શોધખોળ કરો

રેલવે કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચમાં 5 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો પગાર વધશે? જાણો વિગતે

ઈન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઈઝર્સ એસોસિએશને (IRTSA) 8માં પગાર પંચ સમક્ષ નવો બેઝિક પગાર, ભથ્થાં અને પેન્શનમાં મોટા ફેરફારો કરવા માટે એક વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કર્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રેલવે ટેકનિકલ સ્ટાફે 5 ફિટમેન્ટ ફેક્ટર, ₹52,600 લઘુત્તમ પગાર માંગ્યો.
  • પગાર માળખા, ભથ્થાં અને HRA માં મોટા ફેરફારોની રજૂઆત થઈ.
  • નાઈટ ડ્યુટી, બાળકોના શિક્ષણ ભથ્થામાં વધારાની માંગ કરવામાં આવી.
  • જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા અને ગ્રેચ્યુઈટી વધારવા રજૂઆત.

8th Pay Commission update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8માં પગાર પંચની હિલચાલ શરૂ થઈ ગઈ છે, ત્યારે રેલવે કર્મચારીઓ અને ખાસ કરીને ટેકનિકલ સ્ટાફ માટે બહુ જલ્દી એક મોટા અને સારા સમાચાર આવી શકે છે. તમામ સરકારી કર્મચારીઓ અને સંગઠનો આઠમા પગાર પંચ સમક્ષ પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે, જે ભવિષ્યમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર નક્કી કરશે. આ જ કડીમાં, ઈન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઈઝર્સ એસોસિએશન (IRTSA) એ રેલવેના ટેકનિકલ સ્ટાફ માટે એક બહુ મોટો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સંગઠને પગાર માળખું, ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થાં અને નિવૃત્તિ લાભોમાં જંગી ફેરફારોની માંગણી કરતો મેમોરેન્ડમ આપ્યો છે. તેમની સૌથી મુખ્ય માંગ છે કે કમિશન માત્ર એક જ નહીં, પરંતુ 5 અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે અને લઘુત્તમ મૂળ પગાર (બેઝિક સેલરી) ₹52,600 નક્કી કરવામાં આવે.

આવો જાણીએ કે રેલવે કર્મચારીઓ દ્વારા 8માં પગાર પંચ પાસે કઈ-કઈ મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે:

5 અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટરની જોરદાર માંગ

IRTSA એ સ્પષ્ટ માંગ કરી છે કે બધા કર્મચારીઓ માટે એક સમાન ફિટમેન્ટ ફેક્ટર હોવાને બદલે, વિવિધ સ્તરે 5 અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા જોઈએ. સંગઠનની દલીલ છે કે દરેક લેવલ પર કર્મચારીઓની જવાબદારીઓ, તેમનો અનુભવ અને કામનો પ્રકાર અલગ-અલગ હોય છે, તેથી બધા માટે એક જ ફોર્મ્યુલા યોગ્ય નથી. તેમણે જે ફિટમેન્ટ ફેક્ટર સૂચવ્યા છે તે આ મુજબ છે:

લેવલ L-1 થી L-5 માટે: 2.92

લેવલ L-6 થી L-8 માટે: 3.50

લેવલ L-9 થી L-12 માટે: 3.80

લેવલ L-13 થી L-16 માટે: 4.09

લેવલ L-17 અને L-18 માટે: 4.38

નવું પગાર માળખું અને લઘુત્તમ પગાર

એસોસિએશને ટેકનિકલ સુપરવાઈઝર માટે નવી કેડરની રચના અને શરૂઆતી પગારનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. આ સાથે જ તેમણે લઘુત્તમ મૂળ પગાર (બેઝિક સેલરી) વધારીને ₹52,600 કરવાની માંગ કરી છે. તેમના પ્રસ્તાવ મુજબ નવું પગાર માળખું કંઈક આવું હોઈ શકે:

જુનિયર એન્જિનિયર (JE), લેવલ 7: ₹1,57,400

સિનિયર સેક્શન એન્જિનિયર (SSE), લેવલ 8: ₹1,66,800

હેડ SSE (આસિસ્ટન્ટ મેનેજર), લેવલ 9: ₹2,01,600

ચીફ SSE (મેનેજર), લેવલ 10: ₹2,13,000

પ્રિન્સિપાલ SSE (સિનિયર મેનેજર), લેવલ 11: ₹2,57,000

8મું પગાર પંચ: શું હવે પોસ્ટમેનનો પગાર વધીને ₹1.12 લાખ થશે? રજૂ કરાયું મોટું મેમોરેન્ડમ

પગાર વધારો અને મોંઘવારી ભથ્થાં (DA)માં ફેરફાર

કર્મચારીઓએ દર વર્ષે 5% નો વાર્ષિક પગાર વધારો (ઇન્ક્રીમેન્ટ) અને પ્રમોશન મળવા પર બે વર્ષના પગાર જેટલા વધારાની માંગ કરી છે. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA) ગણવા માટે અલગ ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) નક્કી કરવાની માંગ થઈ છે. જેમાં હવે ઇન્ટરનેટ રિચાર્જ, પીવાનું પાણી અને હેલ્થ ઇન્શ્યોરન્સ જેવા ખર્ચાઓ પણ સામેલ કરવામાં આવે. એટલું જ નહીં, DA ને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અને DA ના 50% હિસ્સાને મૂળ પગારમાં ઉમેરી દેવામાં આવે તેવું પણ સૂચન છે.

HRA અને અન્ય ભથ્થાઓમાં તોતિંગ વધારાનો પ્રસ્તાવ

મકાન ભાડા ભથ્થા (HRA) ને વર્તમાનની 3 કેટેગરીના બદલે 4 કેટેગરીમાં વહેંચવા સૂચન કરાયું છે. જેમાં ક્લાસ A શહેરો માટે 40% + DA, ક્લાસ B માટે 30% + DA, ક્લાસ C માટે 20% + DA અને ક્લાસ D શહેરો માટે 10% + DA આપવાની માંગ કરાઈ છે.

નાઈટ ડ્યુટી એલાઉન્સ (NDA) માટે બધા જ કર્મચારીઓ પર એક સમાન ફોર્મ્યુલા લાગુ કરવાની અને ₹43,600 ની વર્તમાન મર્યાદા દૂર કરવાની માંગ છે. બાળકોના શિક્ષણ ભથ્થા (CEA) માં પણ હવે પોસ્ટ ગ્રેજ્યુએશન (અનુસ્નાતક) સુધીનો અભ્યાસ આવરી લેવા અને દર મહિને ₹10,000 અથવા જે વાસ્તવિક ખર્ચ થાય તે આપવાની માંગ કરવામાં આવી છે.

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 283% નો બમ્પર વધારો થઈ શકે છે!

નિવૃત્તિ અને રજાઓને લગતા મહત્વના સૂચનો

કર્મચારીઓએ 30 વર્ષની નોકરી દરમિયાન 5 પ્રમોશન (MACPS - 6, 12, 18, 24 અને 30 વર્ષે) ની માંગ કરી છે. આ ઉપરાંત લીવ એન્કેશમેન્ટ (રજાઓના બદલામાં રોકડ) ની મર્યાદા 300 દિવસથી વધારીને 600 દિવસ કરવાની માંગ થઈ છે.

સૌથી મોટી માંગ એ છે કે 2004 પછી ભરતી થયેલા તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ કરવામાં આવે અને ગ્રેચ્યુઈટીની રકમ વધારીને ₹50 લાખ કરવામાં આવે. સાથે જ ગ્રુપ ઇન્શ્યોરન્સ (CGEGIS) નું પ્રીમિયમ ઘટાડીને કવરેજ ₹50 લાખ સુધી વધારવાની માંગ થઈ છે.

આ માંગણીઓ કેમ ખાસ છે?

IRTSA નું સ્પષ્ટ માનવું છે કે રેલવેના ટેકનિકલ સ્ટાફની કામગીરી જોખમી અને ભારે જવાબદારીવાળી હોય છે. તેમની લાયકાત અને અનુભવને જોતાં તેમને વધુ સારો પગાર અને સુવિધાઓ મળવી જ જોઈએ. હાલમાં આ તમામ માંગણીઓ 8માં પગાર પંચના ટેબલ પર છે. હવે જોવાનું એ રહે છે કે પંચ આ દરખાસ્તો પર શું નિર્ણય લે છે અને કર્મચારીઓના પગારમાં ખરેખર કેટલો મોટો ઉછાળો આવે છે!

Frequently Asked Questions

8માં પગાર પંચમાં રેલવે કર્મચારીઓ માટે શું ખાસ માંગણીઓ છે?

રેલવેના ટેકનિકલ સ્ટાફ માટે 5 અલગ ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ મૂળ પગાર ₹52,600, વાર્ષિક 5% પગાર વધારો, અને HRA, NDA, CEA માં સુધારાની માંગ છે.

ફિટમેન્ટ ફેક્ટર વિશે IRTSA ની મુખ્ય માંગ શું છે?

IRTSA વિવિધ લેવલ પર 5 અલગ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની માંગ કરે છે, કારણ કે દરેક લેવલ પર જવાબદારીઓ અને અનુભવ અલગ અલગ હોય છે.

મોંઘવારી ભથ્થા (DA) અને HRA માં શું ફેરફાર સૂચવવામાં આવ્યા છે?

DA ગણતરી માટે અલગ CPI અને ઇન્ટરનેટ, પાણી, હેલ્થ ઇન્શ્યોરન્સ જેવા ખર્ચ સામેલ કરવાની માંગ છે. HRA ને 4 કેટેગરીમાં વહેંચીને ક્લાસ A શહેરો માટે 40% + DA સૂચવાયું છે.

નિવૃત્તિ લાભો સંબંધિત કર્મચારીઓની મુખ્ય માંગ શું છે?

2004 પછીના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ કરવી, ગ્રેચ્યુઈટી ₹50 લાખ કરવી, અને ગ્રુપ ઇન્શ્યોરન્સ કવરેજ ₹50 લાખ સુધી વધારવાની માંગ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget