શોધખોળ કરો

આયુષ્માન કાર્ડ વારંવાર રિજેક્ટ થાય છે? આ ભૂલો સુધારો, નહીંતર 5 લાખનો લાભ નહીં મળે

ayushman card rejection: આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયાની મફત સારવાર મેળવવા માટે કાર્ડ હોવું જરૂરી છે, પરંતુ આધાર કાર્ડ અને પોર્ટલની વિગતોમાં નાની અમથી ભૂલ પણ તમારી અરજી નામંજૂર કરાવી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આયુષ્માન કાર્ડ અરજીઓ માહિતી મેળ ન ખાવાથી રદ થાય છે.
  • આધાર સાથે નામ, લિંગ, જન્મતારીખ, સરનામું બરાબર હોવું જોઈએ.
  • અરજી પહેલા આધાર કાર્ડની વિગતો ચકાસો અને સુધારો.

ayushman card rejection reasons: દેશના ગરીબ અને મધ્યમ વર્ગ માટે 'આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (AB-PMJAY) એક મોટી આશીર્વાદરૂપ આરોગ્ય યોજના છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળે છે. જોકે, આ લાભ લેવા માટે તમારી પાસે 'આયુષ્માન કાર્ડ' હોવું ફરજિયાત છે. ઘણા લોકો આ કાર્ડ માટે અરજી તો કરે છે, પરંતુ તેમની અરજી વારંવાર રિજેક્ટ (નામંજૂર) થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તમારું કાર્ડ નથી બની રહ્યું, તો તમારે એ જાણવું ખૂબ જરૂરી છે કે કઈ નાની ભૂલોને કારણે તમારું કાર્ડ અટકી પડે છે.

માહિતી એકદમ સમાન હોવી જરૂરી

તાજેતરમાં જ AB-PMJAY-UP ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક મહત્વની જાણકારી શેર કરવામાં આવી છે. જે મુજબ, આયુષ્માન કાર્ડ ત્યારે જ ઈશ્યુ થાય છે જ્યારે તમે પોર્ટલ પર જે માહિતી ભરી હોય, તે તમારા આધાર કાર્ડ અને અન્ય સરકારી ડેટા (સ્રોત ડેટા) સાથે બરાબર મેચ થતી હોય. જો આ વિગતોમાં સહેજ પણ તફાવત કે વિસંગતતા હશે, તો તમારી અરજી સીધી જ રિજેક્ટ થઈ જશે.

અરજી કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો:

નામ અને પિતાનું નામ: આયુષ્માન કાર્ડ કઢાવતી વખતે સૌથી પહેલા એ ચેક કરો કે આધાર કાર્ડમાં તમારું અને તમારા પિતાનું નામ જે રીતે લખેલું છે, બિલકુલ તે જ સ્પેલિંગ NHA (નેશનલ હેલ્થ ઓથોરિટી) પોર્ટલ પર હોવો જોઈએ. નામમાં નાની ભૂલ પણ અરજી રિજેક્ટ કરાવી શકે છે.

લિંગ (જેન્ડર): ઘણીવાર ફોર્મ ભરતી વખતે લિંગ પસંદ કરવામાં ભૂલ થઈ જતી હોય છે. જો આધાર કાર્ડ અને પોર્ટલ પર લિંગની માહિતી અલગ-અલગ હશે, તો કાર્ડ બનવામાં ચોક્કસ મુશ્કેલી ઊભી થશે.

જન્મ તારીખ (DOB): આ એક ખૂબ જ સામાન્ય ભૂલ છે. આધાર કાર્ડ અને NHA પોર્ટલ બંનેમાં તમારી જન્મ તારીખ એકદમ સમાન હોવી જોઈએ. જો જન્મ તારીખમાં કોઈ પણ પ્રકારનો મેળ નહીં ખાય, તો અરજી તરત જ નામંજૂર કરવામાં આવશે.

સરનામું (એડ્રેસ): તમારા આધાર કાર્ડમાં નોંધાયેલું સરનામું અને પોર્ટલ પરનું સરનામું પણ એકસરખું હોવું જરૂરી છે. જો આ બંને રેકોર્ડ વચ્ચે કોઈ વિસંગતતા જોવા મળશે, તો કાર્ડ જારી કરવાની પ્રક્રિયા ત્યાં જ અટકી જશે.

આ પણ વાંચોઃ આયુષ્માન કાર્ડ: કઈ ઉંમરના લોકોને મળશે મફત સારવારનો લાભ? અરજી કરતા પહેલા જાણી લો નિયમ

શું છે ઉકેલ?

જો તમે કોઈપણ જાતની મુશ્કેલી વગર અને એક જ વખતમાં તમારું આયુષ્માન કાર્ડ મેળવવા માંગતા હોવ, તો અરજી કરતા પહેલા તમારા આધાર કાર્ડ અને અન્ય રેકોર્ડની પૂરેપૂરી ચકાસણી કરી લો. જો કોઈ માહિતી ખોટી હોય કે તેમાં સ્પેલિંગની ભૂલ હોય, તો પહેલા આધાર સેન્ટર પર જઈને તેને સુધારાવી લો અને ત્યારબાદ જ આયુષ્માન કાર્ડ માટે એપ્લાય કરો. આમ કરવાથી તમારી અરજી રિજેક્ટ થવાની શક્યતા નહિવત્ થઈ જશે.

આ પણ વાંચોઃ આયુષ્માન કાર્ડથી બધી સારવાર મફત નથી થતી! જાણો કઈ બીમારીઓ માટે તમારે પૈસા ચૂકવવા પડશે

Frequently Asked Questions

આયુષ્માન કાર્ડની અરજી શા માટે નામંજૂર થાય છે?

જો પોર્ટલ પર ભરેલી માહિતી તમારા આધાર કાર્ડ અને અન્ય સરકારી ડેટા સાથે મેચ ન થાય તો અરજી રિજેક્ટ થાય છે. નાની ભૂલો પણ નામંજૂરીનું કારણ બની શકે છે.

આયુષ્માન કાર્ડ માટે અરજી કરતી વખતે કઈ માહિતી એકદમ સમાન હોવી જરૂરી છે?

આધાર કાર્ડ અને પોર્ટલ પર તમારું નામ, પિતાનું નામ, લિંગ, જન્મ તારીખ અને સરનામું બિલકુલ સમાન હોવા જોઈએ. જો તેમાં સહેજ પણ તફાવત હશે તો અરજી રિજેક્ટ થશે.

આયુષ્માન કાર્ડની અરજી નામંજૂર ન થાય તે માટે શું કરવું જોઈએ?

અરજી કરતા પહેલા તમારા આધાર કાર્ડ અને અન્ય રેકોર્ડની માહિતી પોર્ટલ પરની વિગતો સાથે બરાબર ચકાસી લો. જો કોઈ માહિતી ખોટી હોય તો પહેલા આધાર સેન્ટર પર જઈને સુધારાવી લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Embed widget