શોધખોળ કરો
Advertisement
ગંભીર દર્દીઓની સારવાર માટે ઉપયોગી રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત
હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓ માટે હાલ આ ઇન્જેક્શન નો ઉપયોગ ન કરે.
અમદાવાદઃ કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે ઉપયોગી રેમડેસિવિર ઇન્જેક્શનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ આ ઇન્જેક્શનનો મર્યાદિત પુરવઠો હોવાથી મુશ્કેલી વધી છે. જોકે, 8 જુલાઈ બાદ ગુજરાતમાં આ ઇન્જેક્શનની તંગી હળવી થશે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ કમિશનરે રાજ્યના તબીબોને અનુરોધ કર્યો છે કે, હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓ માટે હાલ આ ઇન્જેક્શન નો ઉપયોગ ન કરે.
ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલના કમિશ્નર એચ.જી. કોષિયાએ અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ગંભીર દર્દીઓ વંચિત રહી ન જાય તેની તબીબો કાળજી રાખે. અત્યાર સુધી 1600થી વધુ ઇન્જેક્શનનો ગુજરાતમાં ઉપયોગ થઈ ચૂક્યો છે. હાલ એડવાન્સ બુકિંગ કરવું પડે તેવી સ્થિતિ છે. 8 જુલાઈ બાદ ઇન્જેક્શનનો પુરવઠો વધશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement