અમદાવાદ શહેરમાં 7 સપ્ટેમ્બર 2026ના રોજ વિવિધ માંગણીઓને લઈને રિક્ષાચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી.
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: અમદાવાદ શહેરમાં 7 સપ્ટેમ્બર 2026ના રોજ વિવિધ માંગણીઓને લઈને રિક્ષાચાલકો દ્વારા પાડવામાં આવેલી હડતાળ દરમિયાન અનેક વિસ્તારોમાં ગુંડાગર્દી અને દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે.

- અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળ, મુસાફરો સાથે દાદાગીરી કરી.
- દર્દીઓને પણ ઉતારી, ન જોડનારને કટ્ટર ધમકીઓ અપાઈ.
- કેબ સંચાલકોએ ભાડાંમાં 50% થી વધુનો ઉછાળો કર્યો.
- AMC એ બસોના રૂટ લંબાવી મુસાફરોને રાહત આપી.
Ahmedabad: અમદાવાદ શહેરમાં 7 સપ્ટેમ્બર 2026ના રોજ વિવિધ માંગણીઓને લઈને રિક્ષાચાલકો દ્વારા પાડવામાં આવેલી હડતાળ દરમિયાન અનેક વિસ્તારોમાં ગુંડાગર્દી અને દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે. રાણીપ બસ સ્ટેન્ડ, ઈસ્કોન અને રેલ્વે સ્ટેશન જેવા મુખ્ય સ્થળોએ હડતાળિયા રિક્ષાચાલકોએ નોકરીયાતો, મુસાફરો અને આણંદથી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આવેલી મહિલા દર્દી જેવા ગંભીર દર્દીઓને પણ જબરદસ્તીથી રિક્ષામાંથી ઉતારી મૂક્યા હતા. હડતાળમાં ન જોડાનારા ચાલેકોને વાહનોના કાચ ફોડી નાખવાની કટ્ટર ધમકીઓ આપવામાં આવી હતી. આ કટોકટી અને તંત્રના પ્રારંભિક નિષ્ક્રિય સંચાલન વચ્ચે કેબ સંચાલકોએ ભાડાંમાં 50% થી વધુનો મોટો ઉછાળો કરીને લૂંટ ચલાવી હતી. જોકે, બપોર બાદ એએમસી (AMC) તંત્ર જાગતાં AMTS ની 967 અને BRTS ની 308 બસોના રૂટ લંબાવી સમયસર સંચાલન આપતાં માત્ર 6 કલાકમાં 72,096 થી વધુ મુસાફરોએ જાહેર પરિવહનનો આશરો લીધો હતો.
ગુંડાગર્દી અને દર્દીઓની હેરાનગતિ
રાણીપ અને રેલ્વે સ્ટેશન નજીક રિક્ષાચાલકોએ બેફામ બનીને બાઈક ટેક્સી તથા પેસેન્જર ભરેલી રિક્ષાઓને આંતરી હતી. હોસ્પિટલ જતા દર્દીઓ કરગરતા રહ્યા છતાં તેમને અધવચ્ચે ઉતારી દેવાયા હતા.
આ પણ વાંચો...MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
કેબ સંચાલકોની મનમાની અને લૂંટ
રિક્ષાઓ બંધ રહેતા ઓલા-ઉબેર અને અન્ય કેબ ડ્રાઈવરોએ ગાંધીનગર જવા માટે ₹1000 સુધીની અવાસ્તવિક માંગણી કરીને મુસાફરો પાસે ચાર ગણા ભાવ વસૂલ્યા હતા.
ઓટો રિક્ષાની હડતાળને લઈ ઉંઘતું રહેલું AMC પ્રશાસન હવે જાગ્યું
અમદાવાદમાં ઓટો રિક્ષાચાલકોની હડતાળ વચ્ચે અડધો દિવસ વિત્યા બાદ આખરે AMC પ્રશાસન જાગ્યું છે. રિક્ષાચાલકોની મનમાની સામે હેરાન થતા નાગરિકો માટે જાહેર પરિવહન જ એકમાત્ર આશરો બનતાં AMTS અને BRTS બસોમાં મુસાફરોનો જબરદસ્ત ધસારો જોવા મળ્યો હતો. માત્ર 6 કલાકમાં જ બપોરે 12 વાગ્યા સુધીમાં72,096 મુસાફરોએ BRTSમાં મુસાફરી કરી હતી, જેના કારણે BRTSની આવકમાં ચાર ગણો વધારો નોંધાયો છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે મનપાના અધિકારીઓએ બસ સંચાલન સમયસર ચલાવવા કડક સૂચનાઓ આપી છે. જે મુજબ BRTSની 308 અને AMTSની 967 બસોને રૂટ પર ઉતારવામાં આવી છે. આ ઉપરાંત, બીજી શિફ્ટના ડ્રાઈવરોને વહેલા પહોંચવા અને જ્યાં સુધી નવા ડ્રાઈવર ન આવે ત્યાં સુધી બસ ન છોડવાના આદેશ આપી તમામ બસોનું નિયમિત સંચાલન થાય તેવી વિશેષ ગોઠવણ કરવામાં આવી છે.
Before You Go
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
Frequently Asked Questions
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળ ક્યારે પાડવામાં આવી હતી?
હડતાળ દરમિયાન મુસાફરોને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો?
હડતાળિયા રિક્ષાચાલકોએ નોકરીયાતો, મુસાફરો અને ગંભીર દર્દીઓને પણ રિક્ષામાંથી ઉતારી મૂક્યા હતા. કેબ સંચાલકોએ ભાડામાં 50% થી વધુનો વધારો કરીને લૂંટ ચલાવી હતી.
હડતાળને પહોંચી વળવા AMC તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા હતા?
AMC તંત્રએ AMTS ની 967 અને BRTS ની 308 બસોના રૂટ લંબાવ્યા હતા. બીજા શિફ્ટના ડ્રાઈવરોને વહેલા બોલાવી જાહેર વાહનવ્યવહાર પૂર્વવત કરવાનો પ્રયાસ કરાયો હતો.
AMC ના પગલાં પછી કેટલા મુસાફરોએ જાહેર પરિવહનનો લાભ લીધો?
AMC દ્વારા બસોના રૂટ લંબાવ્યા પછી, માત્ર 6 કલાકમાં 72,096 થી વધુ મુસાફરોએ AMTS અને BRTS બસો દ્વારા જાહેર પરિવહનનો આશરો લીધો હતો.






















