શોધખોળ કરો

આવતા અઠવાડિયે બેંકમાં જવાનું છે? તો ધક્કો ન ખાવો પડે તે માટે જાણી લો બેંકની રજાઓનું લિસ્ટ

Bank Holiday May 2026: 4 થી 10 મે વચ્ચે બેંકો 2 દિવસ બંધ રહેશે, ધક્કો ન ખાવો પડે માટે અગાઉથી રજાઓનું લિસ્ટ ચેક કરી લો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મે ૪ થી ૧૦ દરમિયાન બેંક બે દિવસ બંધ રહેશે.
  • ૯ મે કોલકાતામાં રવિન્દ્ર જયંતિ નિમિત્તે રજા.
  • ૧૦ મે દેશભરમાં રવિવારની સાપ્તાહિક રજા રહેશે.
  • આયોજન પૂર્વક બેંકના કામકાજ સમયસર પૂરા કરો.

Bank Holiday May 2026: જો તમે આવતા અઠવાડિયે બેંકના કોઈ જરૂરી કામ પતાવવાનું વિચારી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા બેંકની રજાઓ વિશે ચોક્કસ જાણી લેજો. 4 મે થી 10 મે, 2026 ના અઠવાડિયા દરમિયાન બેંકો 2 દિવસ માટે બંધ રહેવાની છે. આ રજાઓમાં એક નિયમિત રવિવારની રજાનો પણ સમાવેશ થાય છે. બેંક બંધ હોવાના કારણે ચેક ક્લિયરન્સ જેવી સેવાઓ પર અસર પડી શકે છે, જોકે તમારા ખાતા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. તો ચાલો જાણીએ આવતા અઠવાડિયે ક્યાં અને ક્યારે બેંકો બંધ રહેશે, જેથી તમારો કિંમતી સમય બગડે નહીં.

અગાઉથી જ કરી લો પ્લાનિંગ

બેંક બંધ હોવાને કારણે ઘણીવાર આપણો સમય અને પેટ્રોલ બંને બગડતા હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના રજાઓના કેલેન્ડર મુજબ, SBI, HDFC, ICICI સહિતની તમામ સરકારી અને ખાનગી બેંકોમાં અમુક રજાઓ ફિક્સ હોય છે. જેમાં બધા રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારની રજાઓ સામેલ છે. આગામી દિવસોમાં આ નિયમો અને પ્રાદેશિક તહેવારોના આધારે બેંકો 2 દિવસ બંધ રહી શકે છે.

આવતા અઠવાડિયાની બેંક રજાઓનું લિસ્ટ

9 મે (શનિવાર): રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ હોવાથી આ દિવસે માત્ર પશ્ચિમ બંગાળ (કોલકાતા) માં જ બેંકો બંધ રહેશે. ગુજરાત સહિત દેશના બાકીના ભાગોમાં બેંક શાખાઓ ખુલ્લી રહેશે અને કામકાજ રાબેતા મુજબ થશે.

10 મે (રવિવાર): સાપ્તાહિક રજા (રવિવાર) હોવાના કારણે આખા દેશમાં તમામ બેંકો બંધ રહેશે.

Bank of Baroda ની 444 દિવસની FD માં 1,00,000 લાખ રોકો તો કેટલું વ્યાજ મળશે? જુઓ ગણિત

9 મે ના રોજ કોલકાતામાં કેમ છે રજા?

9 મે ના રોજ કોલકાતામાં રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેને ત્યાં 'રવિન્દ્ર જયંતિ' અથવા 'પચીશે વૈશાખ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો તેમનો જન્મ 7 મે ના રોજ થયો હતો, પરંતુ બંગાળી કેલેન્ડર મુજબ આ વર્ષે તેમની જન્મજયંતિ 9 મે ના રોજ ઉજવવામાં આવશે. 1861 માં કોલકાતામાં જન્મેલા રવીન્દ્રનાથ ટાગોરને ભારતની મહાન સાહિત્યિક અને સાંસ્કૃતિક હસ્તીઓમાં ગણવામાં આવે છે. સાહિત્ય, સંગીત અને કલામાં તેમના અદભુત યોગદાનને યાદ કરવા માટે આ દિવસ ખાસ ઉજવાય છે.

ખાસ નોંધ: દેશભરમાં બેંકની રજાઓ બધે એકસરખી હોતી નથી. પ્રાદેશિક તહેવારો અને રાજ્યોના ખાસ કાર્યક્રમો મુજબ તેમાં ફેરફાર થતો રહે છે. જો કોઈ ખાસ રજા ન હોય તો, બેંકો મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે ખુલ્લી જ રહે છે. તેથી કોઈપણ અગવડતાથી બચવા માટે બેંકમાં જતા પહેલા તમારી બ્રાન્ચનો સંપર્ક કરી સમય વિશે ખાતરી કરી લેવી હિતાવહ છે.

SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!

Frequently Asked Questions

મે 2026 માં બેંકો ક્યારે બંધ રહેશે?

મે 2026 માં બેંકો 9 મે (શનિવાર) અને 10 મે (રવિવાર) એમ બે દિવસ બંધ રહેશે. 9 મે ના રોજ માત્ર કોલકાતામાં રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની રજા છે.

9 મે ના રોજ કોલકાતામાં બેંક શા માટે બંધ રહેશે?

9 મે ના રોજ કોલકાતામાં રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણીના કારણે બેંકો બંધ રહેશે. આ દિવસને 'રવિન્દ્ર જયંતિ' તરીકે પણ ઓળખાય છે.

બેંક રજાઓ દરમિયાન ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર કોઈ અસર થશે?

ના, બેંક બંધ હોવા છતાં તમારા ખાતા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. ફક્ત ચેક ક્લિયરન્સ જેવી સેવાઓ પર અસર પડી શકે છે.

શું ગુજરાતમાં 9 મે ના રોજ બેંક ખુલ્લી રહેશે?

હા, 9 મે ના રોજ ગુજરાત સહિત દેશના મોટાભાગના ભાગોમાં બેંકો ખુલ્લી રહેશે. માત્ર પશ્ચિમ બંગાળ (કોલકાતા) માં જ રજા રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget