શોધખોળ કરો

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત

કર્મચારી સંગઠનો 3.833 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે, પણ ભૂતકાળના આંકડા દર્શાવે છે કે ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર એટલે વધુ પગારની ગેરંટી નથી; જાણો 8મા પગાર પંચમાં કેટલો વધી શકે છે તમારો પગાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 8મા પગાર પંચ માટે કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટરની રાહ જોઇ રહ્યા છે.
  • નિષ્ણાતો 2.0-2.25 ફેક્ટર શક્ય માને છે, ઊંચાની આશા ઓછી.
  • DA સમાવેશથી, ઊંચા ફિટમેન્ટ છતાં પગાર વધારો ઓછો.
  • 8મા પંચમાં 31% થી 68% પગાર વૃદ્ધિનો અંદાજ.

8th Pay Commission fitment factor: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અત્યારે 8મા પગાર પંચ (8th Pay Commission) ની ભલામણો અને પગારમાં થનારા ફેરફારોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં પગાર પંચ પોતાની ભલામણો તૈયાર કરવામાં વ્યસ્ત છે, ત્યારે કર્મચારીઓનું સૌથી વધુ ધ્યાન 'ફિટમેન્ટ ફેક્ટર' પર કેન્દ્રિત છે. ફિટમેન્ટ ફેક્ટર એ ગુણક (Multiplier) છે જે નક્કી કરે છે કે કર્મચારીના મૂળ પગારમાં કેટલો વધારો થશે. કેન્દ્રીય કર્મચારીઓના પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ (NC-JCM) એ સરકાર પાસે 3.833 ના ફિટમેન્ટ ફેક્ટરની જોરદાર માંગ કરી છે. જોકે, ઘણા નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર હોવાથી પગારમાં અધધ વધારો થઈ જશે એવું નથી. તો ચાલો આ આખી ગણતરી અને મોંઘવારી ભથ્થા (DA) ની ભૂમિકાને સરળ ભાષામાં સમજીએ.

શું ફિટમેન્ટ ફેક્ટર વધવાથી પગાર વધશે જ?

નિષ્ણાતોના મતે 3.833 નો આંકડો ઘણો ઊંચો છે, અને એવી શક્યતા છે કે 8મું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 2.0 થી 2.25 ની વચ્ચે ક્યાંક નક્કી કરશે. હવે સવાલ એ છે કે જો ફિટમેન્ટ ફેક્ટર 2.25 નક્કી થાય, તો શું કેન્દ્રીય કર્મચારીઓના કુલ પગારમાં તેટલા જ પ્રમાણમાં વધારો થશે? જવાબ છે - ના.

ફિટમેન્ટ ફેક્ટર વધારે, પણ પગાર વધારો ઓછો!

જો આપણે જૂના ડેટા પર નજર કરીએ તો ચિત્ર સ્પષ્ટ થઈ જશે:

7મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 2.57 (ઘણું ઊંચું) હતું, તેમ છતાં કર્મચારીઓના કુલ પગારમાં માત્ર 14.29% નો જ વધારો જોવા મળ્યો હતો.

6ઠ્ઠું પગાર પંચ: આમાં ફિટમેન્ટ ફેક્ટર માત્ર 1.86% હતું, પરંતુ કુલ પગારમાં સીધો 54% નો અધધ વધારો થયો હતો.
આ ઉપરાંત, ચોથા અને પાંચમા પગાર પંચ હેઠળ કુલ પગાર વધારો અનુક્રમે 27.60% અને 31% રહ્યો હતો. આ આંકડાઓ જોઈને તમને આશ્ચર્ય થતું હશે કે ઊંચા ફિટમેન્ટ ફેક્ટર છતાં કુલ પગારમાં આટલો ઓછો વધારો કેવી રીતે થઈ શકે?

આ પણ વાંચોઃ આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આકાશમાંથી તૂટી પડશે આફત, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર ઊંચા પગારની ગેરંટી કેમ નથી? સમજો DA નો ખેલ

અહીં સૌથી મોટી અને મહત્વની ભૂમિકા વર્તમાન 'મોંઘવારી ભથ્થા' (DA) દરની હોય છે.

ઉદાહરણ તરીકે, જ્યારે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું, ત્યારે તેમાં 6ઠ્ઠા પગાર પંચ મુજબ મળતા 125% DA નો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. આનો સીધો અર્થ એ થયો કે પગાર પંચના કોઈ નવા વધારા વિના જ હાલનો ફિટમેન્ટ ફેક્ટર 2.25 (100% બેઝિક પગાર + 125% DA) થઈ ગયો હતો. આથી, 2.57 ના ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ 157% નો ચોખ્ખો વધારો નહોતો થતો.

ઓલ ઈન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશન (AINPSEF) ના પ્રમુખ મનજીત સિંહ પટેલ સમજાવે છે કે, 7મા પગાર પંચમાં ઊંચા DA ને એડજસ્ટ કરવા ઉપરાંત, તમામ કર્મચારીઓના મૂળ પગારમાં સમાનતા લાવવા માટે જૂના પગારને 'નોર્મલાઈઝ' (સામાન્ય) પણ કરવામાં આવ્યો હતો. પરિણામે, હાથમાં આવતો સરેરાશ પગાર વધારો માત્ર 14.29% જ રહ્યો. આની સરખામણીમાં 6ઠ્ઠા પગાર પંચ વખતે વર્તમાન DA નો દર માત્ર 24% હતો (એટલે કે 1.24 નો ફિટમેન્ટ ફેક્ટર પહેલાથી જ લાગુ હતો). જેથી 1.86 ના ફિટમેન્ટ ફેક્ટરે કુલ પગારમાં સીધો 54% નો ઉછાળો લાવી દીધો.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?

8મા પગાર પંચમાં કેટલો વધી શકે છે તમારો પગાર?

બેંકબજાર (Bankbazaar) ના એક અંદાજ મુજબ, જો 8મું પગાર પંચ 2.0 થી 2.57 ની રેન્જમાં ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે, તો લેવલ 1 થી 18 ના કર્મચારીઓના કુલ પગારમાં અંદાજે 31% થી લઈને 68% સુધીનો વધારો થઈ શકે છે. (નોંધ: આ ગણતરીમાં માત્ર મૂળ પગાર અને HRA ને જ ધ્યાનમાં લેવામાં આવ્યા છે).

કેવી રીતે થાય છે તમારા નવા પગારની ગણતરી? (ફોર્મ્યુલા)

કર્મચારીઓના પગારમાં બેઝિક, DA, અને HRA મુખ્ય હોય છે. તમે પણ આ રીતે તમારા નવા પગારનો અંદાજ કાઢી શકો છો:

હાલનો કુલ પગાર = બેઝિક પગાર (દા.ત. લેવલ 1 માં ₹18,000) + DA (બેઝિકના 60%) + HRA (X કેટેગરીના શહેર માટે બેઝિકના 24%)

નવો (સુધારેલો) બેઝિક પગાર = હાલનો બેઝિક પગાર × નવો ફિટમેન્ટ ફેક્ટર

નવો કુલ પગાર = નવો બેઝિક પગાર + નવા બેઝિકના 24% HRA (X કેટેગરી માટે)

Frequently Asked Questions

8મા પગાર પંચ અને ફિટમેન્ટ ફેક્ટર શું છે?

8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ફેરફારો માટેની ભલામણો તૈયાર કરે છે. ફિટમેન્ટ ફેક્ટર એ ગુણક છે જે કર્મચારીના મૂળ પગારમાં થનાર વધારો નક્કી કરે છે.

કર્મચારીઓ 8મા પગાર પંચમાં કેટલા ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે?

કેન્દ્રીય કર્મચારીઓના પ્રતિનિધિઓ 3.833 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. જોકે, ઘણા નિષ્ણાતો 2.0 થી 2.25 ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર નક્કી થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરથી હંમેશા પગારમાં મોટો વધારો કેમ નથી થતો?

ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર હંમેશા મોટા પગાર વધારાની ગેરંટી નથી. મોંઘવારી ભથ્થા (DA) નો દર તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે પગાર પંચ લાગુ થતી વખતે એડજસ્ટ થઈ જાય છે.

8મા પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં કેટલો વધારો અપેક્ષિત છે?

બેંકબજારના અંદાજ મુજબ, જો ફિટમેન્ટ ફેક્ટર 2.0 થી 2.57 વચ્ચે નક્કી થાય, તો કુલ પગારમાં અંદાજે 31% થી 68% સુધીનો વધારો થઈ શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

1 ઓક્ટોબરથી FD નિયમોમાં ફેરફાર: દરરોજ સવારે 10 વાગ્યે થશે આ મોટું કામ
1 ઓક્ટોબરથી FD નિયમોમાં ફેરફાર: દરરોજ સવારે 10 વાગ્યે થશે આ મોટું કામ
8th Pay Commission:ફિટમેન્ટ ફેક્ટર સાથે જો સરકારે આ માંગ સ્વીકારી, તો સરકારી કર્મચારીઓને બખ્ખા!
8th Pay Commission:ફિટમેન્ટ ફેક્ટર સાથે જો સરકારે આ માંગ સ્વીકારી, તો સરકારી કર્મચારીઓને બખ્ખા!
ચાંદીમાં 7000 થી વધુનો મોટો ઘટાડો, જાણો હવે કેટલી છે 1 કિલો ચાંદીની કિંમત?
ચાંદીમાં 7000 થી વધુનો મોટો ઘટાડો, જાણો હવે કેટલી છે 1 કિલો ચાંદીની કિંમત?
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Advertisement

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Embed widget