શોધખોળ કરો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?

ઉત્તર અને પૂર્વ ભારતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, અનેક રાજ્યોમાં ભયંકર વાવાઝોડા સાથે કરા પડવાની અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની આગાહી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IMD એ 23 જુલાઈએ 11 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી.
  • તોફાની પવન, વીજળી, કરા સાથે ભૂસ્ખલનની સંભાવના છે.
  • સાયક્લોનિક સર્ક્યુલેશન, નવી સિસ્ટમ વરસાદનું કારણ બનશે.

IMD weather update 23 July: દેશભરમાં હાલ ચોમાસું પૂરી રીતે સક્રિય છે અને મેઘરાજા હવે પોતાનું અસલી રૌદ્ર સ્વરૂપ બતાવવા જઈ રહ્યા છે. હવામાન વિભાગ (IMD) ની નવીનતમ આગાહી મુજબ, આવતીકાલે એટલે કે 23 જુલાઈના રોજ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 11 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને ભયંકર વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આગામી 10 કલાકમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે, જેમાં મૂશળધાર વરસાદની સાથે સાથે કલાકના 85 કિલોમીટર સુધીની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતમાં ચોમાસું તબાહી મચાવી શકે છે, જ્યાં વીજળી પડવાની, કરા પડવાની અને ગીચ જંગલવાળા પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 3 થી 4 દિવસમાં પૂર્વ ભારતમાં ચોમાસાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી શકે છે, તેથી ત્યાંના લોકોને અત્યંત સતર્ક રહેવાની સલાહ અપાઈ છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફાર પાછળનું મુખ્ય કારણ એ છે કે, ઉત્તર-પૂર્વ આસામ અને તેની આસપાસના વિસ્તારોમાં હવાનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ) બની રહ્યું છે. આ ઉપરાંત, ઉત્તર મધ્યપ્રદેશના મધ્ય ભાગોમાં પણ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પરિણામે આવતીકાલે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને આપણા ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકી શકે છે.

આવતીકાલનું હવામાન - ક્યા રાજ્યમાં કેવું રહેશે હવામાન? જાણો તમામ વિગતો:

ગુજરાત (23 જુલાઈ): રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, દીવ, ગીર સોમનાથ, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, તાપી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન અહીં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

દિલ્હી (23 જુલાઈ): રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. 60 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તાપમાનની વાત કરીએ તો આવતીકાલે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

ઉત્તર પ્રદેશ (23 જુલાઈ): મેરઠ, મથુરા, આગ્રા, ચિત્રકૂટ, બાંદા, સોનભદ્ર, મિર્ઝાપુર, કાનપુર, બદાયું, સીતાપુર, બારાબંકી, જાલૌન, હમીરપુર, મહોબા, ઝાંસી, લલિતપુર, ગોરખપુર અને પ્રયાગરાજમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. અહીં 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. લખનૌનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ 27 ડિગ્રી રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

બિહાર (23-24 જુલાઈ): પટણા, સિવાન, સારણ, ભોજપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા, મધુબની, પૂર્ણિયા, કટિહાર, મધેપુરા, કિશનગંજ, બેગુસરાય, ખાગરિયા, ભાગલપુર, મુંગેર, સહરસા અને સુપૌલમાં 50 થી 60 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. પટણાનું મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ 27 ડિગ્રી નોંધાઈ શકે છે.

રાજસ્થાન (23-24 જુલાઈ): બીકાનેર, હનુમાનગઢ, જોધપુર, ઉદયપુર, પ્રતાપગઢ, બાંસવાડા, બારા, કોટા, ભીલવાડા, સવાઈ માધોપુર, ઝુંઝુનુ, ભરતપુર, દૌસા, નાગૌર અને પાલીમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. જયપુરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ પહોંચશે.

મધ્યપ્રદેશ (23 જુલાઈ): ગ્વાલિયર, શિવપુરી, ભોપાલ, ગુના, નીમચ, વિદિશા, સાગર, દમોહ, રાયસેન, મંદસૌર અને આગર-માળવામાં 70 થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદની આગાહી છે. ભોપાલમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી રહેશે.

પંજાબ (23 જુલાઈ): પઠાણકોટ, પટિયાલા, સંગરુર, માનસા, હોશિયારપુર, ભટિંડા, અમૃતસર, જલંધર, બરનાલા, ગુરદાસપુર, કપૂરથલા અને લુધિયાણા માટે 65 થી 70 કિમીની ઝડપે પવન અને મુશળધાર વરસાદની ચેતવણી જારી કરાઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કાલથી 7 દિવસ ભારે વરસાદનું એલર્ટ: 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 15.63 ઈંચ

ઉત્તરાખંડ (23-25 જુલાઈ): પહાડી રાજ્યના બાગેશ્વર, અલ્મોડા, દેહરાદૂન, નૈનીતાલ, પિથોરાગઢ, ચંપાવત, ચમોલી, રૂષિકેશ, હરિદ્વાર અને રુદ્રપ્રયાગમાં 40 થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદ તૂટી પડશે. દેહરાદૂનનું તાપમાન 28 ડિગ્રી (મહત્તમ) અને 24 ડિગ્રી (લઘુત્તમ) રહી શકે છે.

હિમાચલ પ્રદેશ (23 જુલાઈ): સોલન, બિલાસપુર, શિમલા, લાહૌલ-સ્પિતિ, કુલ્લુ, મંડી અને કાંગડામાં 70 થી 75 કિમીની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ છે. મનાલીમાં મહત્તમ તાપમાન ઘટીને 13 ડિગ્રી અને લઘુત્તમ 11 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

જમ્મુ અને કાશ્મીર (23-24 જુલાઈ): કુલગામ, અનંતનાગ, કઠુઆ, પૂંચ, જમ્મુ, બારામુલ્લા, ઉધમપુર, કિશ્તવાડ, ગાંદરબલ, શોપિયા અને રિયાસીમાં ભારે વરસાદની આગાહી છે. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી અને લઘુત્તમ 18 ડિગ્રી નોંધાશે.

ઝારખંડ (23 જુલાઈ): બોકારો, દુમકા, પશ્ચિમ સિંહભૂમ, પૂર્વ સિંહભૂમ, જામતારા, સરાઈકેલા, પલામુ, ધનબાદ, સાહેબગંજ, ગિરિડીહ અને હજારીબાગમાં 50 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાંચીનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી અને લઘુત્તમ 23 ડિગ્રી રહેશે.

પશ્ચિમ બંગાળ (23 જુલાઈ): કોલકાતા, દુર્ગાપુર, અલીપુરદ્વાર, બીરભૂમ, જલપાઈગુડી, મુર્શિદાબાદ, કૂચ બિહાર, કાલિમપોંગ અને હાવડામાં 60 થી 65 કિમીની ઝડપે પવન અને ભારે વરસાદ આવી શકે છે. કોલકાતાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ 29 ડિગ્રી રહેશે.

Frequently Asked Questions

આવતીકાલે એટલે કે 23 જુલાઈએ કયા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે?

હવામાન વિભાગ અનુસાર, 23 જુલાઈએ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 11 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે.

આ હવામાન પલટા દરમિયાન કેવા પ્રકારનો વરસાદ અને વાવાઝોડાની અપેક્ષા છે?

મૂશળધાર વરસાદ સાથે કલાકના 85 કિલોમીટર સુધીની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. વીજળી પડવાની, કરા પડવાની અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની પણ શક્યતા છે.

વાતાવરણમાં થઈ રહેલા આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ શું છે?

ઉત્તર-પૂર્વ આસામમાં બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર મધ્યપ્રદેશમાં સક્રિય થયેલી નવી વરસાદી સિસ્ટમ આ ફેરફારનું મુખ્ય કારણ છે.

23 જુલાઈએ ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે?

અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, ગીર સોમનાથ, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, તાપી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget