શોધખોળ કરો

અમદાવાદમાં થથરાવી નાંખે એવા કડાકા સાથે વહેલી સવારે તૂટી પડ્યો વરસાદ, હજુ કેટલા દિવસ પડશે વરસાદ ?

વટવા, રામોલ વિસ્તારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તો મણિનગર, ઓઢવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં એક ઇંચ આસપાસ વરસાદ પડ્યો હતો. સવારે બે કલાક વરસાદ પડ્યા બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. 

અમદાવાદઃ આજે વહેલી સવારે શહેરમાં કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિતના અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં વરસાદ વરસી રહ્યો છે.

શહેરના વટવા, રામોલ વિસ્તારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તો મણિનગર, ઓઢવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં એક ઇંચ આસપાસ વરસાદ પડ્યો હતો. સવારે બે કલાક વરસાદ પડ્યા બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. 

અમદાવાદમાં થથરાવી નાંખે એવા કડાકા સાથે વહેલી સવારે તૂટી પડ્યો વરસાદ, હજુ કેટલા દિવસ પડશે વરસાદ ?

વાડજ વિસ્તારમાં આવેલ સ્વાગત એપાર્ટમેન્ટના બી-૬ બ્લોકના ધાબા પર વિજળી પડી હતી. વિજળી પડતા જ ધાબાની દિવાલમાં સામાન્ય નુકશાન થયું હતું, જેમાં ઓવરહેડ ટાંકી તૂટી ગઇ હતી. સાથે સાથે 12 ફલેટમાં વીજઉપકરણો બંધ થઇ ગયા હતા. ફ્લેટની બહારની દિવાલ જાણે આગ લાગી હોય તે રીતની કાળી થઈ ગઈ હતી. એપાર્ટમેન્ટના રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદને કારણે લોકોની ઊંઘ ઉડી ગઈ હતી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વાસણા બેરેજનું હાલનું લેવલ 129.75 ફૂટ પર છે. વાસણા બેરેજના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે. શહેરના વિરાટનગરમાં સૌથી વધુ 55 મિ.મિ., ઓઢવમાં 57 મિ.મિ., ચકુડીયામાં 48 મિ.મી., ઉસ્માનુપરામાં 25 મિ.મિ., પાલડીમાં 22 મિ.મી., રાણિપમાં 23 મિ.મિ. દાણાપીઠ અને દૂધેશ્વરમાં 26 મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં થથરાવી નાંખે એવા કડાકા સાથે વહેલી સવારે તૂટી પડ્યો વરસાદ, હજુ કેટલા દિવસ પડશે વરસાદ ?

પાલડી, ટાગોર હોલ ખાતે 22 મિ.મિ., ઉસ્માનપુરામાં 25 મિ.મિ. જોધપુરમાં 17 મિ.મિ., સરખેજમાં 20 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. આશ્રમરોડ, મેમનગર, સાયન્સ સિટી, બોપલ, વસ્ત્રાપુર, ગોતા, ઘાટલોડિયા, વગેરે વિસ્તારોમાં વરસાદનું જોરદાર ઝાપટાં વરસવાનું ચાલુ રહ્યું હતું.

અમદાવાદમાં થથરાવી નાંખે એવા કડાકા સાથે વહેલી સવારે તૂટી પડ્યો વરસાદ, હજુ કેટલા દિવસ પડશે વરસાદ ?

ચોમાસાની વર્તમાન સીઝન દરમિયાન અમદાવાદમાં 15 ઈંચ સાથે મોસમનો સરેરાશ 55% વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને હજુ વરસાદની 43% ઘટ છે.  અમદાવાદ જિલ્લામાંથી અત્યાર સુધી માંડલમાં સૌથી ઓછો 9.40 ઈંચ, જ્યારે સાણંદમાં સૌથી વધુ 20.86 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અમદાવાદ શહેરમાં 16.69 ઈંચ, બાવળામાં 32.20 ઈંચ, દસક્રોઈ-ધંધૂકામાં 15.86 ઈંચ, દેત્રોજમાં 11.88 ઈંચ, ધોળકામાં 16.69 ઈંચ, વિરમગામમાં 9.76 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

Embed widget