(Source: ECI/ABP News/ABP Majha)
Bank Loan : લોન વસુલી માટે ગુંડાગર્દી કરનારી બેંકોની હવે ખેર નહીં, નાણાંમંત્રીની ચેતવણી
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને લગતી ઘણી ફરિયાદો મળ્યા બાદ મોટી જાહેરાત કરી છે. તેમણે બેંકોને 'મર્યાદા'માં રહીને કામ કરવાની ચેતવણી આપી છે.
Loan Recovery : બેંકો દ્વારા સામાન્ય માણસને લોનની વસૂલાત માટે હેરાન કરવાના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. ઘણી વાર તો બેંકો લોન વસુલી માટે અમાનવિયતા પર ઉતરી આવે છે. પરંતુ હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને લગતી ઘણી ફરિયાદો મળ્યા બાદ મોટી જાહેરાત કરી છે. તેમણે બેંકોને 'મર્યાદા'માં રહીને કામ કરવાની ચેતવણી આપી છે.
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન, જ્યારે સંસદ સભ્યએ લોન વસૂલાત માટે સામાન્ય લોકોને હેરાન કરવા અને ધમકાવવા જેવી બેંકોની યુક્તિઓ તરફ ધ્યાન દોર્યું, ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના જવાબમાં કહ્યું હતું કે, સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે. તમામ બેંકોને 'મર્યાદા'માં રહીને કામ કરવા સૂચના આપવામાં આવી છે.
નિર્મલા સીતારમણે શું કહ્યું?
નાણામંત્રીએ કહ્યું હતું કે, મને એવી ફરિયાદો પણ મળી છે કે, કેવી રીતે લોનની વસૂલાત માટે કેટલીક બેંકો લોકો સાથે નિર્દયતાથી વર્તે છે. આરબીઆઈને સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, તેણે આવી બેંકોને માર્ગદર્શિકા જારી કરવી જોઈએ. સરકારી બેંકો હોય કે ખાનગી બેંકો, તેઓએ લોનની વસૂલાત માટે કડક પગલાં ન લેવા જોઈએ. જ્યારે પણ લોનની વસૂલાત માટે સામાન્ય માણસનો સંપર્ક કરવામાં આવે ત્યારે માનવતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે, RBIની ગાઈડલાઈન હોવા છતાં કેટલીક બેંકો લોકો પાસેથી લોન વસૂલવા માટે બળજબરીભરી પદ્ધતિઓ અપનાવે છે. તેમાં ગુંડાગીરી, ઘરની બહાર તમાસો કરવો વગેરેનો સમાવેશ થાય છે. જાણો RBIના નિયમો આ અંગે શું કહે છે.
લોન રિકવરી અંગે આરબીઆઈની માર્ગદર્શિકા
I have heard complaints about how mercilessly loan repayments have been followed up by some banks. The government has instructed all banks, both public and private, that harsh steps should not be taken when it comes to process of loan repayments and they should approach the… pic.twitter.com/vSbDVXVeAt
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) July 24, 2023
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ બેંકના લોન રિકવરી એજન્ટ ક્લાયન્ટને સવારે 8 થી સાંજના 7 વાગ્યાની વચ્ચે જ કોલ કરી શકે છે. લોન રિકવરી એજન્ટો ક્લાયન્ટ દ્વારા દર્શાવવામાં આવેલા સ્થાન પર જ મુલાકાત કરી શકે છે. જો ગ્રાહક પૂછે તો લોન રિકવરી એજન્ટે બેંક દ્વારા આપવામાં આવેલ આઈડી બતાવવાનું રહેશે.
બેંકે ગ્રાહકની પ્રાઈવેસીને સૌથી ઉપર રાખવાની રહેશે. ગ્રાહક સાથે શારીરિક કે માનસિક ઉત્પીડન ન કરવું જોઈએ. જો હજુ પણ ગ્રાહક સાથે આવું થાય છે, તો ગ્રાહક તેની ફરિયાદ સીધી RBIને કરી શકે છે.