શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: એસટી બસમાં ઉતાવળમાં ચઢવા જતાં મહિલાનું ઘટનાસ્થળે મોત, જાણો
એસટી બસમાં ચઢવાની ઉતાવળ કરતાં એક મહિલાને પોતાનો જીવ ગુમાવવો આવ્યો હતો. મહિલા નીચે પડી જતાં જ લોકોનું ટોળું વળી ગયું
અમદાવાદ: અમદાવાદનાં મેમ્કો ચાર રસ્તા પાસે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં મેમ્કો ચાર રસ્તા નજીક એસટી બસમાં ચઢવાની ઉતાવળ કરતાં એક મહિલાને પોતાનો જીવ ગુમાવવો આવ્યો હતો. મહિલા નીચે પડી જતાં જ લોકોનું ટોળું વળી ગયું હતું.
અમદાવાદ-પ્રાંતિજની એસટી બસ મેમ્કો ચાર રસ્તા પાસે પહોંચી હતી તે દરમિયાન કેટલાક મુસાફરો બસમાં ચઢવાની ઉતાવળ કરી રહ્યા હતા. જોકે એસટી બસનાં ડ્રાઈવરે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને એસટી બસ સાઈડમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ લોકોનું ટોળું ઉતાવળમાં ચાલતી એસટી બસમાં ચઢી રહ્યું હતું તે દરમિયાન એક મહિલા એસટી બસનાં દરવાજા સાથે અથડાઈ હતી અને નીચે પટકાઈ ગઈ હતી.
જોકે નીચે પટકાતાં જ મહિલા પર બસનું ટાયર ફરી વળ્યું હતું જેના કારણે તે મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં હતા તેમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, મુસાફરો એસટી બસમાં ચઢવા માટે કેટલા અંશે ઉતાવળ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement