Teachers’ Day 2023: ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતની પોલિટેકનિક કોલેજના મહિલા પ્રોફેસરને મળશે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર
National Award for Teacher: શિક્ષણ મંત્રાલય દર વર્ષે કેટલાક પસંદગીના શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરે છે. આ વર્ષે મંત્રાલયે આ એવોર્ડ માટે 50 શિક્ષકોની પસંદગી કરી છે. જેમાં ગુજરાતના શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.
![Teachers’ Day 2023: ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતની પોલિટેકનિક કોલેજના મહિલા પ્રોફેસરને મળશે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર Zhankhna Mehta will be honored with the National Award for Teachers Teachers’ Day 2023: ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતની પોલિટેકનિક કોલેજના મહિલા પ્રોફેસરને મળશે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/01/27c4a523c26a13f2e0c933c9d70b5e221693569817059397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
National Award for Teacher: શિક્ષણ મંત્રાલય દર વર્ષે કેટલાક પસંદગીના શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરે છે. આ વર્ષે મંત્રાલયે આ એવોર્ડ માટે 50 શિક્ષકોની પસંદગી કરી છે. જેમાં ગુજરાતના શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. આ પુરસ્કાર સમારંભ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે શિક્ષક દિવસ (5 સપ્ટેમ્બર)ના રોજ યોજાનાર છે. દરેક એવોર્ડમાં મેરિટનું પ્રમાણપત્ર, 50,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને સિલ્વર મેડલ આપવામાં આવે છે.
આ વર્ષે અમદાવાદના મહિલા પ્રોફેસરને રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માનિત કરવામાં આવશે. નેશનલ એવોર્ડ ફોર ટીચર્સથી ઝંખનાબેન મેહતાને સન્માનિત કરવામાં આવશે. પાંચમી સપ્ટેમ્બર ટીચર્સ ડેનાં દિવસે તેમનું સન્માન કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતની પોલિટેકનિક કોલેજના મહિલા પ્રોફેસરને એવોર્ડ મળશે. ટેકનિકલ ક્ષેત્રે પણ ગુજરાતમાંથી એવોર્ડ મેળવનાર એક માત્ર પ્રોફેસર છે. ઝંખનાબેન મેહતા આંબાવાડી ખાતે આવેલ આવેલ પોલીટેકનિકમાં ઇન્સ્ત્રુંમેન્ટલ એન્ડ કન્ટ્રોલ એન્જિનિરિંગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.
નોંધનીય છે તે, ઝંખના મેહતા વર્ષ 2008 થી પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે તેમનો જન્મ ભાવનગર ખાતે થયો હતો.તેઓ 2008માં અમદાવાદમાં આવ્યા હતા ત્યારે તેઓ એડ હોક પ્રોફેસર તરીકે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ફરજ બજાવતા હતા. આ ઉપરાંત 2015માં તેમને જીપીએસસીની પરીક્ષા આપી જે પાસ કરીને તેઓ અમદાવાદની આંબાવાડી ખાતે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં પ્રોફેસર તરીકે નિમણૂક થયા હતા.
એક પણ પોલિટેકનિક કોલેજના પ્રોફેસરને નેશનલ એવોર્ડ મળ્યો નથી
જોકે,ગવર્મેન્ટ પોલિટેકનિકની સ્થાપના 1958માં થઈ છે અને પોલિટેકનિકના ઇતિહાસમાં આજ દિવસ સુધી એક પણ પોલિટેકનિક કોલેજના પ્રોફેસરને નેશનલ એવોર્ડ મળ્યો નથી. હવેઝંખના મેહતા નેશનલ એવોર્ડ મેળવનાર પ્રથમ પ્રોફેસર બનશે. 5 સપ્ટેમ્બરે ઝંખના મેહતાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ મળશે તે ઉપરાંત ચાર સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ તેઓ મુલાકાત કરશે. દેશભરમાંથી ટેકનિકલ એજ્યુકેશન ક્ષેત્રે સંકળાયેલા 13 પ્રોફેસરને એવોર્ડ મળશે જે પૈકી ઝંખના મેહતા ગુજરાતમાંથી એકમાત્ર હશે.
આ પસંદ કરાયેલા શિક્ષકો 3 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય રાજધાની પહોંચશે અને 3 સપ્ટેમ્બર (બપોર) થી 6 સપ્ટેમ્બર (સવારે) સુધી 'ધ અશોક' હોટેલમાં આ પસંદગીના શિક્ષકો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી દિવસો માટેના કાર્યક્રમની ચર્ચા કરવા માટે 3 સપ્ટેમ્બરે સાંજે 5 કલાકે હોટલમાં એક બ્રીફિંગ મીટિંગ યોજાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)