શોધખોળ કરો

8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?

8th Pay Commission OPS Update: 2 દાયકાથી NPSમાં જમા થયેલા 16.5 લાખ કરોડ રૂપિયા શેરબજારમાં રોકાયેલા હોવાથી OPSમાં પાછા ફરવું અર્થતંત્ર માટે મોટું જોખમ, હવે કર્મચારી સંગઠનો વચલો રસ્તો શોધી રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ કરવી મુશ્કેલ બની રહી છે.
  • NPS ફંડમાં ૧૬.૫ લાખ કરોડ રૂપિયા જમા, અર્થતંત્ર માટે જોખમ.
  • કર્મચારી યુનિયનો હવે NPS/UPS માં ગેરંટી માંગી રહ્યા છે.
  • OPS કર્મચારીઓને ૧૦૦% સુરક્ષિત ભવિષ્ય આપે છે.

8th Pay Commission OPS Update: 8મા પગાર પંચની તૈયારીઓ અને બેઠકો વચ્ચે સરકારી કર્મચારીઓ માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ કરવાની જે માંગ ચાલી રહી હતી, તે પૂરી થવી હવે મુશ્કેલ લાગી રહી છે. ખુદ આર્થિક નિષ્ણાતો અને હવે તો કર્મચારી સંગઠનો પણ એ વાત સ્વીકારી રહ્યા છે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) ને સાવ નાબૂદ કરીને OPSમાં પાછા ફરવું વ્યવહારુ નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે છેલ્લા બે દાયકામાં NPS ફંડમાં 16.5 લાખ કરોડ રૂપિયા જેટલી જંગી રકમ જમા થઈ ચૂકી છે, જે માર્કેટમાં રોકાયેલી છે. જો સરકાર જૂની સિસ્ટમમાં જાય, તો શેરબજાર અને અર્થતંત્રમાં મોટો ભૂકંપ આવી શકે છે. આથી હવે કર્મચારીઓ NPS કે UPS માં જ ગેરંટી માંગી રહ્યા છે.

OPS પર પાછા ફરવું કેમ છે મોટો પડકાર?

વાત એમ છે કે, દેશમાં NPS લાગુ થયાને લગભગ 20 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આટલા વર્ષોમાં કર્મચારીઓના પગારમાંથી કપાયેલા પૈસા અને સરકારના ફાળાને કારણે સિસ્ટમમાં 16.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું મોટું ફંડ ભેગું થઈ ગયું છે. આ પૈસા સરકારી તિજોરીમાં બંધ નથી પડ્યા, પરંતુ LIC, SBI અને UTI જેવી સરકારી નાણાકીય સંસ્થાઓ મારફતે શેરબજાર, સરકારી બોન્ડ્સ અને અલગ-અલગ કોર્પોરેટ સેક્ટરમાં રોકવામાં આવ્યા છે.

જો સરકાર અચાનક NPS બંધ કરીને સંપૂર્ણપણે OPS લાગુ કરે, તો આટલી મોટી રકમ રાતોરાત શેરબજાર અને બોન્ડ માર્કેટમાંથી પાછી ખેંચવી પડે. જો આવું થાય, તો માર્કેટમાં મોટો કડાકો બોલી જાય અને દેશમાં રોકડની (તરલતાની) ભારે અછત ઊભી થાય, જે આર્થિક રીતે મોટું જોખમ છે.

કર્મચારી સંગઠનોએ બદલી રણનીતિ

માર્કેટના આ મોટા જોખમને સમજીને હવે ઘણા કર્મચારી યુનિયનોએ પણ પોતાની માંગમાં થોડો ફેરફાર કર્યો છે. તેઓ હવે સીધેસીધી OPS ની જ જીદ પકડી રાખવાને બદલે, હાલની NPS અથવા નવી આવેલી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) ના માળખામાં જ રહીને "OPS જેવી ગેરંટી" મળે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!

છતાં, કર્મચારીઓને OPS કેમ આટલી વહાલી છે?

આર્થિક બજારની આટલી મોટી મજબૂરીઓ હોવા છતાં, સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના (OPS) ની માંગ કેમ કરે છે? તેનું કારણ એ છે કે OPS કર્મચારીઓને 100% સુરક્ષિત અને મોંઘવારી સામે રક્ષણ આપતું ભવિષ્ય પૂરું પાડે છે. OPS માં પેન્શન માટે કર્મચારીના પગારમાંથી એક પણ રૂપિયો કપાતો નથી; આખો ખર્ચ સરકાર પોતાના બજેટમાંથી ઉપાડે છે.

જ્યારે અત્યારની NPS કે UPS માં કર્મચારીએ દર મહિને પોતાના બેઝિક પગારના 10% રકમ પેન્શન ફંડમાં કાપવા માટે આપવી પડે છે. કર્મચારીઓનું માનવું છે કે આ તેમની મહેનતની કમાણી પર સીધો કાપ છે અને તે અન્યાયી છે. બીજું મોટું કારણ એ છે કે, OPS માં જે રીતે મોંઘવારી વધે તેમ વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થું (DA) વધારવામાં આવે છે, જ્યારે NPS માં આવી કોઈ સગવડ કે ગેરંટી મળતી નથી.

Frequently Asked Questions

શું 8મા પગાર પંચ મુજબ જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ થઈ શકે છે?

લાંબા સમયથી OPS ફરીથી લાગુ કરવાની માંગ ચાલી રહી છે, પરંતુ NPS ફંડમાં જંગી રકમ જમા થવાને કારણે તે મુશ્કેલ લાગી રહી છે. આર્થિક નિષ્ણાતો અને કર્મચારી સંગઠનો પણ હવે તેને વ્યવહારુ નથી માનતા.

OPS ફરીથી લાગુ કરવામાં સૌથી મોટો પડકાર શું છે?

NPS હેઠળ છેલ્લા 20 વર્ષોમાં 16.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું ફંડ એકત્ર થયું છે, જે શેરબજાર અને બોન્ડ માર્કેટમાં રોકાયેલું છે. આ રકમ અચાનક પાછી ખેંચવાથી અર્થતંત્રમાં મોટો ભૂકંપ આવી શકે છે.

કર્મચારી સંગઠનોએ તેમની માંગમાં શું ફેરફાર કર્યો છે?

માર્કેટના જોખમને ધ્યાનમાં રાખીને, ઘણા કર્મચારી યુનિયનોએ હવે સીધી OPS ની માંગ છોડી દીધી છે. તેઓ NPS અથવા UPS હેઠળ

કર્મચારીઓને OPS શા માટે આટલી પસંદ છે?

OPS કર્મચારીઓને 100% સુરક્ષિત ભવિષ્ય આપે છે અને મોંઘવારી સામે રક્ષણ પૂરું પાડે છે. તેમાં કર્મચારીના પગારમાંથી કોઈ કપાત થતી નથી અને પેન્શનનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: 2000 રુપિયા મોંઘું થયું ગોલ્ડ, ચાંદીએ પણ લગાવી છલાંગ
Gold-Silver Price Today: 2000 રુપિયા મોંઘું થયું ગોલ્ડ, ચાંદીએ પણ લગાવી છલાંગ
Stock Market Updates:Stock Market Updates: ભારતીય શેરબજારમાં 19 ઓગસ્ટે નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન
Stock Market Updates:Stock Market Updates: ભારતીય શેરબજારમાં 19 ઓગસ્ટે નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન
Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget