શોધખોળ કરો
અમદાવાદની મૂલાકાતે શ્રી શ્રી રવિશંકર મહારાજ, ભક્તોની હાજરીમાં પૂજા અને યજ્ઞનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ: અમદાવાદના એઇસી ગ્રાઉન્ડ ખાતે શ્રી શ્રી રવિશંકર મહારાજે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા, મેયર ગૌતમ શાહ તથા અનેક મહંતોએ હાજરી આપી હતી. ભક્તોની હાજરીમાં પૂજા અને યજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં એક લાખથી સવા લાખ જેટલા ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. નારી તું નારાયણી વિષય અંતર્ગત કુંવારિકા પૂજન અને મહિલાઓ પરના અત્યાચાર પર્યાવરણનું જતન તથા યુવાનોમાં વ્યસનની લત જેવી સાત બાબતો પર શપથ લેવાડવ્યા હતા. રવિશંકર મહારાજ તા.31મીએ નૂતનવર્ષે વાસદ આશ્રમ ખાતે જશે, ત્યારબાદ વડોદરા અને વાપી ખાતે અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. તહેવાર દરમિયાન જ રવિશંકર મહારાજ 30 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી રાજ્યના અનેક શહેરોની મુલાકાતે છે ત્યારે ભક્તોનું ઘોડપુર ઉમટે તેવી શક્યતો છે
વધુ વાંચો






















