શોધખોળ કરો

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

Anand News: આણંદ જિલ્લાના પ્રસિદ્ધ ઉમરેઠ સંતરામ મંદિરના મહંત પૂજ્ય ગણેશદાસજી મહારાજના નિધનથી સમગ્ર ચરોતર પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. તેઓ વર્ષોથી સંતરામ મંદિરના મહંત તરીકે સેવા આપી રહ્યા હતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજના નિધનથી શોક છવાયો.
  • તેમણે ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અમૂલ્ય યોગદાન આપ્યું.
  • હોસ્પિટલ સહિત અનેક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદોને સેવા આપી.
  • સંતરામ મંદિરની પરંપરા જાળવી, ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય રહ્યા.

Anand News: આણંદ જિલ્લાના પ્રસિદ્ધ ઉમરેઠ સંતરામ મંદિરના મહંત પૂજ્ય ગણેશદાસજી મહારાજના નિધનથી સમગ્ર ચરોતર પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. તેઓ વર્ષોથી સંતરામ મંદિરના મહંત તરીકે સેવા આપી રહ્યા હતા.

પૂજ્ય ગણેશદાસજી મહારાજે ધાર્મિક કાર્યોની સાથે-સાથે વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ પોતાનું અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું. તેમના બહુભાષી અને સેવાભાવી વ્યક્તિત્વના કારણે ઉમરેઠ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભક્તોનો મોટો વર્ગ ધરાવતા હતા.

આ પણ વાંચો...Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

સેવાકીય પ્રવૃત્તિઓ અને માનવસેવામાં અગ્રેસર

સંતરામ મંદિર સાથે જોડાયેલી તમામ સંસ્થાઓના માધ્યમથી તેમણે માનવસેવાની જ્યોત સતત પ્રજ્વલિત રાખી હતી.  તેઓ પદયાત્રી સેવા ટ્રસ્ટ, સંતરામ ગૌશાળા અને સંતરામ છાત્રાલય જેવી સંસ્થાઓની સેવાકીય કામગીરી સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. બી.ડી. પટેલ જનરલ હોસ્પિટલના વહીવટની જવાબદારી લાંબા સમય સુધી સંભાળીને જરૂરિયાતમંદ દર્દીઓને શ્રેષ્ઠ અને મફત/રાહત દરે આરોગ્ય સેવાઓ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. વર્ષ 2025માં પણ તેમણે ટીબીના દર્દીઓ માટે પૌષ્ટિક કીટ વિતરણ જેવા સરાહનીય કાર્યો કરીને સમાજસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ધાર્મિક અને સામાજિક પરંપરા

પૂજ્ય ગણેશદાસજી મહારાજ રામકથા સહિતના વિવિધ ધાર્મિક આયોજનોમાં અગ્રણી ભૂમિકા ભજવતા હતા. ગુરુપૂર્ણિમા અને અન્ય પવિત્ર તહેવારો પર તેમના દર્શન અને આશીર્વચન મેળવવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હતા. તેમણે સંતરામ મંદિરની સેવા અને સંસ્કારની પરંપરાને ખૂબ જ નિષ્ઠાપૂર્વક આગળ વધારી હતી.

તેમના દેહાવસાનથી સંતરામ પરિવાર અને સમગ્ર ભક્તજનો શોકમગ્ન બન્યા છે. સંતરામ મંદિરના સેવાકીય ક્ષેત્રને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. તમામ ભક્તો અને અનુયાયીઓ પૂજ્ય મહંતશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

દર વર્ષે પોષી પૂનમે નડિયાદ ઉપરાંત ઉમરેઠ સંતરામ મંદિરે પણ બોર અને સાકરવર્ષા થાય છે

ઉમરેઠના શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમના દિવસે સાકર-બોરની વર્ષા કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.  જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહે છે. આરતી બાદ જય મહારાજના નાદ સાથે લોકો સાંકર-બોર વર્ષા કરે છે. સાકર-બોર વર્ષાના મહત્ત્વ વિશે મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ જણાવતા હતા કે, એક માન્યતા છે કે બાળક તેની ઉંમર પ્રમાણે બોલતુ ન હોય તો સંતરામ મંદિરમાં સાકર-બોર વર્ષા કરવાની બાધા રાખે તો તે બાળક જલ્દી બોલતું થાય છે.

Frequently Asked Questions

ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન થયું છે, તેમનું નામ શું હતું?

ઉમરેઠ સંતરામ મંદિરના મહંત પૂજ્ય ગણેશદાસજી મહારાજનું નિધન થયું છે. તેમના નિધનથી સમગ્ર ચરોતર પંથકમાં શોકની લાગણી ફરી વળી છે.

પૂજ્ય ગણેશદાસજી મહારાજે કઈ સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું હતું?

તેમણે પદયાત્રી સેવા ટ્રસ્ટ, સંતરામ ગૌશાળા અને સંતરામ છાત્રાલય જેવી સંસ્થાઓ સાથે સક્રિયપણે સેવા આપી હતી. બી.ડી. પટેલ હોસ્પિટલના વહીવટમાં પણ તેઓ સામેલ હતા.

ઉમરેઠ સંતરામ મંદિરમાં પોષી પૂનમે કઈ ખાસ પરંપરા ઉજવવામાં આવે છે?

દર વર્ષે પોષી પૂનમે મંદિરમાં બોર અને સાકરવર્ષા કરવાની પરંપરા છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી જય મહારાજના નાદ સાથે તેમાં જોડાય છે.

ઉમરેઠ મંદિરમાં થતી સાકર-બોર વર્ષાનું શું મહત્વ છે?

એવી માન્યતા છે કે જો બાળક તેની ઉંમર પ્રમાણે ન બોલતું હોય તો આ બાધા રાખવાથી તે જલ્દી બોલતું થાય છે.

Advertisement

ટોપ સ્ટોરી

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
Anand: ઉમરેઠમાં મહી કેનાલ તૂટી, ખેતરો પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર
Anand: ઉમરેઠમાં મહી કેનાલ તૂટી, ખેતરો પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget