શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: નારોલમાં મહિલા તલાટીનો આપઘાત, આ કેસમાં કરાઈ હતી ધરપકડ
પોલીસે જણાવ્યા અનુસાર નારોલની શ્રીનાથ રેસિડેન્સીમાં રહેતા શીતલ વેગડા મેમનગરમાં તલાટી તરીકે ફરજ બજાવતી હતી. તેના પર લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો.
અમદાવાદ: નારોલ વિસ્તારમાં મહિલા તલાટીએ ઘરમાં જ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. શીતલ વેગડા નામની તલાટી મહિલાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ચાર મહિના પહેલા શીતલ વેગડા પર લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો.
પોલીસે જણાવ્યા અનુસાર નારોલની શ્રીનાથ રેસિડેન્સીમાં રહેતા શીતલ વેગડા મેમનગરમાં તલાટી તરીકે ફરજ બજાવતી હતી. તેના પર લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. શીતલ વેગડા સામે 14 મે 2019ના રોજ વારસાઈનું પ્રમાણપત્ર કાઢી આપવા રૂપિયા 4000ની લાંચની ટ્રેપ થઈ હતી. લાંચના ગુનામાં એસીબીએ ધરપકડ કરી હતી. પોલીસને શીતલ વેગડાની સુસાઇડ નોટ પણ મળી આવી છે જેના આધારે નારોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement