શોધખોળ કરો

જૂનાગઢ ભારતી આશ્રમમાં સન્નાટો, હરિ હરાનંદ બાપુ ગુમ થતા પોલીસ આવી એક્શનમાં

જૂનાગઢ: મહામંડલેશ્વર હરિ હરાનંદ બાપુ સંપર્ક વિહોણા થતા ચકચાર મચી જવા પામી છે. મહામંડલેશ્વર હરિ હરાનંદ બાપુ ગુમ થતા ભારતી આશ્રમ ખાતે સન્નાટો જોવા મળી રહ્યો છે. સેવકોએ પણ બોલવાનું ટાળ્યુ છે.

જૂનાગઢ: મહામંડલેશ્વર હરિ હરાનંદ બાપુ સંપર્ક વિહોણા થતા ચકચાર મચી જવા પામી છે. મહામંડલેશ્વર હરિ હરાનંદ બાપુ ગુમ થતા ભારતી આશ્રમ ખાતે સન્નાટો જોવા મળી રહ્યો છે. સેવકોએ પણ બોલવાનું ટાળ્યુ છે. આ ઉપરાંત આશ્રમના સંચાલક મહાદેવ ભારતી બહાર હોવાનું સેવકોએ જણાવ્યું છે. આ અંગે પોલીસે ગુમસુદાની ફરિયાદ દાખલ કરી છે. વડોદરા પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોતરાઈ છે. જે ચિઠ્ઠી અને વીડિયો વાયરલ થાય છે તે પોલીસે મેળવી ગુમ થવાનું કારણ શોધવા કવાયત શરુ કરી છે. પોલીસે હાઇવ નજીકના સીસીટીવી, મોબાઈલ લોકેશન અને કથિત સેવકોની તપાસ શરૂ કરી છે.

અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો

અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો છે. સરખેજ ભારતી આશ્રમના વિવાદથી વ્યથિત મહામંડલેશ્વર  હરિહરાનંદ  ભારતી બાપુ ગુમ થયા છે. વ્યથિત હોવાથી  હરિહરાનંદ ભારતી બાપુ આશ્રમ છોડી નિકળી ગયા છે. ગત રાતથી  હરિહરાનંદ ભારતીબાપુ સંપર્ક વિહોણા થયા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક પામ્યા બાદ  હરિહરાનંદ  ભારતી બાપુએ ગાદી સંભાળી છે. 

આ દરમિયાન  હરિહરાનંદ ભારતીબાપુનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ ગુમ થયાનું કારણ પણ જણાવી રહ્યાં છે. વિડીયોમાં તેઓ કહી રહ્યાં છે કે આશ્રમના વીલમાં નામ હોવા છતાં તેમની સાથે કાવાદાવા થયા. આ ઉપરાંત ઘણા સમયથી ધાક ધમકીઓ પણ મળી રહી છે.તો તેમના નામે એક ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં તેમણે લખ્યું છે.

“ હું લખનાર હરિહરાનંદ ભારતી, સરખેજ ભરતી આશ્રમનો વિવાદ  મારા ગુરુ બ્રહ્મલિન થયા બાદ ખુબ થયો છે. વીલ મારા નામનો છે, છતાં પણ હું સનાથળ આપવા તૈયાર હતો. આ વિવાદનું નિવારણ કઈ આવતું નથી. કોઈ મારુ કહ્યું માનતા નથી, હું મૂંઝાણો છું. હું કંટાળીને નીકળી ગયો છું. મને એન  કેન રીતે બદનામ કરે છે, ખોટા દબાણ કરે છે. લિ. હરિહરાનંદ ભારતી”

કેવડિયા આશ્રમના પરમેશ્વર ભારતીએ નોંધાવી ફરિયાદ 
હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થવાના મામલે કેવડિયા આશ્રમના પરમેશ્વર ભારતીએ વાડી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પરમેશ્વર ભારતીએ જણાવ્યું છે કે હરિહરાનંદ ભારતી બાપુ અમદાવાદથી વડોદરાના સેવક રાકેશને ત્યાં આવ્યાં હતા. રાકેશ ઇકો કારમાં તેમેં વડોદરા હાઇવે પર  કપુરાઈ ચોકડી નજીક હનુમાન મંદિર આગળ છોડી ગયો. કારેલીબાગ ખાસવાડી આશ્રમ ખાતે કાળું નામના ઈસમને ત્યાં જવાનું  કહ્યું ત્યાર પછી હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થયા છે. આ ફરિયાદના આધારે પોલીસે સીસીટીવીની મદદ લઇ હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમને પણ કામે લગાડી છે. છેલ્લે હરિહરાનંદ ભારતી બાપુ 30 એપ્રિલે રાત્રે 9 વાગ્યે જોવા માલ્યા હતા. 

93 વર્ષની વયે મંડલેશ્વર સ્વામી વિશ્વંભર ભારતી  બ્રહ્મલીન થયા
ગિરનારના જૂના અખાડાના વરિષ્ઠ મંડલેશ્વર સ્વામી વિશ્વંભર ભારતી અમદાવાદના સરખેજમાં આવેલા તેમના આશ્રમ ભારતી આશ્રમ ખાતે  93 વર્ષની વયે ગત વર્ષે 10 એપ્રિલના રોજ બ્રહ્મલીન થયા હતા. વિશ્વંભર  ભારતીબાપુ સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં આર્યુવેદ દવાઓનું ઔષધાલય ચલાવતા હતા. આશ્રમમાં એકે  સ્વયસંચાલીત ગુરુકુળ પણ છે. તેમના દેવલોક બાદ હરિહરાનંદ બાપુ ભારતી બાપુના નવા વારસદાર બન્યાં હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget