શોધખોળ કરો

અમદાવાદઃ ઇદની આગલી રાતે જ યુવકની હત્યા, આરોપી ભાઇને બહેને ખૂદ પકડાવ્યો

અમદાવાદઃ ઇદની આગલી રાતે જ દાણીલીમડાના ચંડોળા તળાવ પાસે નશામાં ચૂર બે શખ્સોએ મિત્રની જ ઘાતકી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. નશાની હાલતમાં બે શખ્સોએ યુવકની હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી. બીજી તરફ આરોપી ઇમરાનની બહેને જ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેની મળતી વધુ વિગતો પ્રમાણે દાણીલીમડામાં આવેલા ચંડોળા તળાવ પાસે મિર્ઝાપુરમાં રહેતો હસન ઉર્ફે કાળિયો રિક્ષા ડ્રાઇવિંગનું કામ પતાવીને પહોંચ્યો હતો. તે એક ઝુંપડા પાસે બેઠો હતો ત્યારે જ નશો કરનારા તેના જ બે મિત્રો તેની પાસે આવ્યા. મૃતક હસનની સાથે ચંડોળા ખાતે રહેતા આરોપી બસીર અહેમદ શેખ અને ઇમરાન શેખ પણ બેઠા હતા, ત્યારે ત્રણેય વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા બસીર અહેમદ શેખ અને ઇમરાન શેખે હસનને છરીના ઘા સાથળ પર મારી દીધા, જેને કારણે હસનનું ઘટના સ્થળે જ મોત થયું. ઇમરાન હજુ તો હત્યા કરાયેલી લાશ સગેવગે કરવા રિક્ષામાં નાખીને ફરાર થવા જતો હતો. ત્યાં જ ઇમરાનની બહેનને તેના ભાઈએ હત્યા કરી હોવાની જાણ થતાં તેને અને બસીર અહેમદ શેખને પકડી રાખ્યા અને પોલીસને સોંપી દીધા. આરોપીની પોલીસે ધરપકડ કરી તપાસ કરતા ઇમરાન થોડા સમય પેહલાં જ પાસાની સજા કાપીને બહાર આવ્યો હતો અને તે પાવડરનો નશો પણ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું, ત્યારે આરોપીઓએ ક્યાં કારણોસર હત્યા કરી તે બાબતે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget