Gujrat election 2022: ફરી ભૂપેન્દ્ર પટલે સંભાળશે ગુજરાતનું સુકાન, મુખ્યમંત્રીના પદ માટે કરાઇ સત્તાવાર જાહેરાત
Gujrat election 2022: ગુજરાત વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક ગાંધીનગર કમલમ્ ખાતે મળી હતી. જેમાં મુખ્યમંત્રી પદ માટે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ કનુભાઇ દેસાઇ મૂકયો હતો જેને દરેક ઘારાસભ્યોએ વધાવી લીધો હતો,.
Gujrat election 2022: ગુજરાત વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક ગાંધીનગર કમલમ્ ખાતે મળી હતી. જેમાં મુખ્યમંત્રી પદ માટે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ કનુભાઇ દેસાઇ મૂકયો હતો જેને દરેક ઘારાસભ્યોએ વધાવી લીધો હતો,.
ગુજરાત વિધાનસભામાં ભાજપે જંગી બહુમતીથી ફરી સત્તામાં વાપસી કરી છે ત્યારે મુખ્યમંત્રીના પદ માટે ભૂપેન્દ્ર પટેલનૂં નામ લગભગ નિશ્ચિત હતું પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરવાની બાકી હતી. આજે કમલમ ખાતે ભાજપના ધારાસભ્યની બેઠક મળી હતી. જેમાં પહેલા કનુભાઇ દેસાઇ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને દરેક ઘારાસભ્યોએ ટેકો આપતા આખરે ગુજરાતનું સતાવાર ફરી સુકાન ભૂપેન્દ્ર પટેલ સંભાળવવા જઇ રહ્યાં છે. આજે બપોરે બાર વાગ્યે ભૂપેન્દ્ર પટેલ સરકાર બનાવવાનો દાવો રાજ્યપાલ સમક્ષ રજૂ કરશે. તો સીએમ ભૂપેંદ્ર પટેલ અને સી.આર પાટીલ 4 વાગે દિલ્લી જશે. તો 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદનો શપથ સમારોહ યોજાશે,
Gujarat Cabinet : રાજકોટમાંથી કોણ બની શકે છે મંત્રી ? જાણો કોના કોના નામ છે ચર્ચામાં
Gujarat Election Results: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. આ ઉપરાંત ભાજપે 50 ટકાથી વધુ વોટ શેર મેળવ્યો હોય તેવું પણ પ્રથમવાર બન્યું છે. ગુજરાતમાં ભાજપ તેની સાતમી ટર્મ માટે તૈયારી કરી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ દરમિયાન મંત્રીપદમાં કોને કોને સ્થાન મળી શકે તેની ચર્ચા શરૂ થઈ છે. રાજ્ય સરકારમાં મંત્રી પદ માટે રાજકોટના અનેક નામો ચર્ચામાં છે.
કોના કોના નામ છે ચર્ચામાં
સૌરાષ્ટ્રના સહકારી અગ્રણી જયેશ રાદડીયાનું નામ મોખરે છે. આ ઉપરાંત રાજકોટની હાઇ પ્રોફાઈલ બેઠક પશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહનું નામ ચર્ચામાં છે. જાણીતા ઉદ્યોગપતિ અને રાજકોટ દક્ષિણના ચૂંટાયેલા ઉમેદવાર રમેશ ટીલાળાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
રાજ્યના ઓબીસી નેતા અને પૂર્વ વિધાનસભાના ચૂંટાયેલા ઉદય કાનગડનું નામ પણ મોખરે છે. સૌરાષ્ટ્રના કોળી સમાજના અગ્રણી કુંવરજીભાઈ બાવળીયાને પણ મંત્રી પદ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. ધોરાજી વિધાનસભામાંથી ચૂંટાયેલા મહેન્દ્ર પાડલીયાનું નામ પણ ચર્ચામાં છે. જો કાંતિ અમૃતિયાને મંત્રી બનાવવામાં આવશે તો ડો. મહેન્દ્ર પાડલીયા કપાઈ શકે છે. જ્ઞાતિના ગણિત મુજબ અને લાયકાત મુજબ આપવામાં આવી શકે છે મંત્રીપદ છે.
ગુજરાત ચૂંટણીમાં 617 અપક્ષે ડિપોઝિટ ગુમાવી
ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં બંને તબક્કામાં મળીને 624 ઉમેદવારો અપક્ષ ઉભા રહ્યા હતા અને જેમાંથી 623 ઉમેદવારો ચૂંટણી લડયા હતા.જેમાંથી ૬૧૭ અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ છે.જો કે ગત 2017ની ચૂંટણી કરતા 166 અપક્ષ ઉમેદવારો ડિપોઝિટ ગુમાવવામા ઓછા છે.જ્યારે આ વખતની ચૂંટણીમાં અપક્ષોને ગત ચૂંટણીની સરખામણીએ મળેલા કુલ વોટની સંખ્યા 90 હજાર વધારે છે.ત્રણ અપક્ષ ઉમેદવાર જીત્યા છે જ્યારે ૩ અપક્ષ ઉમેદવારે તો 40-40 હજારથી વધુ વોટ મેળવીને ત્રણ બેઠકમાં બે અપક્ષે કોંગ્રેસના ઉમેદવારને પાછળ રાખ્યા છે અને એકે તો ભાજપના ઉમેદવારને ટક્કર આપી છે. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કુલ 794 અપક્ષ ઉમેદવારો હતા અને જેમાંથી 784 ઉમેદવારો પોતાની ડિપોઝિટ ગુમાવી હતી.ચૂંટણી પંચના નિયમ મુજબ પડેલા કુલ વોટમાંથી 16.67 ટકા વોટ જે ઉમેદવારને ન મળે તેની ડિપોઝિટ જપ્ત થાય છે. આ વખતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર બંને તબક્કામાં મળીને 624 હતા.જેમાં પ્રથમ તબક્કામાં 304 પુરુષ અને 35 મહિલા સાથે 339 અને બીજા તબક્કામાં 262 પુરુષ અને 21 મહિલા સાથે 285 ઉમેદવાર અપક્ષ હતા. ચૂંટણી લડેલા કુલ 623 ઉમેદવારોમાંથી ત્રણ અપક્ષ ઉમેદવારો જીત્યા છે. જ્યારે 620 ઉમેદવારોમાંથી 617 ઉમેદવારોની ડિપોઝિટ જતી કરવી પડશે. અન્ય ત્રણ ઉમેદવારો એવા છે કે જેઓના વોટ 16.67 ટકાથી વધુ છે.આ ઉમેદવારોના હાલોલના અપક્ષ ઉમેદવારના વોટ 58048 છે અને જેને કુલ 29.21 ટકા વોટ મળ્યા છે.જેની સામે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 3.5 ટકા મુજબ 6944 જ વોટ મળ્યા છે. આ ઉપરાંત લુણાવાડા બેઠકમાં અપક્ષ ઉમેદવાર જયપ્રકાશ પટેલને 43749 વોટ મળ્યા છે અને વોટ શેર 23.78 ટકા છે.