શોધખોળ કરો

Lok Sabha Elections 2024: BJP આજે ઉમેદવારોની પાંચમી યાદી કરી શકે છે જાહેર, આ દિગ્ગજોને મળી શકે છે ટિકિટ

સંભવિત ઉમેદવારોની યાદી પર અંતિમ નિર્ણય લેવા માટે શનિવારે રાત્રે CECની બેઠક યોજાઈ હતી, જેમાં PM નરેન્દ્ર મોદી અને BJP ચીફ જેપી નડ્ડા હાજર હતા.

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP) ઉમેદવારોની પાંચમી યાદી આજે એટલે કે રવિવારે (24 માર્ચ, 2024) આવી શકે છે. યાદી બપોર પછી આવે તેવી શક્યતા છે, જેમાં પાંચ રાજ્યો (ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઓડિશા અને આંધ્ર પ્રદેશ) માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે. આ યાદી અંગે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક શનિવારે (23 માર્ચ, 2024) રાત્રે લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની પાંચમી યાદીમાં સામેલ થવાના નામો પર મંથન કરવામાં આવ્યું હતું. પાર્ટીના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે યુપીની બાકીની 24 સીટોમાંથી (જેના માટે ઉમેદવારોની જાહેરાત થવાની છે) 10 સીટો માટે નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. ગાઝિયાબાદથી અતુલ ગર્ગને તક મળી શકે છે, મેરઠથી અરુણ ગોવિલને તક મળી શકે છે, જ્યારે સહારનપુરથી રાઘવ લખનપાલ અને મુરાદાબાદથી કુંવર સર્વે સિંહ ઉમેદવાર બની શકે છે.

 ધર્મેન્દ્ર પ્રધાન અને સંબિત પાત્રાની ટિકિટ લગભગ કન્ફર્મ થઈ ગઈ!

સૂત્રોના જણાવ્યા અનુસાર મીટિંગ દરમિયાન ઓડિશાની 21 સીટો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી. સંભાલપુરથી ધર્મેન્દ્ર પ્રધાન, પુરીથી સંબિત પાત્રા અને ભુવનેશ્વરથી અપરાજિતા સારંગીને ટિકિટ આપવામાં આવી શકે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, બે વર્તમાન સાંસદોને પણ હટાવી શકાય છે.

બીજેપી સીઈસીની બેઠકમાં ઓડિશાની તમામ 21 સીટો પર ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપના ઓડિશા એકમના પ્રમુખ મનમોહન સામલે મીડિયાને જણાવ્યું કે CECએ ઓડિશાની તમામ 21 લોકસભા બેઠકો અને 147 વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરી. ઓડિશામાં બીજેપી અને બીજુ જનતા દળ (બીજેડી) વચ્ચે પૂર્વ ચૂંટણી ગઠબંધન પર સર્વસંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળતાને કારણે આ ચર્ચા થઈ હતી.

ભાજપની આગામી બેઠકમાં બિહાર-મહારાષ્ટ્ર પર ચર્ચા થશે

બેઠકમાં રાજસ્થાનની આઠ બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી જ્યારે પશ્ચિમ બંગાળની બાકીની તમામ બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે રાજ્યની ત્રણ બેઠકો પર ચર્ચા હજુ બાકી છે. પાર્ટી સીઈસીની આગામી બેઠકમાં બિહાર અને મહારાષ્ટ્ર પર ચર્ચા થઈ શકે છે તેવું કહેવામાં આવ્યું હતું.

ભાજપે લોકસભા ચૂંટણી માટે કેટલી બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે?

સીઈસી અગાઉ બે વાર મળી ચૂકી છે અને અત્યાર સુધીમાં 291 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યા છે. આ બેઠકોમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ, કેરળ અને તેલંગાણા સહિત અન્ય રાજ્યોની બેઠકો પર નિર્ણય લેવામાં આવ્યો હતો. આમાંના કેટલાક રાજ્યોમાં ભાજપે હજુ સુધી ઘણી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી.

સામાન્ય ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે, પરિણામ 4 જૂને આવશે.

સામાન્ય ચૂંટણી માટે પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સહિત પાર્ટીના મહત્વના ચહેરાઓના નામની જાહેરાત થઈ ચૂકી છે. આ તમામ પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાલના મતવિસ્તારોમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે 19 એપ્રિલથી 1 જૂનની વચ્ચે 543 લોકસભા બેઠકો માટે સાત તબક્કાની ચૂંટણીઓ યોજાવાની છે અને મતોની ગણતરી 4 જૂન, 2024ના રોજ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Embed widget