જયપુરથી અમદાવાદ આવશે. જયપુરમાં વિધાયકોની મીટિંગ પછી અમદાવાદ આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે.

પીએમ મોદી આ તારીખે આવશે ગુજરાત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેને લઈને ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની મુલાકાત વધારી દીધી છે. હવે આ કડીમાં પીએમ મોદી ફરી એક વખત ગુજરાત આવશે. પીએમ મોદી 27 અને 28 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. પીએમ મોદી 27 ઓગસ્ટે અમદાવાદ અને 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેશે. 27મીએ અમદાવાદ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ અને જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત 28મીએ પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અહીં એક જનસભાને સંબોધિત કરશે. આ સિવાય પીએમ મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનો પ્રારંભ કરાવવાના છે.

પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા માટે દોઢ લાખ ચો.મી. જગ્યા પર બે લાખ લોકો માટે ડોમ બનાવવામાં આવશે. આગામી 28 ઓગસ્ટના પીએમ ભુજ આવી રહ્યા છે ત્યારે રાજકીય, સરકારી, પ્રજાકીય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કચ્છ યુનિ.ના પાછળના નોન-યુઝ મેદાનમાં સુવિધા ઉભી કરવા રાત દિવસ કામ ચાલી રહ્યું છે. સ્મૃતિવનનું અર્થક્વેક મ્યુઝિયમ પૂર્ણ કરવા એજન્સી 24 કલાક દોઢસો કામદારો પાસે કામ કરાવી રહી છે. આ પ્રવાસ દરમિયાન અંદાજિત દસ હજાર કરોડના કામોનું લોકાર્પણ અને જાહેરાત કરશે.

દલિત સમાજની જમીન ભાજપના નેતાએ બિલ્ડરોને આપી દીધી: મનિષ દોશી

વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમા બે મત્રીઓ પાસેથી ખાતા પરત લેવામાં આવતા રાજકારણ ગરમાયું છે. રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીના ખાતા પરત લેવામાં આવ્યા છે. હવે આ અંગે કોંગ્રેસ બીજેપી સરકાર પર પ્રહાર કરી રહી છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, સી.આર.પાટીલે ચાલુ ભાષણે ફોન ઉપાડવો પડ્યો હતો. મનિષ દોશીએ આરોપ લગાવતા કહ્યું કે, 2017માં ભાજપે જુઠ્ઠાણા ફેલાવી સત્તા મેળવી હતી. ત્રણ વર્ષમાં મંત્રી મંડળ બદવું પડ્યું. જે મંત્રીઓના વખાણ કરતા તે ખોટા ? ખેડા જિલ્લામાં જુદા-જુદા સર્વે નંબરની જમીનના કાચા ચિઠ્ઠા રાજેન્દ્ર ત્રિવેદીના હાથમાં આવ્યા હતા. જે તેમને દિલ્હીના બોસને આપ્યા. 30 હજાર ચોરસ મીટર જમીન કોના નામે હતી ? અમદાવાદમાં પણ અનેક જમીનમાં આવું થયુ છે. દલિત સમાજની જમીન ભાજપના નેતાએ બિલ્ડરોને આપી દીધી છે. ખોટા ખેડૂતો ઉભા કરાયા હતા. પુર્ણેશ મોદીએ એક્ટ ઓફ ગોડ નડ્યો. ખાડા તો ના પુરાયા પણ મંત્રી હટી ગયા. ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

સૌથી મોટો ભ્રષ્ટાચાર થયાનો આરોપ

તેમણે વધુમાં કહ્યું કે, મંત્રી બદલવાથી સરકારનું લૂંટનું ચરિત્ર નહીં બદલાય. 10 દિવસ પહેલા મહેસુલ વિભાગની અંદર સૌથી મોટો ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો છે. 30 હજાર વાર સરકારી અને દલિતોની જમીન ભાજપના નેતાઓના ખાતે જમા થઈ છે. સુપર CMની ટાંટિયા ખેંચની રમતમાં પુર્ણેશ મોદીનો ભોગ લેવાયો છે. રાજેન્દ્ર ત્રિવેદીએ એકત્ર કરેલ પુરાવા જનતા સમક્ષ મુકવાની વાત કોંગ્રેસ પ્રવક્તાએ કરી છે. તેમનું રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ મૂકો. ભાજપમાં અંદરો અંદર ગરબડ અને મહેસુલ વિભાગમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના પૂર્વ પ્રધાનો અને નેતાઓનો ભ્રષ્ટાચાર રાજેન્દ્ર ત્રિવેદીને હાથ લાગ્યો હતો. ભૂ માફિયાઓને બચાવવા આવું પગલું લેવાયું છે. દલિતો અને સરકારી જમીન કોને પચાવી પાડી તે જણાવો ? આમ હવે કોંગ્રેસે એક પછી એક આરોપ લગાવીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget