શોધખોળ કરો

8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓની આ મોટી માંગણીઓ સ્વીકારવાના મૂડમાં નથી સરકાર, જાણો કેમ

પગાર વધારાની રાહ જોતા લાખો કર્મચારીઓની આશાઓ પર પાણી ફરી શકે છે. જાણો ફિટમેન્ટ ફેક્ટર અને જૂની પેન્શન યોજના પર સરકાર કેમ કડક વલણ અપનાવી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 8મા પગાર પંચમાં 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવું મુશ્કેલ.
  • જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવી વ્યવહારિક રીતે શક્ય નથી.
  • 5 ફેમિલી યુનિટ ફોર્મ્યુલાની માંગ પર સરકાર વિચારી શકે.
  • સરકાર આર્થિક સ્થિતિ જોઈને મધ્યમ માર્ગ અપનાવશે.

8th pay commission latest news: 8મા પગાર પંચની રચના બાદ દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ પગાર અને ભથ્થામાં મોટા વધારાની આશા રાખીને બેઠા છે. પરંતુ, એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સરકાર કર્મચારી સંગઠનોની તમામ માંગણીઓ સ્વીકારવાના મૂડમાં નથી. નાણાકીય બોજ અને દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર કોઈ વચલો રસ્તો કાઢી શકે છે. આગામી 22 અને 23 જૂને લખનૌમાં થનારી એક મહત્વની બેઠકમાં 3.83 ફિટમેન્ટ ફેક્ટર, જૂની પેન્શન યોજના (OPS) અને 5 ફેમિલી યુનિટ જેવા મુદ્દાઓ પર સીધી ચર્ચા થશે. એવું માનવામાં આવે છે કે સરકાર તિજોરી પર વધુ બોજ ન પડે તે માટે અમુક માંગણીઓ નકારી શકે છે, જેનાથી કર્મચારીઓને થોડી નિરાશા સાંપડી શકે છે.

આખરે કયા એવા મુખ્ય મુદ્દાઓ છે જેના પર પેચ ફસાયો છે અને સરકાર શા માટે કડક વલણ અપનાવી રહી છે? ચાલો વિગતે સમજીએ:

1. 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર કેમ અચકાય છે સરકાર?

કર્મચારી યુનિયનની સૌથી મોટી માંગ 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની છે. જો આ લાગુ થાય, તો બેઝિક પગાર, પેન્શન અને ભથ્થામાં જબરદસ્ત ઉછાળો આવે. પરંતુ સરકાર આ માટે રાજી થાય તેવું લાગતું નથી. કારણ કે, જો કેન્દ્ર સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં આટલો મોટો વધારો કરે, તો તેની સીધી અસર સરકારી તિજોરી પર પડશે. આ ઉપરાંત, કેન્દ્રને જોઈને રાજ્ય સરકારો પર પણ પોતાના કર્મચારીઓના પગાર વધારવાનું નાણાકીય દબાણ આવશે.

આ પણ વાંચોઃ 8th Pay Commission: પટાવાળાથી લઈ શિક્ષકો સુધીના પગારમાં થશે બમ્પર વધારો, જાણો નવો નિયમ

2. જૂની પેન્શન યોજના (OPS) પાછી લાવવી કેમ છે મુશ્કેલ?

જૂની પેન્શન યોજના (OPS) પાછી લાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે નવી પેન્શન સ્કીમ (NPS) શેરબજાર પર આધારિત છે, જ્યારે OPSમાં રિટાયરમેન્ટ પછી છેલ્લા બેઝિક પગારના 50% પેન્શન તરીકે ફિક્સ મળે છે. જોકે, યુનિયનના વરિષ્ઠ નેતાઓ પણ અંદરખાને માને છે કે NPS હવે સિસ્ટમમાં એટલું ઊંડું ઉતરી ગયું છે કે તેને રાતોરાત હટાવવું પ્રેક્ટિકલ નથી. સરકારે હાલમાં જ યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) માં પોતાનો ફાળો વધારીને 18.5% કર્યો છે. આથી હવે યુનિયનો NPS હટાવવાના બદલે "OPS જેવી જ સિક્યોરિટી" ની માંગ પર ફોકસ કરી રહ્યા છે.

3. "5 ફેમિલી યુનિટ" ની ફોર્મ્યુલાની માંગ કેમ?

લઘુત્તમ વેતન નક્કી કરવા માટે અત્યાર સુધી '3 સભ્યોના પરિવાર'ની ફોર્મ્યુલા ચાલતી હતી. પણ હવે યુનિયનની માંગ છે કે તેને વધારીને 5 સભ્યોની કરવામાં આવે. આજના સમયમાં મોંઘવારી, મેડિકલ, ભણતર અને રહેઠાણનો ખર્ચ એટલો બધો વધી ગયો છે કે એક કર્મચારી પર પત્ની, બાળકો અને ઘરડા માતા-પિતા એમ 5 લોકોની જવાબદારી હોય છે. આથી પગાર નક્કી કરતી વખતે આ 5 સભ્યોનો ખર્ચ ધ્યાનમાં લેવો જોઈએ.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?

4. સરકારે કેમ શોધવો પડશે મધ્યમ માર્ગ?

અર્થશાસ્ત્રીઓએ સરકારને ચેતવણી આપી છે કે જો પગાર અને પેન્શનમાં બહુ મોટો વધારો કરવામાં આવશે, તો દેશની તિજોરી ખાલી થશે અને મોંઘવારી પણ ભડકે બળશે. આથી, સરકાર અર્થતંત્ર, રાજકોષીય ખાધ અને કર્મચારીઓની જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવા માટે કોઈ "વચલો રસ્તો" પસંદ કરશે.

આગામી 22 અને 23 જૂને લખનૌમાં પે કમિશન અને કર્મચારી સંગઠનો વચ્ચે એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. હવે જોવું એ રહ્યું કે અંતિમ નિર્ણય શું આવે છે, કારણ કે સરકાર માત્ર યુનિયનોના દબાણમાં આવવાને બદલે પોતાની આર્થિક સ્થિતિ જોઈને જ અંતિમ મહોર મારશે.

Frequently Asked Questions

8મા પગાર પંચની બેઠકમાં કયા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થશે?

8મા પગાર પંચની આગામી બેઠકમાં 3.83 ફિટમેન્ટ ફેક્ટર, જૂની પેન્શન યોજના (OPS) અને 5 ફેમિલી યુનિટ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

સરકાર 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં શા માટે અચકાય છે?

3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાથી સરકારી તિજોરી પર મોટો આર્થિક બોજ પડશે અને રાજ્ય સરકારો પર પણ દબાણ આવશે.

જૂની પેન્શન યોજના (OPS) પાછી લાવવી કેમ મુશ્કેલ બની રહી છે?

OPS ને સંપૂર્ણપણે હટાવવી વ્યવહારિક રીતે મુશ્કેલ છે કારણ કે NPS સિસ્ટમમાં ઊંડાણપૂર્વક સ્થાપિત થઈ ગયું છે. હવે યુનિયનો OPS જેવી સુરક્ષાની માંગ કરી રહ્યા છે.

કર્મચારી યુનિયનો '5 ફેમિલી યુનિટ' ની ફોર્મ્યુલાની માંગ કેમ કરી રહ્યા છે?

વધતી મોંઘવારી અને ખર્ચાઓને કારણે, એક કર્મચારી પર 5 લોકોની જવાબદારી હોય છે. તેથી, પગાર નક્કી કરતી વખતે આ ખર્ચાઓ ધ્યાનમાં લેવા જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget