શોધખોળ કરો

8મું પગાર પંચ: 7% વધારો અને 2.0 ફિટમેન્ટ ફેક્ટર સાથે કેટલો વધશે પગાર? સમજો ગણિત

સરકારી કર્મચારીઓની 8મા પગાર પંચ સમક્ષ 7% વાર્ષિક ઇન્ક્રીમેન્ટની માંગ, જાણો નવા પગાર પંચ પછી તમારો પગાર દર વર્ષે કેટલો વધશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૮મા પગાર પંચમાં ૭% વાર્ષિક વધારો, ફિટમેન્ટ ફેક્ટરની માંગણી.
  • ૨.૦ ફિટમેન્ટ ફેક્ટર મૂળ પગારને સીધો બમણો કરશે.
  • કુલ પગાર ૩૧% વધશે, ૭% વાર્ષિક વૃદ્ધિ અંદાજિત.

8th Pay Commission Salary Calculation: હાલમાં 8મા પગાર પંચ (8th Pay Commission) ની બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. સરકારી કર્મચારીઓ અને તેમના સંગઠનો કમિશન સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી રહ્યા છે. 'ઓલ ઈન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશન' (AINPSEF) જેવા કેટલાક સંગઠનો 8મા પગાર પંચ હેઠળ પગારમાં 7% વાર્ષિક વધારાની (Annual Increment) અને ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની જોરદાર માંગ કરી રહ્યા છે. બીજી તરફ, NC-JCM, AIDEF અને FNPO જેવા અન્ય કર્મચારી જૂથોએ 6% વાર્ષિક વધારાની ભલામણ કરી છે.

આવી સ્થિતિમાં, ચાલો એક સરળ ગણતરી દ્વારા સમજીએ કે જો સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં દર વર્ષે 7% નો વધારો મંજૂર કરે અને ફિટમેન્ટ ફેક્ટર 2.0 રાખે, તો આગામી 1 થી 3 વર્ષમાં તમારા પગારમાં કેટલો વધારો થશે.

મૂળ પગારમાં (Basic Pay) કેટલો થશે ઉછાળો?

જો 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે, તો તમારો મૂળ પગાર સીધો બમણો થઈ જશે. ઉદાહરણ તરીકે:

જો અત્યારે તમારો બેઝિક પગાર 18,000 રૂપિયા છે, તો તે 36,000 રૂપિયા થઈ જશે.

21,700 રૂપિયાથી વધીને 43,400 રૂપિયા થશે.

25,500 રૂપિયાથી વધીને 51,000 રૂપિયા થશે.

35,400 રૂપિયાથી વધીને 70,800 રૂપિયા થશે.

44,900 રૂપિયાથી વધીને 89,800 રૂપિયા થશે.

56,100 રૂપિયાથી વધીને 1,12,200 રૂપિયા થશે.

તો શું હાથમાં આવતો કુલ પગાર પણ બમણો થઈ જશે?

ના, તમારો મૂળ પગાર બમણો થવાનો અર્થ એ નથી કે તમારો કુલ પગાર (Gross Salary) પણ સીધો બમણો થઈ જશે. આનું કારણ એ છે કે 8મા પગાર પંચમાં DA (મોંઘવારી ભથ્થું), HRA (મકાન ભાડા ભથ્થું) અને અન્ય ભથ્થાઓની ગણતરી સાવ નવી રીતે કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કર્મચારીઓના કુલ પગારમાં અંદાજે 31% સુધીનો વધારો જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત

7% ના વાર્ષિક વધારા સાથે પગારનું પૂરું ગણિત

ચાલો માની લઈએ કે કોઈ કર્મચારીનો હાલનો મૂળ પગાર 18,000 રૂપિયા છે. 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયા પછી 8મા પગાર પંચ હેઠળ તેમનો નવો મૂળ પગાર 36,000 રૂપિયા થશે. હવે તેમાં DA, HRA અને અન્ય ભથ્થા ઉમેર્યા પછી ધારો કે તેમનો કુલ પગાર 50,000 રૂપિયા થાય છે. તો 7% વાર્ષિક વધારા મુજબ તેમનો પગાર દર વર્ષે આ રીતે વધશે:

પ્રથમ વર્ષ: 50,000 રૂપિયા પર 7% વધારા સાથે કુલ પગાર 53,500 રૂપિયા થશે.

બીજું વર્ષ: 53,500 રૂપિયા પર ફરી 7% વધારા સાથે કુલ પગાર 57,245 રૂપિયા થશે.

ત્રીજું વર્ષ: 57,245 રૂપિયા પર 7% વધારા સાથે કુલ પગાર 61,252.17 રૂપિયા થશે.

ખાસ નોંધ:

અહીં એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ માત્ર એક અંદાજિત ગણતરી છે, જે વર્તમાન ચર્ચાઓના આધારે કરવામાં આવી છે. જો પગાર પંચ 7% વાર્ષિક વધારો અને 2.0 ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરે છે, તો પણ અંતિમ પગાર વધારો પંચ દ્વારા નક્કી કરાયેલી સત્તાવાર ફોર્મ્યુલા પર જ આધાર રાખશે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધતા HRA માં કેટલો વધારો થશે? લેવલ મુજબ ગણતરી સમજો

Frequently Asked Questions

8મા પગાર પંચ હેઠળ કર્મચારી સંગઠનો મુખ્યત્વે શું માંગ કરી રહ્યા છે?

AINPSEF જેવા કેટલાક સંગઠનો 7% વાર્ષિક વધારો અને 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. અન્ય જૂથો 6% વાર્ષિક વધારાની ભલામણ કરે છે.

જો 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો મૂળ પગાર પર શું અસર થશે?

જો 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે, તો તમારો મૂળ પગાર સીધો બમણો થઈ જશે. ઉદાહરણ તરીકે, ₹18,000 નો મૂળ પગાર ₹36,000 થશે.

શું મૂળ પગાર બમણો થવાથી કુલ પગાર પણ બમણો થશે?

ના, કુલ પગાર સીધો બમણો નહીં થાય. DA, HRA અને અન્ય ભથ્થાંની ગણતરી નવી રીતે કરવામાં આવશે. કુલ પગારમાં આશરે 31% સુધીનો વધારો જોવા મળી શકે છે.

આ પગાર વધારાની ગણતરી કેટલી સચોટ છે?

આ માત્ર એક અંદાજિત ગણતરી છે જે વર્તમાન ચર્ચાઓ પર આધારિત છે. અંતિમ પગાર વધારો પંચ દ્વારા નક્કી કરાયેલી સત્તાવાર ફોર્મ્યુલા પર આધાર રાખશે.

Advertisement

ટોપ સ્ટોરી

એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
Jamanag News: દેશી ઘી ખરીદતા પહેલા સાવધાન, નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
Jamanag News: દેશી ઘી ખરીદતા પહેલા સાવધાન, નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Embed widget