Paytmમાંથી સમાપ્ત થશે ચીનની કંપનીનું નિયંત્રણ, 3083 કરોડમાં થશે ડીલ
છેલ્લા બે વર્ષમાં ઘણા મોટા રોકાણકારોએ Paytm માં પોતાનો હિસ્સો વેચી દીધો છે. ફ્લોર પ્રાઈસ પ્રતિ શેર 1020 રૂપિયા રાખવામાં આવી છે.

Paytm Block Deal: દેશની જાણીતી ફિનટેક કંપની Paytm વિશે સમાચાર બહાર આવ્યા છે કે ચીનનું Ant Group તેના શેર વેચવા જઈ રહ્યું છે. ચીનનું Ant Group One97 Communications ના મુખ્ય શેરધારકોમાંનું એક છે. પરંતુ, રોયટર્સના સમાચાર મુજબ, 5 ઓગસ્ટના રોજ એક બ્લોક ડીલ મારફતે દ્વારા ચીનનું Ant Group તેનો 5.84 ટકાનો સંપૂર્ણ હિસ્સો 3803 કરોડ રૂપિયા એટલે કે 38 અબજ રૂપિયામાં વેચવા તૈયાર છે. નોંધનીય છે કે એટફિન ચીનના Alibaba Groupની પેટાકંપની છે. તે પહેલા Ant Finance તરીકે પણ જાણીતી હતી.
ચીની કંપની Paytm માં હિસ્સો વેચશે
છેલ્લા બે વર્ષમાં ઘણા મોટા રોકાણકારોએ Paytm માં પોતાનો હિસ્સો વેચી દીધો છે, જેમાં જાપાનનું Soft Bank Group અને વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેનો સમાવેશ થાય છે. ગોલ્ડમેન સૈક્સ ઇન્ડિયા સિક્યોરિટીઝ અને સિટી ગ્રુપ માર્કેટ્સ ઇન્ડિયા આ ડીલનું નેતૃત્વ કરશે. જોકે, આ અંગે Ant Group કે One97 Communications દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
Ant Fin છેલ્લા બે વર્ષથી Paytm માં પોતાનો હિસ્સો સતત ઘટાડી રહ્યું છે. અગાઉ, મે 2023માં એન્ટ ગ્રુપે તેનો 4 ટકા હિસ્સો વેચ્યો હતો અને પછી ઓગસ્ટ 2023માં તેણે 10.3 ટકા હિસ્સો વેચી દીધો હતો. અહેવાલો અનુસાર, આ સોદામાં 3.77 કરોડના ઇક્વિટી શેર વેચવામાં આવશે, જે પેટીએમના બાકી શેરના 5.84 ટકા છે. ફ્લોર પ્રાઈસ પ્રતિ શેર 1020 રૂપિયા રાખવામાં આવી છે.
પેટીએમના શેરમાં વધારો
છેલ્લા એક મહિના દરમિયાન પેટીએમના શેરમાં 16.01 ટકાનો ઉછાળો આવ્યો છે. સોમવારે તેના શેરમાં 0.33 ટકાનો વધારો જોવા મળ્યો અને એક વર્ષમાં તેણે રોકાણકારોને 116.24 ટકાનું જબરદસ્ત વળતર આપ્યું છે.
પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે એઆઈ લગભગ દરેક ક્ષેત્રમાં પહોંચી ગયું છે. આના દ્વારા લોકો સુધી માહિતીની પહોંચની સાથે તેમની નિર્ણય લેવાની રીત પણ બદલાઈ રહી છે. આ નવી ભાગીદારી સાથે અમે લાખો ભારતીય યુઝર્સ સુધી AI ની શક્તિ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી તેઓ તેમના જ્ઞાનમાં વધારો કરી શકે અને નાણાકીય સેવાઓ સરળતાથી મેળવી શકે.




















