Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
Ahmedabad News:અમદાવાદમાં પીજી ચલાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો સૌથી પહેલા આ નિયમ જાણી લો, અમદાવાદ કોર્પોરેશને શું નવી પોલીસ જાહેર કરી.

Ahmedabad News: અમદાવાદમાં પીજીનો વ્યવસાય મોટા પ્રમાણમાં ચાલે છે. જો કે આ મામલે અમદાવાદ કોર્પોરેશને નવી પોલિસી જાહેર કરી છે. જો આપ પણ આ વ્યવસાય સાથે જોડાયેલા છો અથવા તો આપ પીજીમાં રોકાણ કરીને આ વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો સૌથી પહેલા અમદાવાદ કોર્પોરેશનની નીતિને જાણી લો. PG માટે AMCએ પોલિસી જાહેર કરી છે.
અમદાવાદમાં હોસ્ટેલ, બોર્ડિંગ, PG માટે AMCની પોલિસી શું છે જાણીએ
જો આપ અમદાવાદમાં હોસ્ટેલ, બોર્ડિંગ, PG ચલાવી રહ્યાં હો અથવા તો ભવિષ્યમાં શરૂ કરવાનું પ્લિંગ છે તો આ નિયમ જાણી લો.અમદાવાદ કોર્પોરેશનની નવી પોલિસી મુજબ હવે સોસાયટીના NOC વગર પીજી નહી ચલાવી શકાય. અમદાવાદ કોર્પોરેશનની પીજી, હોસ્ટેલ, બોર્ડિંગ માટેની પોલિસીમાં ફાયર, પોલીસ, એસ્ટેટની મંજૂરી પણ ફરજિયાત કરવામાં આવી છે. હોસ્ટેલની કુલ જગ્યાનું 20 ટકા પાર્કિંગ ફરજિયાત છે. ઉપરાંત લોજિંગમાં ઉપયોગના 30થી 50 ટકા પાર્કિંગ ફાળવવું જરૂરી છે. હોસ્ટેલ અથવા લોજમાં સેનિટેશનની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદની જૂની સોસાયટીમાં મોટા પ્રમાણમાં પીજી ચાલે છે. પીજીના કારણે સોસાયટીના અન્ય રહેવાસીઓને અનેક વખત મુશ્કેલીનો સામનો કરે પડે છે.સોસાયટીમાં ચાલતા પીજીના કારણે કેટલીક સમસ્યા સર્જાતા અનેક વખત સોસાયટીના રહેવાસીની ફરિયાદો પણ સામે આવી હતી.આ તમામ સમસ્યાના નિવારણ માટે અમદાવાદ કોર્પોરેશને પીજી, બોર્ડિગ હોસ્ટેલ ચલાવવાના આ નિયમો જાહેર કર્યાં છે.
શહેરોમાં ચાલતા PG-હોસ્ટેલ્સ અંગે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે. કોર્ટે જણાવ્યું છે કે પ્રોપર્ટીમાં કોણ અને કયાં વિસ્તારનાં લોકો રહે છે તેની જાણ હોવી જરૂરી છે. રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, ભવિષ્ય માટે નેશનલ સિક્યુરિટીનો પ્રશ્ન બની શકે છે.
શિવરંજની વિસ્તારમાં ચાલતા એક PG વિવાદની સુનાવણી દરમિયાન કોર્ટનું મહત્ત્વનું અવલોકન સામે આવ્યું છે. કોર્ટે જણાવ્યું કે, રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, હોમસ્ટે-હોસ્ટેલ દેશની સુરક્ષાનો પ્રશ્ન બની શકે છે.પ્રોપર્ટીમાં કોણ અને કયાં વિસ્તારનાં લોકો રહે છે તેની જાણ હોવી જરૂરી છે. આ સાથે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) PG, હોમસ્ટે અને હોસ્ટેલનાં રજિસ્ટ્રેશન સહિતનાં નિયમો અંગે જાગૃતિ ફેલાવવા, નિયમો અને રજિસ્ટ્રેશન અંગે પ્રચાર પ્રસાર કરવા તંત્રને નિર્દેશ કર્યો છે.





















