શોધખોળ કરો

સાવધાન! ભારતમાં AI ના કારણે લાખો નોકરીઓ જોખમમાં; આ 3 ક્ષેત્રો પર પડશે સૌથી મોટી અસર

SHRM ઈન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2026 નો ખુલાસો: આવનારા 3 વર્ષમાં બેક ઓફિસ, ડેટા મેનેજમેન્ટ અને કસ્ટમર સર્વિસમાં નોકરીઓ પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • AI અને ઓટોમેશન ભારતમાં લાખો નોકરીઓ જોખમમાં મૂકી શકે છે.
  • બેક ઓફિસ, ડેટા મેનેજમેન્ટ, ગ્રાહક સેવા પર સૌથી વધુ અસર.
  • યુવા વસ્તીને યોગ્ય તાલીમનો અભાવ મોટો પડકાર બની શકે.
  • કંપનીઓની ટ્રેનિંગ પદ્ધતિઓ અને AI રોકાણમાં સુધારાની જરૂર.

AI Job Displacement India: ભારતમાં જે ઝડપે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશનનો પગપેસારો થઈ રહ્યો છે, તેને જોતાં નોકરીયાત વર્ગ માટે એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. SHRM ઈન્ડિયા સ્કિલ્સ ઈન્ટેલિજન્સ રિપોર્ટ 2026 ની નવી ચેતવણી મુજબ, આવનારા સમયમાં દેશની લાખો નોકરીઓ પર સીધો ખતરો મંડરાઈ રહ્યો છે. ખાસ કરીને એવા કામો જ્યાં એકનું એક જ કામ વારંવાર કરવાનું હોય છે, ત્યાં મશીનો માણસની જગ્યા લઈ રહ્યા છે. બેક ઓફિસ, ડેટા મેનેજમેન્ટ અને કસ્ટમર સર્વિસ જેવા સેક્ટરમાં કામ કરતા લોકો માટે આ રિપોર્ટ લાલબત્તી સમાન છે.

કયા સેક્ટરમાં નોકરીઓ જવાનો સૌથી વધુ ડર?

કંપનીઓ પોતાનું કામ ઝડપી અને સસ્તું બનાવવા માટે નવી ટેકનોલોજી અપનાવી રહી છે. રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બેક ઓફિસ, ડેટા મેનેજમેન્ટ અને કસ્ટમર કેર (ગ્રાહક સેવા) માં AI ની અસર સૌથી વધુ જોવા મળશે. એક અંદાજ મુજબ, આગામી 3 વર્ષમાં બેક ઓફિસના કામકાજમાં લગભગ 28 ટકા જેટલું ઓટોમેશન આવી શકે છે. તેવી જ રીતે ડેટા અને રિપોર્ટિંગ સાથે જોડાયેલી 24 ટકા નોકરીઓ પર પણ તલવાર લટકી રહી છે. કસ્ટમર સર્વિસમાં પણ AI ચેટબોટ્સ અને ઓટોમેટેડ સિસ્ટમના આવવાથી 21 ટકા નોકરીઓ છીનવાઈ જવાની કે તેમાં મોટો બદલાવ આવવાની શક્યતા છે.

ભારતની તાકાત અને નબળાઈ શું છે?

આ રિપોર્ટ તૈયાર કરવા માટે દેશભરના 198 જેટલા સિનિયર HR અને શિક્ષણ નિષ્ણાતો સાથે વાત કરવામાં આવી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે ભારત પાસે વિશ્વનો સૌથી મોટો યુવા વર્ગ છે, જે આપણો મોટો પ્લસ પોઈન્ટ છે. પરંતુ જો આ યુવાનોને સમયસર નવી ટેક્નોલોજીની યોગ્ય ટ્રેનિંગ નહીં આપવામાં આવે, તો આપણી આ જ તાકાત એક મોટા પડકારમાં ફેરવાઈ જશે.

આંકડા દર્શાવે છે કે આપણા દેશમાં કૌશલ્ય (સ્કિલ) તાલીમની સ્થિતિ ઘણી નબળી છે. દેશમાં માત્ર 2.3 ટકા કર્મચારીઓને જ ઔપચારિક ટ્રેનિંગ મળે છે, જ્યારે વિકસિત દેશોની સરખામણીમાં આ આંકડો ઘણો મોટો છે. પરિણામે, આપણી વસ્તીનો એક મોટો હિસ્સો AI અને ડિજિટલ સ્કીલ્સ માટે હજુ પણ તૈયાર નથી.

આ પણ વાંચોઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું આ મોડલ સૌથી બુદ્ધિશાળી કેમ કહેવાય છે?

કંપનીઓની ટ્રેનિંગ પદ્ધતિમાં પણ ખામી

રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે કંપનીઓ ટ્રેનિંગ પાછળ પૈસા તો ખર્ચે છે, પણ તેની પદ્ધતિ બહુ અસરકારક નથી. મોટાભાગનું બજેટ ઓનલાઈન ક્લાસ કે થિયરી ભણાવવામાં જ વપરાઈ જાય છે, જ્યારે પ્રેક્ટિકલ નોલેજ પાછળ બહુ ઓછું રોકાણ થાય છે. આથી કર્મચારીઓને અસલી દુનિયાના કામનો પ્રેક્ટિકલ અનુભવ મળતો નથી.

આ ઉપરાંત, માત્ર ટેકનિકલ બાબતો જ નહીં, પણ લીડરશીપને લગતા નિર્ણયો લેવામાં પણ કંપનીઓ ખચકાઈ રહી છે. ઘણી કંપનીઓ AI માં મોટું રોકાણ કરતા ડરે છે કારણ કે તેમને વળતર (ROI) મળશે કે કેમ તેની ખાતરી નથી. સાથે જ કર્મચારીઓમાં ગ્રીન અને સસ્ટેનેબિલિટી સ્કિલ્સના અભાવને લઈને પણ રિપોર્ટમાં મોટી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

Frequently Asked Questions

AI અને ઓટોમેશનથી ભારતમાં કયા ક્ષેત્રોમાં નોકરીઓ પર સૌથી વધુ અસર પડશે?

બેક ઓફિસ, ડેટા મેનેજમેન્ટ અને ગ્રાહક સેવા જેવા ક્ષેત્રોમાં AI ની અસર સૌથી વધુ જોવા મળશે. આગામી 3 વર્ષમાં આ ક્ષેત્રોમાં ઓટોમેશન વધવાની સંભાવના છે.

ભારતની યુવા વસ્તી AI ના યુગમાં કેવી રીતે એક પડકાર બની શકે છે?

જો યુવાનોને નવી ટેકનોલોજીની યોગ્ય તાલીમ નહીં મળે, તો સૌથી મોટો યુવા વર્ગ હોવા છતાં તે એક પડકાર બની શકે છે. દેશમાં સ્કિલ તાલીમની સ્થિતિ નબળી છે.

કંપનીઓની ટ્રેનિંગ પદ્ધતિમાં શું ખામીઓ છે?

કંપનીઓ ટ્રેનિંગ પર ખર્ચ કરે છે, પરંતુ તેની પદ્ધતિ અસરકારક નથી. ઓનલાઈન ક્લાસ અને થિયરી પર વધુ ભાર હોય છે, પ્રેક્ટિકલ નોલેજ પર ઓછું ધ્યાન અપાય છે.

કંપનીઓ AI માં મોટું રોકાણ કરવામાં શા માટે ખચકાય છે?

કંપનીઓ AI માં રોકાણ કરતા ડરે છે કારણ કે તેમને વળતર (ROI) મળશે કે કેમ તેની ખાતરી નથી. લીડરશીપ નિર્ણયો લેવામાં પણ ખચકાટ અનુભવાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget