શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં મોડી રાતે ડમ્પર ચાલકે એક સાથે 8 વાહનો અડફેટે લીધા, મહિલા સહિત 2નાં મોત
અનુપમ સિનેમાથી ખોખરા તરફ જતાં રસ્તા પર એક ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. તેમાં 2 લોકોના મોત નિપજ્યા હતો. પોલીસ દ્વારા ડમ્પરને કબ્જે કરવામાં આવ્યું હતું અને ડમ્પર ચાલકની અટકાયત કરી.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ અનુપમ સિનેમા પાસે એક ડમ્પર ચાલકે 8થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. ત્યાંના રેહવાસી બહાર સુઈ રહ્યાં હતાં તેઓને પણ ડમ્પર ચાલકે અડફેટે લીધા હતાં. ઘટના સ્થળે એક યુવકનું મોત નીપજ્યું અને સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોનું ટોળું વળી ગયું હતું.
અમદાવાદમાં BRTS બાદ ડમ્પર ચાલકો બેકાબુ બન્યા છે ત્યારે ખોખરના અનુપમ સિનેમા પાસે ડમ્પર ચાલકે એક બાઈક ચાલક અને ત્યાં મકાન પાસે સુઈ રહેલા લોકોને અડફેટે લીધા હતાં. અડફેટે લેતાં બાઈક ચાલક દિપક ખટિકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને તેના ભાઈને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘર પાસે સુઈ રહેલા તારાબેન નામની મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અને તેમના દીકરાને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
(પ્રતિકાત્મક તસવીર)
મૃતકના પરિવારજનો અને ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે, ડમ્પર ચાલક નશાની હાલતમાં ધૂત હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. રાત્રીના સમયે આ વિસ્તારમાં ડમ્પર ચાલકોનો ત્રાસ ખૂબ જ વધારે છે તેવું સ્થાનિકોનું કહેવું છે. પરિવારજનો અને ત્યાંના સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.
(ડમ્પર ચાલક)
અનુપમ સિનેમાથી ખોખરા તરફ જતાં રસ્તા પર એક ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. તેમાં 2 લોકોના મોત નિપજ્યા હતો જ્યારે 2 લોકોની હાલત નાજુક છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા ડમ્પરને કબ્જે કરવામાં આવ્યું હતું અને ડમ્પર ચાલકની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. નશાની હાલતમાં ડમ્પર ચાલક જણાશે તો તેની પણ કાર્યવાહી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement