શોધખોળ કરો

Aadhar Card : આધારમાં નામ, જન્મતારીખ અને એડ્રેસ કેટલી વાર બદલી શકો  ? જાણો અગત્યની જાણકારી

આધાર કાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજ છે જે લગભગ તમામ સરકારી અને પ્રાઈવેટ કામ માટે જરૂરી છે. ઘણી વખત લોકો આધાર કાર્ડ બનાવતી વખતે ઘણી ભૂલો કરે છે જેના કારણે ઘણા મહત્વપૂર્ણ કામ અટકી જાય છે.

Aadhar Card update :  આધાર કાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજ છે જે લગભગ તમામ સરકારી અને પ્રાઈવેટ કામ માટે જરૂરી છે. ઘણી વખત લોકો આધાર કાર્ડ બનાવતી વખતે ઘણી ભૂલો કરે છે જેના કારણે ઘણા મહત્વપૂર્ણ કામ અટકી જાય છે. ઉદાહરણ તરીકે, આધાર કાર્ડમાં કોઈનું નામ ખોટું છે, કોઈની જન્મતારીખ ખોટી રીતે નોંધવામાં આવી છે. પરંતુ, સરકારી વેબસાઇટ UIDAI ગ્રાહકોની સુવિધા માટે ખોટી માહિતી સુધારવાની તક પૂરી પાડે છે. જો કે, અહીં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે કારણ કે આધાર કાર્ડમાં સુધારો કરવાની આ તક વારંવાર મળતી નથી. ચાલો તમને જણાવીએ કે તમે આધાર કાર્ડમાં તમારું નામ, સરનામું અને અન્ય માહિતી કેટલી વાર અપડેટ કરી શકો છો.

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વાર બદલી શકાય છે ?

તમને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં જન્મતારીખ અને જેન્ડર અપડેટ કરવાની માત્ર એક તક આપવામાં આવે છે. એટલે કે, જો તમે પહેલીવાર આધાર કાર્ડ બનાવી રહ્યા છો, તો ખૂબ કાળજી રાખો કે જન્મતારીખ અને જેન્ડરમાં કોઈ ખોટી માહિતી દાખલ ન થાય. આ પછી પણ જો કોઈ ભૂલ પહેલીવાર થઈ હોય તો તમે તેને એકવાર અપડેટ કરી શકો છો.

આધાર કાર્ડમાં નામ અને સરનામું કેટલી વાર બદલી શકાય છે ?

આધાર કાર્ડ પર તમે તમારું નામ માત્ર બે વાર બદલી શકો છો.  UIDAI અનુસાર, આધાર કાર્ડ ધારકો તેમના આધાર કાર્ડમાં સરનામું ઘણી વખત અપડેટ કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારું સ્થાન બદલ્યું છે, તો ગભરાવાની જરૂર નથી. કારણ કે, આધાર કાર્ડમાં એડ્રેસ ઘણી વખત બદલી શકાય છે. જો કે, સરનામું બદલવા માટે, તમારે અમુક દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, રેશન કાર્ડ, વિકલાંગતા કાર્ડ (જો કોઈ હોય તો), કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ SC/ST/OBC પ્રમાણપત્ર, સરનામાના પુરાવા તરીકે વીજળી બિલ અથવા પાણીનું બિલ અપલોડ કરવાની જરૂર છે.

આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું ? 

આધાર કાર્ડ અપડેટ કરવું અને સરનામું બદલવું એ એક સરળ ઓનલાઈન પ્રક્રિયા છે અને વપરાશકર્તાઓ ઘરે બેઠા તેમના મોબાઈલ ફોનથી કરી શકે છે. નીચે કેટલાક સ્ટેપ્સ આપવામાં આવ્યા છે, જેને અનુસરીને તમે સરળતાથી તમારું આધાર અપડેટ કરી શકો છો.

સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જાઓ.

આ પછી UIDAI વેબસાઈટ પર દેખાતા ‘My Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરો.

અપડેટ આધાર વિભાગ પર જાઓ, ‘ડેમોગ્રાફિક ડેટા અપડેટ કરો અને સ્થિતિ તપાસો’ પર ક્લિક કરો.

પછી આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો.

આ પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને દાખલ કરો અને લોગિન પર ક્લિક કરો.

હવે તમારે ‘અપડેટ આધાર ઓનલાઈન’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી તમે સુધારણા માટે તમને જોઈતા વિકલ્પને પસંદ કરીને અને આગળની પ્રક્રિયાને અનુસરીને અપડેટ કરી શકો છો.   

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

Embed widget