શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી

સુરતના નાયરાના પેટ્રોલ પંપ પર પણ ડિઝલ નથીના પાટિયા લાગ્યા છે. ડિઝલ નથી ના બોર્ડ લાગતા હજારો વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.

સમગ્ર દેશમાં અનેક જગ્યાએ પેટ્રોલ – ડીઝલના અછતના સમાચાર સામે આવ્યા છે ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા અનેક જગ્યાએ લોકો પેટ્રોલ ડીઝલ ભરાવા માટે પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલની અછત હોવાની વાત વચ્ચે સાબરકાંઠામાં પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. હિંમતનગરના ગઢોડા ખાતેના પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ડીઝલ માટે પહોંચ્યા હતા.

સુરતના નાયરાના પેટ્રોલ પંપ પર ડિઝલ નથીના પાટિયા લાગ્યા છે. ડિઝલ નથી ના બોર્ડ લાગતા હજારો વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. સુરતમાં દૈનિક 60 લાખ લિટર પેટ્રોલ- ડિઝલની જરૂરિયાત છે. પેટ્રોલપંપ સંચાલકોનો દાવો છે કે ઓઈલ કંપનીઓએ પુરવઠો ઓછો કરી નાંખતા ડિઝલનું સંકટ ઉભુ થયું છે.

રશિયા- યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. સરકારે એકસાઈઝ ડ્યુટી ઓછી કરી પેટ્રોલ-ડિઝલમાં રાહત આપી છે. જોકે ઓઈસ માર્કેટિંગ કંપનીઓને 21 રૂપિયા પ્રતિ લિટર ખોટ જતી હોવાનો દાવો કરાયો છે. સુરત શહેરમાં નાયરાના પેટ્રોલપંપો પર ચાર- પાંચ દિવસથી ડિઝલની અછત વર્તાઈ રહી છે. ખાનગી કંપનીઓના પેટ્રોલપંપ પર સમસ્યા વિકટ છે.

જોકે ઈંડિયન ઓઈલ અને સેલના પંપ પરથી હાલ પેટ્રોલ- ડિઝલનો જથ્થો મળી રહ્યો છે. સુરતમાં 100 પેટ્રોલ પંપ આવેલા છે. જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 400થી વધુ પેટ્રોલપંપો આવેલા છે.

ઘણા પેટ્રોલ પંપ પર ખૂટી ગયો છે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો. એવામાં રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇનું કહેવું છે કે, લોકો અફવા પર ધ્યાન ન આપે. કનુ દેસાઈના મતે જ્યારે વીજળીની કટોકટી હતી, ત્યારે પણ આવી જ અફવાઓ ઉડી હતી. જેથી પેટ્રોલ-ડીઝલના અંગે પણ સરકાર વ્યવસ્થા કરશે. તો, વીજળી ન મળતી હોવાના સવાલના જવાબમાં દાવો કર્યો કે, કયાંક અડધો કલાક વીજળી જતી રહી હશે, પણ પહેલા તો દિવસોના દિવસો વીજળી ગૂલ રહેતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં? થઈ ગયો નિર્ણય
IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં? થઈ ગયો નિર્ણય
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
Embed widget