શોધખોળ કરો

માત્ર ₹2000 ની SIP થી બનો કરોડપતિ; જાણો કેટલા વર્ષો સુધી કરવું પડશે રોકાણ

SIP calculator 2026: કમ્પાઉન્ડિંગના જાદુથી 30 થી 35 વર્ષમાં તૈયાર થશે 1 કરોડનું મોટું ફંડ, જાણો ટેક્સના નિયમો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • માસિક 2000 રૂપિયાની SIP દ્વારા 35 વર્ષમાં 12% વળતર સાથે 1.10 કરોડ.
  • 15% વળતર સાથે 30 વર્ષમાં 1.12 કરોડનું ફંડ બની શકે.
  • 12 મહિના પછી ઉપાડ પર 12.5% LTCG ટેક્સ લાગે.
  • 12 મહિના પહેલાં ઉપાડ પર 20% STCG ટેક્સ લાગુ પડે.

SIP calculator 2026: આજના સમયમાં લોકો બેંક FD કરતા શેરબજાર અને SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) માં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ લાંબા ગાળે મોટું ફંડ બનાવવાનું વિચારી રહ્યા છો, તો દર મહિને માત્ર 2000 રૂપિયાની SIP કરીને તમે કરોડપતિ બની શકો છો. SIP માં કમ્પાઉન્ડિંગનો (વ્યાજ પર વ્યાજ) એવો જોરદાર ફાયદો મળે છે કે થોડા વર્ષોમાં તમારી નાની બચત એક વિશાળ રકમ બની જાય છે. આવો જાણીએ કે 2000 રૂપિયાની SIP થી 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવામાં કેટલા વર્ષ લાગશે અને નફા પર ટેક્સની ગણતરી કેવી રીતે થશે.

SIP માં તમે જેટલો લાંબો સમય ટકી રહેશો, તમારો નફો એટલો જ વધશે. ગણતરી મુજબ, જો તમે દર મહિને 2000 રૂપિયાની SIP શરૂ કરો છો અને તેના પર તમને સરેરાશ 12 ટકા વાર્ષિક વળતર મળે છે, તો 35 વર્ષમાં તમારી પાસે 1.10 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થઈ જશે. આ 35 વર્ષના ગાળામાં તમારા ખિસ્સામાંથી માત્ર 8.40 લાખ રૂપિયાનું રોકાણ થશે, જ્યારે વળતર પેટે 1.01 કરોડ રૂપિયા મળશે. એવી જ રીતે, જો વળતર થોડું વધુ એટલે કે 15 ટકા મળે, તો 30 વર્ષમાં જ 1.12 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ શકે છે. જેમાં તમારું રોકાણ 7.20 લાખ રૂપિયા અને સામે વળતર અંદાજે 1.05 કરોડ રૂપિયા હશે.

દર મહિને ₹10,000 ની SIP થી 10000000 રૂપિયાનું ફંડ ક્યારે બનશે? સરળ ભાષામાં ગણતરી સમજો

આટલો મોટો નફો જોઈને ખુશ થવાની સાથે ટેક્સના નિયમો પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. SIP માંથી મળતા વળતર પર તમારે કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડે છે. જો તમે 12 મહિનાથી વધુ સમય સુધી રોકાણ જાળવી રાખો છો, તો તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ લાગે છે, જેનો વર્તમાન દર 12.5 ટકા છે. પરંતુ જો તમે ઉતાવળ કરીને 12 મહિના પહેલાં જ પૈસા ઉપાડી લો છો (SIP બંધ કરો છો), તો તમારે નફા પર 20 ટકા લેખે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. તેથી જ, ટેક્સ બચાવવા અને કમ્પાઉન્ડિંગનો પૂરેપૂરો ફાયદો લેવા માટે લાંબા ગાળા સુધી રોકાણ ચાલુ રાખવું એ જ સમજદારીભર્યો નિર્ણય છે.

₹10,000 ની SIP કે ₹10 લાખનું એકસાથે રોકાણ? જાણો 10 વર્ષ પછી ક્યાં મળશે સૌથી વધુ રિટર્ન!

Frequently Asked Questions

SIP માં દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરીને કેટલા વર્ષમાં 1 કરોડ રૂપિયા ભેગા થઈ શકે છે?

જો SIP પર 12% વાર્ષિક વળતર મળે, તો 35 વર્ષમાં 1.10 કરોડ રૂપિયા ભેગા થઈ જશે. 15% વળતર મળતાં 30 વર્ષમાં 1.12 કરોડ રૂપિયા તૈયાર થઈ શકે છે.

SIP માં રોકાણ કરવાના કેટલા સમય પછી નફા પર ટેક્સ લાગે છે?

SIP માં 12 મહિનાથી વધુ સમય સુધી રોકાણ જાળવી રાખવા પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ લાગે છે. 12 મહિના પહેલાં પૈસા ઉપાડતાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે.

SIP માં રોકાણ કરવાથી કયો ફાયદો થાય છે?

SIP માં કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે, જેનાથી નાની બચત પણ લાંબા ગાળે મોટી રકમ બની જાય છે. લાંબા ગાળાનું રોકાણ નફા અને ટેક્સ બચાવવામાં મદદ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ક્યારે વધશે પગાર? ડેટા સબમિટ થયા બાદ કમિશન શરૂ કરશે આગામી પગલું
8મું પગાર પંચ: ક્યારે વધશે પગાર? ડેટા સબમિટ થયા બાદ કમિશન શરૂ કરશે આગામી પગલું
FD Interest Rates: 3 વર્ષની FD પર મળશે 8.30% સુધી વ્યાજ! જુઓ બેંકોનું લિસ્ટ
FD Interest Rates: 3 વર્ષની FD પર મળશે 8.30% સુધી વ્યાજ! જુઓ બેંકોનું લિસ્ટ
₹500 SIP Return: 10, 20 અને 30 વર્ષની SIP ની ગણતરી, જાણો કેટલું મળશે રિટર્ન
₹500 SIP Return: 10, 20 અને 30 વર્ષની SIP ની ગણતરી, જાણો કેટલું મળશે રિટર્ન
1 ઓક્ટોબરથી FD ના નિયમોમાં થશે મોટો ફેરફાર: ગ્રાહકોને અસર કરશે? જાણો 5 ખાસ વાતો
1 ઓક્ટોબરથી FD ના નિયમોમાં થશે મોટો ફેરફાર: ગ્રાહકોને અસર કરશે? જાણો 5 ખાસ વાતો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget